ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં આંતર રાજ્ય વન પેદાશોના પરિવહન થશે સરળ, ‘વન નેશન, વન ટ્રાન્ઝિટ પાસ’ સિસ્ટમ અમલમાં મુકાઇ - One Nation One Transit Pass system - ONE NATION ONE TRANSIT PASS SYSTEM

ગુજરાતમાં ‘વન નેશન, વન ટ્રાન્ઝિટ પાસ’ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા આંતર રાજ્ય વન પેદાશોના પરિવહન માટેના ‘વાહતુક પાસ’થી વેપાર-પરિવહનમાં વધુ ઝડપ-પારદર્શકતાની સાથે ખેડૂતોની આવક વધશે. આથી ‘રાષ્ટ્રીય પરિવહન પાસ’ પ્રણાલી માટેના વેબ પોર્ટલ-મોબાઈલ એપનો ગુજરાતમાં આજથી અમલ શરૂ કરાયો છે. સંપૂર્ણ બાબત જાણવા માટે વાંચો આ અહેવાલમાં. One Nation One Transit Pass system

ગુજરાતમાં આંતર રાજ્ય વન પેદાશોના પરિવહન થશે સરળ
ગુજરાતમાં આંતર રાજ્ય વન પેદાશોના પરિવહન થશે સરળ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 8:52 PM IST

ગાંધીનગર: દેશમાં વન પેદાશોના વહનમાં વધુ સરળતા તેમજ ઝડપ આવે તે માટે ‘વન નેશન, વન ટ્રાન્ઝિટ પાસ’ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં ‘વન નેશન, વન ટ્રાન્ઝિટ પાસ’ સિસ્ટમ અંતર્ગત આંતર રાજ્ય વન પેદાશોના પરિવહન માટેના ‘ઈ-વાહતુક પાસ’ના અમલથી વેપાર તેમજ પરિવહનમાં વધુ ઝડપ-પારદર્શકતાની સાથે ખેડૂતો-વેપારીઓની આવક વધશે.

વન નેશન, વન ટ્રાન્ઝિટ પાસ’ સિસ્ટમ અમલમાં મુકાઇ (Etv Bharat Gujarat)

વન નેશન, વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ:ગાંધીનગરથી કેન્દ્રની ‘રાષ્ટ્રીય પરિવહન પાસ’ પ્રણાલી માટેના ડેસ્કટોપ આધારીત વેબ પોર્ટલ તેમજ મોબાઈલ એપ્લિકેશનનો ગુજરાતમાં આજથી અમલ કરવામાં આવ્યો હતો. વન મંત્રી મૂળુભાઈએ ‘રાષ્ટ્રીય પરિવહન પાસ’ પ્રણાલી અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, જયારે એક રાજ્યથી બીજા રાજ્યમાં વન પેદાશો લઇ જવામાં આવે છે ત્યારે બોર્ડર-ચેકપોસ્ટ ઉપર જે તે રાજ્યના નિયમો મુજબ રકમ વસૂલ કરી નવેસરથી ટ્રાન્ઝિટ પાસ ઇસ્યુ કરવાની પ્રથા અમલમાં હતી. દરેક રાજ્યના નિયમો અને ટ્રાન્ઝિટ પાસની રકમ તેમજ સત્તાવાર ભાષા અલગ હોવાથી વન પેદાશોના પરિવહનમાં બાધા અનુભવાતી હતી. આ વહીવટી મુશ્કેલીઓ નિવારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘One Nation, One Transit Pass’ના હેતુથી ‘રાષ્ટીય પરિવહન પાસ પ્રણાલી’ના અભિગમને શરૂ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ ખાનગી જમીનો, સરકારી, ખાનગી ડેપો અને અન્ય વન પેદાશોનું અંતરરાજ્ય અને આંતર રાજ્ય પરિવહન માટે ટ્રાન્ઝિટ પાસે દેખરેખ અને રેકોર્ડ રાખવામાં મદદ કરે છે.

ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિ અપનાવાશે: આ ડેસ્કટોપ આધારિત વેબ પોર્ટલ તેમજ મોબાઈલ એપ્લિકેશન (.apk) તરીકે ઉપલબ્ધ છે. વેબ-પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા અધિકૃત વન પેદાશો માટે ટ્રાન્ઝિટ પાસ-(TP) અથવા મુક્તિ આપેલ જાતો માટેનો નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ-(NOC) માટેની અરજીઓની ઓનલાઈન નોંધણી અને સબમિશન કરી શકાય છે. ખેડૂત મિત્રો દ્વારા ખાનગી જમીન પર ઉગાડવામાં આવતી પ્રજાતિઓ માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકાય છે. વિવિધ જાતિઓની શ્રેણીના આધારે ટ્રાન્ઝિટ પાસે અથવા એનઓસી ઓનલાઇન ઇસ્યુ કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાન્ઝિટ પાસ દીઠ રકમ રૂપિયા 20 જે અગાઉ રોકડમાં લેવામાં આવતી હતી જે બંધ કરી હવે પોર્ટલ અથવા મોબાઈલ એપમાં સંપૂર્ણ રીતે ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિથી લેવામાં આવશે.

QR કોડ ધરાવતા પાસ ઇસ્યુ કરવા: લાકડું અને અન્ય ગૌણ વન પેદાશો માટે ભૌતિક રીતે વન કચેરીઓમાં ગયા વિના ઘરે બેઠા ઝડપથી પાસ ઇસ્યુ થશે. મેન્યુઅલ પેપર આધારિત ટ્રાન્ઝિટ પાસને બદલે QR કોડ ધરાવતા પાસ ઇસ્યુ કરવામાં આવે છે. વેપાર કરવામાં સરળતા ખાતર વન પેદાશોના પરિવહન માટે હવે સમગ્ર ભારત માટે એક જ પાસની જરૂરીયાત રહેશે. મોબાઈલ એપની મદદથી રાજ્યની સરહદોથી મૂળ સ્થાનથી ગંતવ્ય સુધી કોઈપણ પ્રકારની અડચણ વગર પરિવહન શક્ય બનશે. લાકડા આયાતકારો, ઉત્પાદકો, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોને પાસ મેળવવામાં અને ફોરેસ્ટ ચેકપોસ્ટ પર થતી વિલંબ ને નિવારણ થશે. ‘Ease of Doing Business’ના પરિણામે અગ્રોફોરેસ્ટ્રી પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળશે. આ સાથે પરિવહન ખર્ચ અને સમયની બચતથી ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે તેના બદલામાં ખેડૂતોની આવક વધારવામાં મદદ થશે.

વેબસાઇટ પર મોનીટરીંગ કરવામાં આવશે: નેશનલ ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ-NTPSની કાર્ય પદ્ધતિ મુજબ અરજદાર દ્વારા સૌ પ્રથમ ઓનલાઈન અરજી કરવાની રહેશે. સક્ષમ સત્તાધિકારી દ્વારા વન પેદાશની ચકાસણી બાદ ઓનલાઈન વાહતુક પાસ ઇસ્યુ કરવામાં આવશે. રૂટમાં સંબંધિત ચેક પોસ્ટ પર પાસની ઓનલાઈન ચકાસણી બાદ વન પેદાશની લઇ જવાની અનુમતિ આપવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહીનું વેબ પ્લેટફોર્મ https//:ntps.nic.in ઉપર સતત મોનીટરીંગ પણ કરવામાં આવશે.

રાષ્ટ્રીય પરિવહન પાસ પ્રણાલીના ફાયદા:

  1. વન પેદાશના પરિવહનના હેતુથી સમગ્ર ભારત માટે એક જ ‘વાહતુક પાસ’
  2. પેપર આધારિત પાસને બદલ QR કોડ ધરાવતા પાસ ઇસ્યુ કરાશે
  3. વન વિભાગની કચેરીમાં ગયા વિના ઘરે બેઠા પાસ મેળવી શકાશે
  4. વિવિધ ચેક પોસ્ટ પર ખેડૂતો અને વેપારીઓને પડતી મુશ્કેલીઓના આધુનિક ટેકનોલોજી આધારિત નિરાકરણ
  5. ખેડૂતો દ્વારા ખાનગી જમીન પર ઉગાડવામાં આવતી પ્રજાતિઓ માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકાશે
  1. મોહરમના તહેવારને લઇ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બેઠક યોજાઈ - surat Police held a meeting
  2. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાળકો અને મહિલાઓનું શોષણ કરતા સાધુઓ સામે વિરોઘ - Protest against Swaminarayan Sadhus

ABOUT THE AUTHOR

...view details