ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદથી કેશોદ વચ્ચે ફ્લાઈટ શરૂ, સોમનાથ અને સાસણ જવું સરળ, જાણો સમય - NEW FLIGHT FOR SOMNATH

સોમનાથ મહાદેવના રૂબરૂ દર્શન કરવા હવે ખુબ જ સરળ બની ગયા છે, કારણ કે, હવે અમદાવાદથી કેશોદ વિમાનસેવાની શરૂઆત થઈ છે.

અમદાવાદથી કેશોદ વચ્ચે ફ્લાઈટ શરૂ
અમદાવાદથી કેશોદ વચ્ચે ફ્લાઈટ શરૂ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 29, 2024, 4:20 PM IST

સોમનાથ:સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભગવાન ભોલેનાથનું ભવ્ય મંદિર સોમનાથ આવેલું છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ. અહી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથના દર્શને આવે છે. આવા દર્શનાર્થીઓ પ્રવાસ હવે વધુ સરળ અને આરામદાયક અને ઝડપી બનવા જઈ રહ્યો છે. કારણ કે, આજથી ધનતેરસ પર્વના પાવન દિવસે સોમનાથ ખાતે દર્શને આવતા યાત્રિકો માટે અમદાવાદ-કેશોદ વિમાનસેવા તથા ત્યાંથી નિ:શુલ્ક પીકઅપ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સોમનાથ મહાદેવના દર્શને આવતા ઘણા શ્રદ્ધાળુઓ સાસણ ગીરની મુલાકાત પણ લેતા હોય છે, ત્યારે આ પ્રગતિશીલ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે અમદાવાદથી કેશોદ સીધી ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે ધનતેરસના પવિત્ર પર્વે સોમનાથ મહાદેવના ભક્તોને સરકાર દ્વારા વિમાન સેવાની આકાશી ભેટ મળતા લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

અમદાવાદથી કેશોદ વિમાન સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે મંગળવાર, ગુરૂવાર અને શનિવારના દિવસે ઉપલબ્ધ રહેશે, જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ પ્રવાસન વિકલ્પો આપશે. ઉપરોક્ત દિવસો દરમિયાન અમદાવાદથી સવારે 10:10 વાગ્યે ફ્લાઈટ ટેકઓફ કરશે અને 10:55 વાગ્યે કેશોદ પહોંચશે, જ્યારે કેશોદથી બપોરે 01:15 વાગ્યે ફલાઈટ ટેકઓફ કરી 2:30 વાગ્યે અમદાવાદ પરત આવશે.

આ ઉપરાંત શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી નિ:શુલ્ક પીકઅપ બસ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. કેશોદ વિમાનમથક પર ઉતરતા યાત્રિકો અને શ્રદ્ધાળુઓને ઉત્કૃષ્ટ આતિથ્ય અનુભવ આપવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક "વાતાનુકૂલિત પીક-અપ બસ" સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાથી મુંબઈ-કેશોદ ફ્લાઈટ, અને નવી પ્રારંભ થયેલ અમદાવાદ-કેશોદ ફ્લાઈટમાં આવનાર યાત્રાળુઓને આરામદાયક અને સુગમ મુસાફરીનો અનુભવ થઈ શકે છે. સોમનાથના દેવદર્શન માટે આ નવી શરૂઆત સાથે આ વિમાન સેવા અને પીકઅપ બસની વ્યવસ્થા શ્રદ્ધાળુઓને અભૂતપૂર્વ અનુભવ કરાવી શકે છે.

  1. ભાલકા તીર્થ ક્ષેત્ર : જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો, "હરી અને હર" ભૂમિની રસપ્રદ કથા - Janmashtami 2024
  2. ગીર સોમનાથમાં ડિમોલિશન સામે કાર્યવાહી કરવા SCમાં અરજી, ગુજરાત સરકારે બચાવમાં શું જવાબ આપ્યો?

ABOUT THE AUTHOR

...view details