ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી પાણી પુરવઠા કૌભાંડ : વધુ એક સરકારી કર્મચારી ઝડપાઈ

નવસારીમાં 12 કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડમાં બીલીમોરાના નાયબ ઈજનેરની સુરત CID ક્રાઇમે ધરપકડ કરી છે. આ મામલે અગાઉ 12 આરોપીઓની ધરપકડ થઈ છે.

બીલીમોરાના નાયબ ઈજનેરની ધરપકડ
બીલીમોરાના નાયબ ઈજનેરની ધરપકડ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2024, 8:39 PM IST

નવસારી : ચકચારી નવસારી જિલ્લા પાણી પુરવઠા કૌભાંડ કે જેમાં હવે સુરત CID ક્રાઇમે જમ્પ લગાવ્યો છે. આ પાણી પુરવઠા કૌભાંડમાં એક બાદ એક નવી કડીઓ મળી રહી છે. આ મામલે અગાઉ 10 આરોપી ઝડપાયા હતા, પરંતુ હવે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

નવસારી પાણી પુરવઠા કૌભાંડ :નવસારીમાં પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓએ 90 થી વધુ ગામોમાં અધૂરા કામ અથવા કાગળ ઉપરના કામો બતાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. વર્ષ 2023-24 અંતર્ગત રૂપિયા 12.44 કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો. ભ્રષ્ટાચાર આચરવામાં 6 સરકારી અધિકારી અને એક નિવૃત્ત સરકારી અધિકારીની સંડોવણી સામે આવી હતી.

વધુ એક આરોપીની ધરપકડ :નવસારી પાણી પુરવઠા કૌભાંડમાં હવે બીલીમોરાના પૂર્વ નાયબ ઈજનેરની સુરત CID ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી બીલીમોરા પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા પાયલ બંસલ છે. આરોપીની ધરપકડ કર્યા બાદ હવે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અગાઉ પાણી 10 થી વધુ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ થઈ છે.

7 અધિકારી અને 7 કોન્ટ્રાક્ટર વિરુદ્ધ FIR :પાણી પુરવઠા કૌભાંડ કેસમાં તપાસનો રેલો બીલીમોરા નાયબ ઇજનેર કચેરી સુધી પહોંચતા વધુ એક આરોપી ઝડપાઈ છે. તેના વિરુદ્ધ સુરત CID ક્રાઈમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ સુરત CID ક્રાઇમે 7 અધિકારી અને 7 કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કર્યો હતો.

સુરત CID ક્રાઇમમાં નોંધાયેલા ગુનામાં આરોપી :

  • દલપતભાઈ બુધાભાઈ પટેલ (નિવૃત્ત કાર્યપાલક ઇજનેર, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, નવસારી)
  • શિલ્પા કે. રાજ (નાયબ કાર્યપાલક ઇજનેર, વાંસદા પેટા કચેરી)
  • પાયલ એન. બંસલ (નાયબ કાર્યપાલક ઇજનેર, બીલીમોરા પેટા કચેરી)
  • કિરણ બી. પટેલ (અધિક મદદનીશ ઇજનેર, નવસારી પેટા કચેરી)
  • રાજેશકુમાર ઝા (વિભાગીય હિસાબનીશ, વિભાગીય કચેરી)
  • આર. જી. પટેલ (સીનીયર ક્લાર્ક, નવસારી વિભાગીય કચેરી)
  • જે. પી. પરમાર (સીનીયર ક્લાર્ક, બીલીમોરા/વિભાગીય કચેરી)

ખોટા બિલ દર્શાવી કરી ઉચાપત :તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં સાથે મળીને વિભાગની અનુસરવાની કાર્યપધ્ધતિનો ભંગ કર્યો હતો. જેમાં કામ થયું હોવાનું દર્શાવી બિલ મૂકી તેમાં ખોટી વિગતો અને હકીકતો જણાવી રૂ. 5,48,72,120 રકમની જાણીજોઈને ઇરાદાપૂર્વક ઉચાપત કરી છે. આ તમામ આરોપીઓએ કુલ 90 કામો થયા ન હોવા કે કર્યા ન હોવા છતાં પોતાના એકાઉન્ટમાં સરકારી રકમ જમા કરાવડાવી ગુનાહિત ષડયંત્ર આચર્યું છે.

  1. નવસારીમાં PI લાંચ લેતા પકડાયા, થોડા સમયમાં નિવૃત્ત થવાના હતા
  2. નવસારીના 5 કરોડનું પાણી પુરવઠા કૌભાંડ, 10 આરોપીની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details