જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ખર્ચ અને આવકને લઈને વિપક્ષ અને શાસક સામસામે (Etv Bharat gujarat) જૂનાગઢ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ખર્ચ અને આવકને લઈને વિપક્ષ અને શાસક સામસામે થતા જોવા મળી રહ્યા છે. ગઈકાલે વિપક્ષ દ્વારા ત્રણ મહિના દરમિયાન આવકની સામે ખર્ચને લઈને સવાલો ઊભા કર્યા છે. ત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સતાધીશો દ્વારા આ આંકડાને ખોટા અને સત્યથી દુર ગણાવ્યા છે. જેને લઈને વિપક્ષે શાસકને સમગ્ર મામલામાં જાહેર મંચ પરથી આંકડા સાથે ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે.
જૂનાગઢ મનપાના શાસકોને વિપક્ષનો ત્રણ મહિનાના ખર્ચને લઈને આંકડા સાથે ચર્ચા કરવા પડકાર (Etv Bharat gujarat) 3 મહિનાના ખર્ચ અને આવક પર શાસક અને વિપક્ષ સામસામે: જૂૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક નવો વિવાદ સામે આવે તો નવાઈ નહીં. પાછલા 3 મહિના દરમિયાન આવક અને ખર્ચને લઈને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર લલિત પરસાણા એ પાછલા 3 મહિના દરમિયાન જે રીતે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની હિસાબી કેટલ પાઉડ ફાયર ઘરવેરા લીગલ સ્ટ્રીટ મહેકમ રેવન્યુ ટેક્સ સેનિટેશન સહિતની શાખાઓ દ્વારા આવકની સામે જે ખર્ચ દર્શાવ્યો છે. તેને ખૂબ મોટો ગણાવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો સામે વિપક્ષે પ્રજાના પૈસાનો ગેરવલ્લે અને ખોટી રીતે ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ખર્ચ અને આવકને લઈને વિપક્ષ અને શાસક સામસામે (Etv Bharat gujarat) શાસકે તમામ આરોપોને નકાર્યા:જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા વિપક્ષે આવક અને ખર્ચને લઈને જે વિગતો જાહેર કરી છે. તેને અપૂરતી અધૂરી માહિતી વાળી ગણાવીને સમગ્ર મામલામાં કોર્પોરેશન દ્વારા આવકની સામે વધારે ખર્ચ કઈ રીતે કરી શકાય તેવો અતાર્કિક મુદ્દો ઊભો કરીને વિપક્ષ લોકોની વચ્ચે જવા માંગે છે. સમગ્ર મામલાને લઈને વિપક્ષ દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને આવક અને ખર્ચને લઈને જાહેર મંચ પરથી આંકડાઓ અને હકીકત સાથે જાહેર ચર્ચા કરવા પડકાર ફેંક્યો છે. આગામી દિવસોમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં જઈ રહ્યું છે. ત્યારે આ મુદ્દો પણ ચૂંટણીના સમયમાં રાજકીય રીતે મહત્વનો બની શકે છે. હાલ તો વિપક્ષ દ્વારા સત્તાપક્ષને જે પડકાર ફેંકવામાં આવ્યો છે. તે મુજબ સત્તા પક્ષ કોઈ ખુલાસો કરે તો સમગ્ર મામલામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ખર્ચ અને આવકને લઈને વિપક્ષ અને શાસક સામસામે (Etv Bharat gujarat) 3 મહિના દરમિયાન થયેલ આવક જાવક ખર્ચની વિગત:જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના હિસાબી અધિકારી દ્વારા વિપક્ષના કોર્પોરેટરને આપવામાં આવેલી વિગતોમાં 1લી એપ્રિલ થી લઈને 30 મી જુન 2024 સુધી આવક ખર્ચ અને તેની વચ્ચેનો તફાવત કોર્પોરેટર લલિત પરસાણાને આપ્યો છે. તે મુજબ રેવન્યુ Rs 39.89.49.526 તેની સામે ખર્ચ Rs 42.60.31.943 આવક અને ખર્ચનો તફાવત Rs -2.70.82.417.00 તેવી જ રીતે કેપિટલ ખર્ચ Rs 2.45.88.919.00 ની આવક સામે ખર્ચ Rs 48.08.46.597.00 આવક અને ખર્ચનો તફાવત - Rs 45.62.57.678.00 તેવીજ રીતે અન્ય ખર્ચની આવક જોઈએ. તો Rs 8.67.34.230.00 જેની સામે ખર્ચ Rs 5.00.46.449.00 અન્ય ખર્ચ અને આવકનો તફાવત Rs 3.66.87.781.00 પાછલા ત્રણ મહિના દરમિયાન રેવન્યુ કેપિટલ અને અન્ય ખર્ચની આવક Rs 51.02.72.675.00 જેની સામે ખર્ચ Rs 95.69.24.989.00 ખર્ચ અને આવક નો તફાવત Rs - 44.66.52.314.00 સામે આવ્યો છે .જેને લઈને વિપક્ષ શાસક સામે પ્રજાના ટેક્સના નાણાંનો દુરુપયોગ અને ખોટી જગ્યાએ વાપરવાના આવ્યા છે તેવો આક્ષેપ કર્યો છે.
- ભાવનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત, શાસકોનું એક જ ગાણું "કાર્યવાહી શરૂ છે" - bhavanagar municipality
- રાજ્ય સરકાર વિવિધ સરકારી હોસ્પિટલોમાં 1110 તબીબોની ભરતી કરશે - 1110 doctors