અમદાવાદઃ આજે રાજપૂત સંકલન સમિતિએ તેમના આંદોલન પાર્ટ-2 વિશે માહિતી જાહેર કરી હતી. જેમાં તેઓ ધર્મરથનું આયોજન કરવાના છે. આ ઉપરાંત રુપાલા બાદ હવે જૂનાગઢના કિરીટ પટેલનના નિવેદન સંદર્ભે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેથી ક્ષત્રિય સમાજ ભાજપની આગામી જાહેર સભા, મીટિંગો કે અન્ય પ્રચાર પ્રસારમાં વિરોધ પ્રદર્શન કરવાની અને 7મેના રોજ ભાજપ વિરોધી મતદાનની ચીમકી ઉચ્ચારી હતી.
રુપાલા બાદ કિરીટ પટેલના નિવેદનનો રાજપૂત સમાજે કર્યો વિરોધ, રાજપૂત સંકલન સમિતિ આંદોલન પાર્ટ-2 અંતર્ગત ધર્મરથનું આયોજન કરશે - Parshottam Rupala Controversy - PARSHOTTAM RUPALA CONTROVERSY
પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ જૂનાગઢના કિરીટ પટેલનના નિવેદન સંદર્ભે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજપૂત સંકલન સમિતિએ પાર્ટ 2 આંદોલનમાં ધર્મરથનું આયોજન કર્યુ છે. ધર્મરથ કાર્યક્રમની માહિતી રાજપૂત સંકલન સમિતિએ આપી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Parshottam Rupala Controversy
Published : Apr 23, 2024, 7:14 PM IST
|Updated : Apr 23, 2024, 7:49 PM IST
કિરીટ પટેલનું વિવાદાસ્પદ નિવેદનઃ આજે હનુમાન જયંતિનો ઉત્સવે સવારથી અફવાઓ ચાલે છે કે રાજપૂત સંકલનની કોર કમિટીના સભ્યો ભાજપમાં જોડાવાના છે. આ અફવાઓને કોર કમિટીના સભ્યોએ રદીયો આપ્યો છે. કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સંકલન સમિતીના એક પણ સભ્ય ભાજપમાં જોડાવાના નથી. અમે શાંતિમય આંદોલન યથાવત રાખીશું. પરષોત્તમ રુપાલાના વિવાદાસ્પદ નિવેદનને 20 દિવસ નથી થયા અને હવે કિરીટ પટેલે જૂનાગઢમાં વાણી વિલાસ કર્યો છે. કિરીટ પટેલે કહ્યું કે,મત પેટી માથી રાજા જન્મે છે. તેમના આ નિવેદનથી ક્ષત્રિય સમાજની સાથે દિવ્યાંગોની પણ લાગણી દુભાઈ છે.
24મીએ ધર્મરથ નીકળશેઃ કિરીટ પટેલે આપેલ નિવેદન મુદ્દે ભાજપ સત્વરે સપષ્ટતા કરે તેવી માંગણી રાજપૂત સંકલન સમિતિએ કરી છે. તારીખ 24ના રોજ રાજકોટ, સુરત, જૂનાગઢમાં ધર્મરથ નીકળશે. 28મી તારીખે બારડોલી ખાતે સંમેલન કરવામાં આવશે. ગામેગામ મહિલાઓના પ્રતીક ઉપવાસ ચાલું રાખવામાં આવશે. ૭ મે સુધી રાજપૂતોનું આંદોલન ચાલુ રહેશે. આ લડાઈ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈની બની ગઈ છે. રાજપૂત સંકલન સમિતિનું માનવું છે કે રૂપાલા જેટલું બોલશે તેટલું ડેમેજ વધુ થશે.