ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓર્ગેનિક સેનેટરી પેડ સ્ટાર્ટઅપ ફાઉન્ડર શિવાની મિત્તલ યુદ્ધક્ષેત્રની મહિલાઓ માટે મોકલે છે ડીગ્નિટી કિટ - Organic Sanitary pads - ORGANIC SANITARY PADS

લંડનની લાખો રૂપિયાની નોકરી છોડીને ભારત આવેલા શિવાની મિત્તલે ઓર્ગેનિક કોટન સેનેટરી પેડ્સનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. શિવાની યુક્રેન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિમાં પ્રભાવિત વિસ્તારની મહિલાઓને ફ્રી સેનેટરી પેડ અને અન્ય જરૂરી ડીગ્નિટી કિટ પણ આપી રહી છે.

ઓર્ગેનિક સેનેટરી પેડ સ્ટાર્ટઅપ ફાઉન્ડર શિવાની મિત્તલ યુદ્ધક્ષેત્રની મહિલાઓ માટે મોકલે છે ડીગ્નિટી કિટ
ઓર્ગેનિક સેનેટરી પેડ સ્ટાર્ટઅપ ફાઉન્ડર શિવાની મિત્તલ યુદ્ધક્ષેત્રની મહિલાઓ માટે મોકલે છે ડીગ્નિટી કિટ

By ETV Bharat Gujarati Team

Published : Apr 9, 2024, 2:16 PM IST

યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ડીગ્નિટી કિટ પહોંચાડી

સુરત : લંડન જેવા શહેરમાં લાખો રૂપિયાની નોકરી છોડીને ભારત પરત ફર્યા બાદ શિવાની મિત્તલે ભારતની મહિલાઓ માટે ઓર્ગેનિક કોટન સેનેટરી પેડ્સનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. ઓવેરિયન કેન્સરને કારણે નાનીના મૃત્યુ પછી શિવાનીને મહિલાઓને જાગૃત કરવાનો વિચાર આવ્યો. જેથી શિવાનીએ ઓર્ગેનિક સેનિટરી પેડ સ્ટાર્ટઅપની શરૂઆત કરી. એટલું જ નહીં શિવાની યુક્રેન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની સ્થિતિમાં પ્રભાવિત વિસ્તારની મહિલાઓને ફ્રી સેનેટરી પેડ અને અન્ય જરૂરી ડીગ્નિટી કિટ પણ આપી રહી છે.

ઓર્ગેનિક કોટન સેનેટરી પેડ્સનું સ્ટાર્ટઅપ

અંગત ઘટના બની પ્રેરણા : લંડન જેવા શહેરમાં ઉદ્યોગસાહસિકતા જેવા વિષયમાં માસ્ટર ડિગ્રી કરનાર સુરતની 28 વર્ષીય શિવાની મિત્તલ 40 લાખ રૂપિયાની નોકરી છોડીને ભારત એક ખાસ ઉદ્દેશ્ય સાથે આવી. જ્યારે શિવાની મિત્તલને ખબર પડી કે તેની નાની ઓવેરિયન કેન્સરથી મૃત્યુ પામી છે ત્યારે તે દુઃખી થઈ ગઈ. કારણ કે તેની નાની સ્વસ્થ હતી અને સ્વસ્થ આહાર પણ લેતી. તેને આ કેન્સર શા માટે થયું તે અંગે રિસર્ચ કરવાની શરૂઆત કરી ત્યારે તેને ખબર પડી કે વિશ્વભરમાં બીજા મિનિટે મહિલાઓ સર્વાઇકલ કેન્સર કે ઓવેરિયન કેન્સરથી મૃત્યુ પામે છે જેની પાછળ મુખ્ય કારણ અન હાઈજિન અને કેમિકલયુક્ત પેડ પણ છે.

