રાજકોટ:રાજ્યભરની સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ માટે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ આ વર્ષથી શરૂ કરવામાં આવ્યુ છે. NSUI દ્વારા GCAS ખાનગી યુનિવર્સિટીઓને લાભ અપાવતું પોર્ટલ છે. જેનાથી ખાનગી વિશ્વ વિદ્યાલયોને ફાયદો તો સરકારી યુનિવર્સિટી-ગ્રાન્ટેડ કોલેજોને નુકસાન કરવાનું ષડયંત્ર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NTA અને GCAS પોર્ટલનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIએ હવન-રામધૂન બોલાવી GCAS પોર્ટલ અને NTAનો કર્યો વિરોધ - GCAS portal and NTA opposed - GCAS PORTAL AND NTA OPPOSED
રાજ્યભરની સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ માટે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ આ વર્ષથી શરૂ કરવામાં આવ્યુ છે. NSUI દ્વારા GCAS ખાનગી યુનિવર્સિટીઓને લાભ અપાવતું પોર્ટલ છે. NSUIએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવન-રામધૂન બોલાવીને GCAS પોર્ટલ અને NTAનો વિરોધ કર્યો. protest against gcas portal
Published : Jun 30, 2024, 12:15 PM IST
ગુજરાતમાં GCAS પોર્ટલ રદ કરવા માંગ: તેણે કહ્યું કે, NEETની ફરીથી પરીક્ષા લેવા તેમજ કૌભાંડમાં સંડોવાયેલ આરોપીઓને કડક સજા આપવા માંગ કરવામાં આવી છે, જ્યારે ગુજરાતમાં GCAS પોર્ટલ રદ કરવા અમારી માંગ છે. કારણ કે, આ પોર્ટલથી ખાનગી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેમને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. GCAS ખાનગી યુનિવર્સિટીઓને લાભ અપાવતું પોર્ટલ છે. જેનાથી ખાનગી વિશ્વ વિદ્યાલયોને ફાયદો તો સરકારી યુનિવર્સિટી-ગ્રાન્ટેડ કોલેજોને નુકસાન કરવાનું ષડયંત્ર છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવન કરીને વિરોધ નોંઘાવ્યો:રાજ્ય અને કેન્દ્ર બન્નેમાં ભાજપ સરકાર છે, માટે સરકારને ભગવાન સદબુદ્ધિ આપે એ માટે આજે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં હવન કરી વિરોધ નોંધાવ્યો છે. જેથી પોલીસે NSUI આગેવાનોની ટીંગાટોળી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1,18,240 સીટ સામે 47,714 વિદ્યાર્થીએ એડમિશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં એજ્યુકેશન, સાયન્સ, આર્કિટેક્ચર, આર્ટસ, બિઝનેસ મેનેજમેન્ટ, કોમર્સ, મેડિકલ, હોમ સાયન્સ, લો, પરર્ફોર્મિંગ આર્ટસ સહિતની ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે. જોકે, પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે 60 ટકા જેટલી સીટ ખાલી રહી છે, જ્યારે 40.35 ટકા સીટ ભરાઈ છે.