ભાવનગર: ભાવનગરમાં અંતિમ તબક્કાનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ઉમેદવારો અલગ અલગ સમાજ સાથે લોક સમ્પર્ક કરવા ઠેર ઠેર ફરી રહ્યા છે. ત્યારે ભાવનગર ભાજપના ઉમેદવાર રત્નકલાકારો વચ્ચે પોહચ્યા હતા. નિમુબેને મંદીના માહોલ વચ્ચેથી પસાર થતા હીરાના વ્યવસાયના યુનિટ પર મુલાકાત કરી હતી. જો કે, ઉમેદવારે હાઇકમાન્ડના આદેશ મુજબ બોલવાનું ટાળ્યું હતું પરંતુ સ્થાનિક નેતાઓએ પ્રચારના મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.
ભાવનગર લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર (ભાવનગર લોકસભા બેઠક પર ભાજપનો પ્રચાર) લોક સંપર્ક કરવા ભાજપ ઉમેદવાર પહોંચ્યા હીરાના યુનિટમાં: ભાવનગર શાસ્ત્રીનગર નજીક આવેલા ગોટી ઈંપેક્સમાં ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા પોહચ્યા હતા. હીરાના રત્નકલાકારો સાથે નિમુબેને વાત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કામોને રત્ન કલાકાર સમક્ષ મૂકી મત માંગ્યા હતા. આ પ્રસંગે હાજર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, 15 બોટાદ ભાવનગર લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંમ્ભણીયાનો પ્રચાર ભાવનગર જિલ્લાની અંદર ખૂબ પુર જોશીથી ચાલી રહ્યો છે.
ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન: ભાવનગરનું એક કમળ દિલ્હી જાય એના માટે થઈને પ્રચાર કરવા માટે આજે ડાયમંડ યુનિટમાં નિમુબેન પહોંચ્યા હતા. આ જે ડાયમંડ યુનિટો છે ત્યાં આખા ભાવનગર શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાંથી પણ રત્નકલાકાર ભાઈઓ આવે છે. ત્યારે આજે તેઓ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન થાય એના માટે નિમુબેન બામણીયાને સાથે લઇને અપીલ કરવા માટે નીકળ્યા છે.
લોકો સમક્ષ ક્યાં મુદ્દાઓ હીરાના યુનિટમાં રજૂ કર્યા: હીરાના યુનિટમાં પ્રચાર કરવા આવેલા નિમુબેને અને ભાજપના નેતાઓએ મત માંગતા પહેલા મુદ્દાઓ રજૂ કર્યા હતા. ત્યારે રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરના વિકાસની સાથે સાથે દેશને લઈને જે દેશની ઇકોનોમી માટેના જે મુદ્દાઓ છે. આર્થિક કરોડરજ્જુને મજબૂત કરવા માટે નરેન્દ્રભાઈ જે રીતે મથામણ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં 100 દિવસના પ્લાન સાથે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે. આ બધા અનેક મુદ્દાઓ ચંદ્રયાનની વાત હોય કે સર્જીકલ સ્ટ્રાઈક હોય, યુક્રેનના યુદ્ધની વાત હોય કે રામ મંદિરનો મુદ્દો હોય આ અનેક મુદ્દાઓ સાથે ભાવનગર જિલ્લાની અંદર જે વિકાસના કામો થયા છે. આ સર્વાંગી વિકાસ સાથે સર્વજન સુખાય સર્વજન હિતાયના સૂત્ર સાથે અનેક મુદ્દાઓની ચર્ચાઓ સાથે આજે અમે ઉમેદવારને લઈને અપીલ કરવા માટે નીકળ્યા છીએ.
- નિલેશ કુંભાણીના ફોટો સાથે 'ઠગ ઓફ સુરત' લખેલ બેનર્સ લગાડાયા, દિનેશ કાછડીયાનું કલેક્ટર કચેરીએ કર્યુ વિરોધ પ્રદર્શન - Loksabha Electioin 2024
- વીજાપુરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કર્યો ચૂંટણી પ્રચાર, હરિ પટેલ અને સી.જે. ચાવડાની જીતાડવા કરી અપીલ - Loksabha Electioin 2024