ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપે વાંધો ઉપાડ્યા બાદ ચૂંટણી પંચ સમક્ષ ઉમેશભાઈ પાસ, જુઓ સમગ્ર ઘટનાક્રમ - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

ભાવનગર લોકસભા બેઠકના AAP ઉમેદવાર ઉમેશ મકવાણાના ઉમેદવારી ફોર્મને લઈને ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. આજે કલેકટર કચેરી ખાતે બંને પક્ષની દલીલો અને રજૂઆત સાંભળ્યા બાદ ફોર્મ માન્ય કે અમાન્ય નિર્ણય થયો હતો. જોકે આ દરમિયાન ઉમેશ મકવાણા સાથે આવેલા આગેવાનોને ઉભા કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જુઓ સમગ્ર ઘટનાક્રમ

ચૂંટણી પંચ સમક્ષ ઉમેશભાઈ પાસ
ચૂંટણી પંચ સમક્ષ ઉમેશભાઈ પાસ

By ETV Bharat Gujarati Team

Published : Apr 21, 2024, 2:44 PM IST

ભાજપે વાંધો ઉપાડ્યા બાદ ચૂંટણી પંચ સમક્ષ ઉમેશભાઈ પાસ

ભાવનગર :ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના ઉમેદવારી ફોર્મને લઈને ભાજપે વાંધા અરજી આપતા રાજકારણ ગરમાયું હતું. ભાવનગર કલેકટર કચેરીએ વાંધા અરજીને પગલે ઉમેશ મકવાણા ખુલાસો કરવા પહોંચ્યા અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે કચેરીમાં વિવાદ સર્જાયો હતો. અંતમાં ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રહ્યું હતું.

ભાજપની વાંધા અરજી :ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાએ ઉમેશ મકવાણાના ફોર્મ અંગે વાંધા અરજી કરી છે. આ વાંધા અરજીમાં પ્રશ્ન ઉભો કર્યો હતો કે, 2022માં વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટમાં વર્ષ 2018-19 માટે આવક 8,74,090 દર્શાવી છે. જ્યારે લોકસભા એફિડેવિટમાં વર્ષ 2018-19 આવક 11,20,000 દર્શાવી છે, જે માહિતી વિરોધાભાસ ઉભો કરે છે. બીજો વાંધામાં ઉમેશ મકવાણાની રોકડ 33,35,000 અને પત્ની અલકાબેનની રોકડ 22,28,000 દર્શાવી છે, જે તેમની પાંચ વર્ષની આવક કરતા વધારે જણાય છે. ત્રીજો દેવ એન્ડ આર્યા ઇન્ફ્રા પ્રા.લીમાં ડાયરેકટર દર્શાવ્યા છે, પણ આવક દર્શાવી નથી. ઉપરાંત શિક્ષણની માહિતી અંગે પણ લેખિત વાંધા અરજી આપવામાં આવી હતી.

આપ ઉમેદવાર ઉમેશ મકવાણાનો જવાબ :ઉમેશ મકવાણાના ફોર્મ પર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાએ વાંધા અરજી કરી આકરા પ્રહાર કર્યા હતા. જેના બીજા દિવસે ઉમેશ મકવાણા કલેકટર કચેરીએ પોતાના વકીલ અને આગેવાનો સાથે આવી પહોંચ્યા હતા. બાદમાં ભાજપના હરુભાઈ ગોંડલીયા અને અન્ય સાથી પક્ષોએ પણ હાજરી આપી હતી. વાંધા અરજીને પગલે આપ ઉમેદવાર દ્વારા જિલ્લા કલેકટર સામે જવાબ રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કલેકટર કચેરીમાં બેઠેલા આપના આગેવાનોને બહાર કાઢવામાં આવતા બોલાચાલી અને વિવાદ સર્જાયો હતો. જોકે થોડા સમયમાં તે પણ સમી ગયો હતો.

આ મારી પ્રથમ જીત : ઉમેશ મકવાણા

ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, આજે કલેકટર ઓફિસ ખાતે મેં મારા જવાબ મારી લીગલ ટીમ સાથે રજૂ કર્યા છે. ચૂંટણી અધિકારીને અને ભાજપ ઉમેદવારનો જવાબ આપવામાં આવ્યો હતો. આ જવાબના અનુસંધાનમાં અમારા એડવોકેટે જવાબ રજૂ કર્યા હતા. જેના આધારે ચૂંટણી અધિકારી કલેકટર દ્વારા મૌખિક હુકમ આપી મારું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. મારી ભાવનગર અને બોટાદની જનતાની પ્રથમ જીત થઈ છે. મને વહીવટી તંત્ર પર વિશ્વાસ છે કે તે બાબાસાહેબ આંબેડકરના સંવિધાન પ્રમાણે કામ કરી રહ્યું છે. ભાવનગર અને બોટાદની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું.

ચૂંટણી પંચનો નિર્ણય :ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું. પરંતુ ભાજપની વાંધા અરજીના કારણે કલેકટર દ્વારા ફોર્મ માન્ય કે અમાન્યનો નિર્ણય બાકી રાખ્યો હતો. બંને પક્ષોને બોલાવીને બાદમાં નિર્ણય કર્યો હતો. ભાવનગર કલેકટર આર. કે. મહેતાએ જણાવ્યું હતું કે, બન્ને પક્ષની દલીલો અને રજૂઆત ધ્યાનમાં લઈ અંતમાં ચૂંટણી પંચની છેવટની સૂચનાઓ ધ્યાનમાં રાખીને એમનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે.

  1. ભાવનગર બેઠકના ઈન્ડિયા અલાયન્સના ઉમેદવાર ઉમેશ મકવાણાના નામાંકન વિરુદ્ધ ભાજપના નિમુબેને કરી વાંધા અરજી
  2. નિમુબેન બાંભણિયાનો નોમિનેશન ડે: જાહેર સભાના વિરોધથી માંડીને બ્રાહ્મણ તિલક સુધી, જાણો આખો ઘટનાક્રમ

ABOUT THE AUTHOR

...view details