ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ પર ફરી એક વખત પાકિસ્તાનનો હાસ્યાસ્પદ દાવો, ભારત પર કબજો કર્યાનો આક્ષેપ - Ridiculous statement of Pakistan - RIDICULOUS STATEMENT OF PAKISTAN

જૂનાગઢ જિલ્લાને લઈને ફરી એક વખત પાકિસ્તાનના હાસ્યસ્પદ દાવાની જૂનાગઢમાં ભારે મજાક ઉડાવવામાં આવી રહી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા એવું નિવેદન જાહેર કરીને ફરી એક વખત જૂનાગઢને લઈને પાકિસ્તાન હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયું છે. Ridiculous statement of Pakistan

જુનાગઢ પર ફરી એક જૂનાગઢ પર ફરી એક વખત પાકિસ્તાનનો હાસ્યાસ્પદ દાવો, ભારત પર કબજો કર્યાનો આક્ષેપ પાકિસ્તાનનો હાસ્યાસ્પદ દાવો, ભારત પર કબજો કર્યાનો આક્ષેપ
જૂનાગઢ પર ફરી એક વખત પાકિસ્તાનનો હાસ્યાસ્પદ દાવો, ભારત પર કબજો કર્યાનો આક્ષેપ (Etv Bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 5:59 PM IST

જૂનાગઢ પર ફરી એક વખત પાકિસ્તાનનો હાસ્યાસ્પદ દાવો, ભારત પર કબજો કર્યાનો આક્ષેપ (Etv Bharat gujarat)

જૂનાગઢ:જિલ્લાને લઈને ફરી એક વખત પાકિસ્તાનના હાસ્યસ્પદ દાવાની જૂનાગઢમાં ભારે મજાક ઉડાવવામાં આવી રહી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા એવું નિવેદન જાહેર કરીને ફરી એક વખત જૂનાગઢને લઈને પાકિસ્તાન હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાયું છે. પાકિસ્તાન સરકાર દ્વારા જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છે અને ભારત જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો ધરાવે છે. તેવા દાવાને જૂનાગઢના ઇતિહાસકારોએ પાયા વિહોણા ગણાવ્યા છે અને સમગ્ર મામલામાં પાકિસ્તાનની સરકાર ત્યાંના લોકોને ગેરમાર્ગે દોરીને ભારત વિરુદ્ધ એક માહોલ ઊભો કરવાનું તરકટ રચી રહી હોવાનું પણ જણાવ્યું હતું.

જૂનાગઢ પર ફરી એક વખત પાકિસ્તાનનો હાસ્યાસ્પદ દાવો, ભારત પર કબજો કર્યાનો આક્ષેપ (Etv Bharat gujarat)

વધુ એક વખત પાકિસ્તાનનો હાસ્યસ્પદ દાવો:ફરી એક વખત પાકિસ્તાન સરકારે જૂનાગઢ તેમનું છે. તેવો હાસ્યાસ્પદ દાવો કર્યો છે. પાકિસ્તાન સરકાર દ્વારા જૂનાગઢ તેમનું છે અને ભારત તેના પર ગેરકાયદેસર કબજો ધરાવે છે તેવો હાસ્યાસ્પદ દાવો કરીને જૂનાગઢ પર પોતાનો કબજો જમાવવાનો નાપાક ઇરાદો જાહેર કર્યો છે. ભારતની આઝાદી વખતે જૂનાગઢના નવાબ જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરીને અહીંથી રફુચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ 9મી નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢના સ્થાનિક લડવૈયાઓ અને આંદોલનકારીઓ દ્વારા જૂનાગઢને સ્વતંત્ર ભારતનો હિસ્સો બનાવવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી પાકિસ્તાન અનેક વખત જૂનાગઢ તેમનું છે. તેવા હાસ્યસ્પદ દાવાઓ કરીને સમગ્ર વિશ્વમાં હાંસીપાત્ર બની રહ્યું છે.

