અમદાવાદની શારદાબહેન હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન (Etv Bharat gujarat) અમદાવાદ:કોલકત્તાની આર.જી. મેડિકલ કોલેજ ખાતે જે મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાનો બનાવ બન્યો હતો. તેના પડઘા સમગ્ર દેશની અંદર પડ્યા છે. ત્યારે અમદાવાદ શહેરની અંદર પણ તેના વિરોધ પ્રદર્શન અને વિવિધ કાર્યક્રમો જોવા મળી રહ્યા છે.
મૌન રેલી અથવા પ્લેકાર્ડ બતાવીને વિરોધ:પશ્ચિમ બંગાળના કલકત્તામાં બનેલી ઘટના સામે સમગ્ર દેશમાં સતત વિરોધ જોવા મળી રહ્યો છે. જેનાથી અમદાવાદ પણ બાકાત નથી. કોઈએ મૌન રેલી કાઢીને કોઈ નારાઓ લગાવીને કોઈ પ્લે કાર્ડ બતાવીને તો કોઈ કેન્ડલ માર્ચ કાઢીને આ ઘટનામાં વિરોધ કરી રહ્યા છે.વિરોધ કરતા લોકો અને ડોક્ટરો મહિલા ડોક્ટરો પર થતા અત્યાચારો બંધ થાય તે માટે કાયદો બનાવવાની વાતો કરી રહ્યા છે.
હોસ્પિટલને સેફ ઝોન જાહેર કરવાની માંગ: અમદાવાદ ખાતે આવેલી શારદાબેન હોસ્પિટલમાં સિનિયર ડોક્ટરો દ્વારા ઓપીડી ચાલુ રાખતા રેસિડેન્ટ ડોક્ટરો બધી જ ઓપીડીના દરવાજા પર જઇને વિરોધ કર્યો હતો. મૃત ડોક્ટરને ન્યાય મળે ડોક્ટરોની સલામતી માટે કાયદાઓ ઘડવામાં આવે અને હોસ્પિટલને સેફ ઝોન જાહેર કરવામાં આવે તે પ્રકારની માંગણીઓ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે.
રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન:બધા આમ પોતપોતાની રીતે વિરોધ કરી રહ્યા છે. ત્યારે શારદા બહેન હોસ્પિટલ ખાતે રેસીડેન્સ ડોક્ટરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી અને આ ઘટનાનો વિરોધનો લાવવામાં આવ્યો હતો. અને ડોક્ટરો દર્દીઓનો જીવ બચાવે છે તેમની સલામતી શું ? તે પ્રકારનું પ્રશ્ન પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો.
- રાજકોટના મુસ્લિમ યુવકની શિવજીમાં અનેરી આસ્થા, 33 વર્ષથી કરે છે શિવપૂજા - MUSLIM SHIV BHAKAT
- મુન્દ્રાની ભૂખી નદીના ખાડામાં ડૂબી જતા 2 બાળકોના કરૂણ મોત - 2 children died due to drowning