જૂનાગઢ : રમઝાન માસ પૂર્ણ થતા જ મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઈદ-ઉલ ફિત્રની ઉજવણી ધાર્મિક ભાઈચારાના વાતાવરણની વચ્ચે કરી હતી. જૂનાગઢની સૌથી જૂની ઇદગાહ મસ્જિદ ખાતે આજે ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા અને સૌ કોઈને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવી હતી. 30 દિવસના રમઝાન માસના રોઝા આજે પૂર્ણ થયા છે. જેના ઉપ્લક્ષમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી થતી હોય છે. ત્યારે નવાબીનગર જૂનાગઢમાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાઝ અદા કરીને એકમેકને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવી હતી.
જૂનાગઢની સૌથી જૂની ઇદગાહ મસ્જિદમાં ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરતાં મુસ્લિમ બિરાદરો - Eid ul Fitr Namaz - EID UL FITR NAMAZ
આજે રમઝાન મહિનો પૂર્ણ થતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ખૂબ જ ધાર્મિક આસ્થા અને કોમી ભાઈચારાના વાતાવરણની વચ્ચે ઉજવણી થઇ છે. ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરીને સૌ કોઈને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવી હતી. સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઇદગાહ મસ્જિદે નમાઝ અદા કરવા ઉમટી પડ્યાં હતાં.
Published : Apr 11, 2024, 12:48 PM IST
વૈશ્વિક ભાઈચારા માટે નમાઝ અદા કરાઈ : ઈદ ઉલ ફેિત્રના પવિત્ર પ્રસંગે સમગ્ર વિશ્વમાં ભાઈચારો સ્થપાય તે માટે જૂનાગઢની સૌથી જૂની ઈદગાહ મસ્જિદે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાઝ અદા કરી હતી. સમગ્ર વિશ્વમાં ભાઈચારાનું વાતાવરણ પેદા થાય. પ્રત્યેક ધર્મ એકબીજાનું સન્માન કરે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના મન મોટાવ અને ભેદભાવો દૂર થાય. જીવમાત્રનું કલ્યાણ થાય અને પ્રત્યેક જીવને પડી રહેલી મુશ્કેલીમાંથી અલ્લાહ છુટકારો અપાવે તે માટે પણ ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી.
મુસ્લિમ બિરાદરો નમાઝ માટે ઉમટી પડ્યાં :રમઝાન ઈદનો તહેવાર કોમી ભાઈચારા અને ખુશીના તહેવાર તરીકે પણ મનાવવામાં આવે છે. ત્યારે આજે નમાઝ પૂર્ણ થયા બાદ પ્રત્યેક નમાઝીએ એકમેકને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે પણ મુબારકબાદી પાઠવી હતી.ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરીને સૌ કોઈને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવી હતી. સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઇદગાહ મસ્જિદે નમાઝ અદા કરવા ઉમટી પડ્યાં હતાં.