જૂનાગઢ પર ફરી એક વખત પાકિસ્તાનનો હાસ્યાસ્પદ દાવો, ભારત પર કબજો કર્યાનો આક્ષેપ (Etv Bharat gujarat)

જૂનાગઢના નવાબનો પરિવારજનો દ્વારા તાજપોશી: ભારત આઝાદ થયું ત્યારે 1947માં નવાબ સહિત તેનો સમગ્ર પરિવાર પાકિસ્તાન પલાયન થઈ ગયો હતો તેમ છતાં તેઓ આજે પણ જૂનાગઢને પોતાનું ગણાવી રહ્યા છે. જૂનાગઢના નવાબના પરિવારજનો દ્વારા લાહોરમાંથી જૂનાગઢના નવાબની જાહેરાત અને તાજપોશી પણ કરવામાં આવી હતી. આ પ્રકારનું હાસ્યસ્પદ નિવેદન અને દાવો પાકિસ્તાનની સરકાર જ નહીં પરંતુ જૂનાગઢના નવાબના પરિવારજનો પણ કરી રહ્યા છે. તેમાં હવે 2 દિવસ પૂર્વે પાકિસ્તાનની સરકારે ફરી એક વખત જૂનાગઢ પાકિસ્તાનનું છે. તેવો દાવો કરીને વૈશ્વિક સ્તરે પોતાની જાતને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી છે.

ઇ.સ. 1947 બાદ જૂનાગઢમાં મતદાન:જ્યારે જૂનાગઢના નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરીને પાકિસ્તાન પલાયન થઈ ગયા હતા. ત્યારે ભારતને આઝાદી મળી ત્યારે ભારત પાકિસ્તાન અને સ્વતંત્ર રહેવાની વિકલ્પ આપવામાં આવ્યો હતો. ભારત માંથી પાકિસ્તાન છૂટું પડ્યું પરંતુ નવાબના દાવાનો સ્વીકાર પાકિસ્તાનને આજ દિન સુધી કર્યો નથી. નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરી દીધું પરંતુ પાકિસ્તાનની સરકારે સત્તાવાર રીતે જૂનાગઢમાં નવાબનું શાસન પૂરું થાય છે અને ત્યાં પાકિસ્તાનની સરકારના કાયદાનું શાસન છે. તેવું ક્યારેય લેખિત કે અન્ય કોઈ માધ્યમથી સ્વીકાર્યું નથી. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાન વારંવાર જૂનાગઢ પર તેમનો દાવો કરીને હાસ્યસ્પદ અને ક્ષોભજનક સ્થિતિમાં પણ મુકાય છે.

20 ફેબ્રુઆરી 1948 માં રેફરેન્ડમ:આઝાદી વખતે નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરી દેતા જુનાગઢમાં પણ ઉગ્ર વિરોધ અને ભારત સાથે જોડાવાનુ એક આંદોલન શરૂ થયું હતું. જેની આગેવાની સરદાર પટેલે લીધી હતી. ત્યારબાદ 20મી ફેબ્રુઆરી 1948ના દિવસે જૂનાગઢમાં લોકમત લેવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢમાં નોંધાયેલા 1,90,789 જેટલા મતદારોએ ભાગ લીધો હતો. જેમાં ભારત અને પાકિસ્તાનમાં રહેવા માટે લાલ અને લીલા રંગની મત પેટીઓ રાખવામાં આવી હતી. જેમાં માત્ર 91 મત પાકિસ્તાનમાં જૂનાગઢના જોડાણ સાથે સહમત થયા હતા.

આ પણ વાંચો:

  1. જાણો, કેવા ગણપતિનું સ્થાપન ઘરમાં શ્રેષ્ઠ, 12 રાશિઓ કઈ રીતે પૂજન કરવું અને ક્યા મંત્ર જાપ કરવા - Ganesh Chaturthi 2024
  2. ભુજમાં ગણેશજીની મૂર્તિના વેપારીઓ અવનવી મૂર્તિઓ લાવ્યા, મૂર્તિઓના વેંચાણમાં ઘટાડો - ganesh utsav 2024

ABOUT THE AUTHOR

...view details