જુનાગઢ:સમગ્ર રાજ્યની 13 જેટલી મેડિકલ કોલેજનું સંચાલન GMERS મેડિકલ સોસાયટી દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં નવા શૈક્ષણિક ક્ષત્રથી ફીમા અનુક્રમે 66.66 અને 88.88% નો સંભવિત વધારાનું સૂચન કરાયું છે, જેના વિરોધમાં હવે ભાજપ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાખ એબીવીપી અને એન.એસ.યુ.આઈ દ્વારા જુનાગઢ મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓના વાલી પણ જોડાયા હતા એન.એસ.યુ.આઈ દ્વારા ફી વધારાને મનસ્વી ગણાવીને મેડિકલ કોલેજના ડીન પર નકલી નોટોનો વરસાદ કરીને વિરોધ વ્યક્ત કરાયો હતો.
GMERS મેડિકલ કોલેજના ફી વધારાને લઈ NSUI અને ABVPનો વિરોધ, ડીન પર કરાયો નકલી નોટોનો વરસાદ - GMERS Medical College fee hike
નવા શૈક્ષણિક ક્ષત્રથી ફીમા અનુક્રમે 66.66 અને 88.88% નો સંભવિત વધારાનું સૂચન કરાયું છે જેના વિરોધમાં હવે ભાજપ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાખ એબીવીપી અને એન.એસ.યુ.આઈ દ્વારા જુનાગઢ મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. GMERS Medical College fee hike
Published : Jul 12, 2024, 7:31 PM IST
મેડિકલ કોલેજમાં ફી વધારાનો વિરોધ: સમગ્ર રાજ્યની 13 જેટલી મેડિકલ કોલેજનું સંચાલન GMERS મેડિકલ સોસાયટી દ્વારા કરવામાં આવી રહ્યું છે,જેમાં નવા શૈક્ષણિક સત્રથી સરકારી અને મેનેજમેન્ટ કોટામાં 60% કરતાં વધુનો અસહ્ય ફી વધારો જાહેર કરાયો છે, જેને લઈને હવે વિદ્યાર્થી અને તેમના વાલીઓની તરફેણમાં ભાજપ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ આવી છે, એબીબીપી અને એનએસયુઆઈ દ્વારા આજે સંભવિત ફી વધારાના વિરોધમાં જુનાગઢ જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મેડિકલ અભ્યાસ ક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ અને એન એસ યુ આઈ અને એબીવીપી ના પ્રતિનિધિ પર જોડાયા હતા. આજના વિરોધ પ્રદર્શનમાં એન એસ યુ આઈ દ્વારા અસહ્ય ફીના વધારાની સામે જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન પર નકલી નોટોનો વરસાદ કરીને ફી વધારાનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
અનુક્રમે 66.66 અને 88.88 ટકાનો વધારો: જી એમ ઈ આર એસ મેડિકલ સોસાયટી દ્વારા 28 જૂનના દિવસે નોટિફિકેશન બહાર પાડીને તેમના સંચાલન નીચે આવતી સમગ્ર રાજ્યની 13 જેટલી મેડિકલ કોલેજમાં ફી વધારાની દરખાસ્ત કરી છે ગત વર્ષ સુધી સરકારી કોટામાં 3,30,000 ફી હતી તેમાં 2,20,000 નો વધારો કરીને તેને 5,50,000 કરવામાં આવી છે. તો બીજી તરફ મેનેજમેન્ટ કોટામાં ગત વર્ષ સુધી જે ફી 9 લાખ રૂપિયા હતી તેમાં 8 લાખનો વધારો કરીને તેને 17 લાખ કરવામાં આવી છે જીએમઇઆરએસ મેડિકલ સોસાયટીની રચના રાજ્યમાં તબીબી શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓના હિત માટે કરવામાં આવી હતી પરંતુ, સોસાયટી દ્વારા સરકારી કોટામાં 66.66 અને મેનેજમેન્ટ ખોટામાં 88.88% નો ખુબ મોટો ફી વધારો કરીને તબીબી ક્ષેત્રનો અભ્યાસ પૂર્ણ કરીને ડોક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓને પણ મુશ્કેલીમાં મૂક્યા છે જેનો વિરોધ હવે ભાજપ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એબીવીપી અને NSUI કરી રહી છે.