સેનિટરી પેડ્સને વિઘટિત થવામાં 500 વર્ષ લાગે :શિવાનીએ પોતાની એક મિત્ર સાથે સ્ટાર્ટઅપ શરૂ કર્યું. સ્ટાર્ટઅપ હેઠળ, શિવાનીએ મહિલાઓને ઓવેરિયન અને સર્વાઇકલ કેન્સરથી બચવા માટે એક હાઇજીન ઓર્ગેનિક પેડ બનાવ્યું છે જે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય સેનિટરી પેડ્સને વિઘટિત થવામાં 500 વર્ષ લાગે છે, જે પૃથ્વી માટે હાનિકારક છે અને તેમાં રહેલા રસાયણોને કારણે મહિલાઓના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. આ બંને સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે શિવાનીએ આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું. શિવાનીએ સરળતાથી નિકાલ કરી શકાય તેવું પેડ બનાવ્યું છે જે સામાન્ય સેનેટરી પેડની કિંમત કરતાં સસ્તું છે.

કેમિકલ અને પ્લાસ્ટિક ફ્રી : શિવાની મિત્તલે જણાવ્યું હતું કે, નાનીના મૃત્યુ બાદ તેમણે ઓર્ગેનિક પેડના સ્ટાર્ટઅપની શરૂઆત કરી. તેનું સૌથી મોટું કારણ હતું સર્વાઇકલ કેન્સર. આ એક એવો વિષય છે જેના પર આજેય લોકો ખુલીને વાત કરતા નથી. જોકે, આ સમસ્યા મહિલાઓ માટે ખુબ મોટી છે. તેથી તેઓએ સોલ્યુશન આપવા ઓર્ગેનિક કોટનથી બનેલા પેડ્સ બનાવવાની શરૂઆત કરી. જે કેમિકલ અને પ્લાસ્ટિક ફ્રી હોય છે. જેનાથી મહિલાઓને કેન્સર થવાના અને પર્યાવરણને નુકસાનની શક્યતા ઘટી જાય છે. તેઓ સમાજને પિરિયડ્સ અને વિમેન હેલ્થ વિશે સારી રીતે અવેર કરવા માંગે છે. તેઓ ઇચ્છે કે ઘરના સભ્યો મહિલાઓની તકલીફો વિશે જાણે.

સ્વચ્છતાના અભાવે મહિલાઓ હોર્મોનલ અસંતુલન અને કેન્સર સહિત અન્ય અનેક રોગોનો ભોગ બની શકે છે. કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી તેમને શું નુકસાન થઈ શકે છે તેની મહિલાઓને જાણ હોતી નથી.અમે માત્ર ઓર્ગેનિક પ્રોડક્ટ્સ જ નથી વેચતા પણ મશીનો પણ લગાવી રહ્યા છીએ જેથી મહિલાઓ તેને સરળતાથી મેળવી શકે...શિવાની મિત્તલ (સ્ટાર્ટઅપ ફાઉન્ડર )

5000 કિટ પહોંચાડી : શિવાનીએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલ અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અમે એક કિટ બનાવી છે. જે અમે ગાઝા અને આસપાસના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં આ ડીગ્નિટી કિટ પહોંચાડી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે 5000 કિટ પહોંચાડી છે. અમે આ કિટ એનજીઓ દ્વારા ત્યાંના મહિલાઓ સુઘી પહોંચાડી રહ્યા છીએ. મહિલાઓ માટે સેનિટરી પેડ સહિત જરૂરી વસ્તુઓ આ કિટ ઉપલબ્ધ છે અને આગામી દિવસોમાં પણ અમે 20000 કીટની ઓળખ કરી રહ્યા છીએ, જો જરૂર પડશે તો અમે તે પછી પણ કિટ પહોંચાડીશું.

  1. વેસ્ટમાંથી બનાવ્યા બેસ્ટ પેડ: પર્યાવરણ જાગૃતિ સાથે મહિલાઓને મળી રોજગારી
  2. વિદ્યાર્થીઓએ ઈકોફ્રેન્ડલી પોસાય તેવા વોશેબલ સેનિટરી પેડ્સ વિકસાવ્યા, હવે IIT કરશે મદદ

ABOUT THE AUTHOR

...view details