ગાંધીનગર:પોલીસ વિભાગમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોકરક્ષક અને PSI ભરતી માટે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી કરી શકાશે. જેમાં ખાસ કરીને કોલેજના અંતિમ વર્ષ અને ધોરણ 12માં પાસ થયેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે. આ સાથે અગાઉ અરજી કરવામાં બાકી રહેલા ઉમેદવારોને પણ તક આપવામાં આવશે. અરજી કરવા માટે 2 સપ્તાહના સમય સાથે અરજીકર્તાઓને તક આપવામાં આવી છે.
LRD અને PSI ભરતીમાં હાલમાં ધોરણ 12 અને સ્નાતક પરીક્ષા આપનારને તક, જાણો ક્યારે ભરાશે ફોર્મ - lokrakshak dal PSI recruitment 2024
LRD અને PSI ભરતીના ફોર્મ ભરવાનો અને ફી ભરવાનો સમય પણ પૂર્ણ થઈ ગયો છે. હાલમાં ઉનાળો અને આગામી દિવસોમાં ચોમાસાની સિઝન આવતી હોવાથી ઉમેદવારોની શારીરિક કસોટી ચોમાસા બાદ લેવાનો નિર્ણય પોલીસ ભરતી બોર્ડએ કર્યો છે. અત્યારે જેમણે ધોરણ 12 અને સ્નાતકની પરીક્ષા આપી હશે અને જેમના પરિણામ બાકી છે તેવા યુવાનોને ફરીથી તક આપવામાં આવશે. હાલમાં ઉમેદવારે ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તેમને ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ફોર્મ ભરવાની નવી તક આપવામાં આવશે.
Published : May 13, 2024, 3:19 PM IST
પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે કેટલાક ઉમેદવારોના મનમાં એવા પ્રશ્નો છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ધોરણ 12 અને સ્નાતકની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને જ ભરતીમાં તક મળશે. અથવા અન્ય કોઈ કારણસર હાલ તેઓ અરજી કરવા માટે લાયક નથી. પરંતુ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં તેઓ અરજી માટે લાયક થઈ જશે. તે તમામ ઉમેદવારોને તક આપવામાં આવશે. તેવા ઉમેદવારોને જણાવવાનું કે જ્યારે અરજી કરવાની તક મળશે ત્યારે લાયક તમામ ઉમેદવારો અરજી કરી શકશે. તેમની શારીરિક-શૈક્ષણિક લાયકાત મેળવી હોય, ઉંમરની દ્રષ્ટિએ પણ લાયક હોય તેવા તમામ ઉમેદવારોને તે વખતે અરજીમાં તક આપવામાં આવશે. એવા કોઈ પણ ઉમેદવાર જો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તો તેઓ અત્યારથી તૈયારી શરૂ કરી શકે છે.
લોકરક્ષક દળ તથા પીએસઆઇની ભરતીનો સમય 30 એપ્રિલના રોજ પૂર્ણ થયો છે. અત્યાર સુધી પીએસઆઇ માટે 42,951 અરજી આવી છે. ફક્ત લોકરક્ષક દળ માટે અરજી કરી હોય તેવા ઉમેદવારોની 5.72 લાખ જેટલી અરજી આવી છે. લોકરક્ષક દળ અને પીએસઆઇની સાથે મળીને 4.10 લાખ જેટલી અરજીઓ આવી છે. કુલ અરજીઓ અંદાજિત 10,26,790 થાય છે. તેમાંથી પીએસઆઇ માટે 4,53,000 અને લોકરક્ષક દળ માટે 9,83,000 સહિત કુલ અંદાજિત 14.36 લાખ જેટલી અરજીઓ આવી છે.