ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર એરોમાં સર્કલ બાયપાસના જમીન સંપાદન મામલે ખેડૂતોનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - Palanpur Bypass Land Acquisition - PALANPUR BYPASS LAND ACQUISITION

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની ફરતે તૈયાર થઈ રહેલા બાયપાસ મામલે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે.ખેડૂતો દ્વારા સોમવારે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી બાયપાસ સંપાદનમાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી હતી અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

પાલનપુર એરોમાં સર્કલ બાયપાસના જમીન સંપાદન મામલે ખેડૂતોનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
પાલનપુર એરોમાં સર્કલ બાયપાસના જમીન સંપાદન મામલે ખેડૂતોનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

By ETV Bharat Gujarati Team

Published : Apr 2, 2024, 9:38 AM IST

50 ખેડૂત જમીન વિહોણાં બનશે

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુરનું હાઇવે સર્કલ પર ટ્રાફિક એ વર્ષો જૂની સમસ્યા છે. લોકો હાઇવે સર્કલ પર કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે. જે સમસ્યાનો નિવેડો લાવવા માટે સરકારે બાયપાસ મંજૂર કરી જમીન સંપાદન હાથ ધર્યું હતું. બાયપાસ માટે 100 મીટર જમીન સંપાદન કરવામાં આવશે જોકે ખેડૂતોની માંગ છે કે જમીન સંપાદન 30 મીટર હોવું જોઇએ અને જો જમીન સંપાદન 30 મીટર નહીં કરવામાં આવે તો અનિશ્ચિત મુદતના ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

50 ખેડૂત જમીન વિહોણાં : ખેડૂતપાલનપુર હાઇવે સર્કલ બાયપાસ માટે જમીન સંપાદન મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. ખેડૂતોએ તેમાં જણાવ્યું છે કે પાલનપુર સિટી માટે પાલનપુર બાયપાસ ફોર લેન રોડ બનાવવાની જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડેલ છે. તેમાં 15 ગામોનો સમાવેશ થાય છે તેમાં 60થી 100 મીટર સુધીના જમીન સંપાદન કરવામાં આવે છે. થરાદથી ગાંધીનગર ભારત માલા છ લેન રોડ બનાવવામાં જમીન સંપાદન 60 મીટરનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે તો પાલનપુર સિટીના બાયપાસ આટલી મોટી જમીન સંપાદન કરવામાં આવે તો 50 જેટલા ખેડૂતો જમીન વિહોણા બની જાય છે. તો આ જમીન સંપાદન 30 મીટર કરવામાં આવ્યું હતું.

અસરગ્રસ્ત ખેડૂતો પોતાની જમીન વિહોણા ન બને અને બાકી રહેતી જમીન પશુપાલન અને તેમના પરિવારનું ગુજરાન ચલાવી શકે જેથી અમારી રજૂઆતને ગુજરાત સરકાર તત્કાલિક જમીન સંપાદનનો ઘટાડો કરી ખેડૂતોની માંગણી ધ્યાનમાં લઇ નિર્ણય લેવામાં આવે તેવી વિનંતી કિસાન સંઘ દ્વારા પત્ર પાઠવી રજૂઆત કરી છે... માવજીભાઈ લોહ (પ્રમુખ, ભારતીય કિસાન સંઘ, બનાસકાંઠા)

  1. Surat: ઝંખવાવ ગામમાં રેલવે અને હાઇવે જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ સ્થાનિક જન પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી
  2. Kutch News: ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે સભા અને રેલી યોજાયા, મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યાં

ABOUT THE AUTHOR

...view details