કચ્છ:76માં પ્રજાસત્તાક દિવસે કચ્છની સરહદથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. BSFના જવાનોને કચ્છની સરહદ પર શંકાસ્પદ ગતિવિધિ જણાઈ આવતા વધુ તપાસ કરતા સમયે એક ઘૂસણખોર ઝડપાયો હતો. બોર્ડર પાસેથી શંકાસ્પદ ઘૂસણખોર ઝડપાયો હતો. જોકે પ્રાથમિક તપાસમાં કાઈ શંકાસ્પદ વસ્તુ તેની પાસેથી મળી આવી નથી. તો BSFના જવાનોએ ઝડપેલા પાકિસ્તાનીની હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે.
સીમા સુરક્ષા દળે પાકિસ્તાની ઘૂસણખોર યુવાનને ઝડપી પાડ્યો
કચ્છની સરહદ પરથી આજે સીમા સુરક્ષા દળે ઘૂસણખોર યુવાનને ઝડપી પાડ્યો હતો અને તપાસ દરમિયાન આ ઘૂસણખોરની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ છે. આ યુવાન પાકિસ્તાનના સિંધના બદીન જિલ્લાનો ખાવર નામનો પાકિસ્તાની નાગરિક છે. તો પ્રજાસતાક દિવસના ધ્યાનમાં રાખીને બીએસએફની આંતરરાષ્ટ્રીય સીમા પણ વિશેષ પેટ્રોલિંગ હાથ ધર્યું છે.