નવસારી: શહેર એ ગાયકવાડી નગરી ગણાય છે અને આ ગાયકવાડી નગરીમાં જૂના સમયના અનેક બાંધકામો આવેલા છે. જે બાદ હવે ખાલી જગ્યાઓ પર દબાણ વધી રહ્યું છે. તેની સાથે દબાણ બાદ રસ્તા પર રખડતા ઢોર પણ વાહન ચાલકો અને રાહદારીઓ માટે માથાનો દુ:ખાવો સમાન બની ગયા છે. ત્યારે હાલમાં નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ મ્યુ. કમિશ્નર દેવ ચૌધરીએ શહેરના વિકાસ અને સુખાકારીની બાંહેધરી આપી હતી.
નવસારીમાં રખડતા ઢોરોનો ત્રાસ: નવસારી પાસે નગરપાલિકાનો દરજ્જો હતો. ત્યારે અનેક એવા રખડતા ઢોરને કારણે અકસ્માતના કિસ્સાઓ બન્યા છે. પરંતુ હવે નવસારીને મહાનગરનો દરજ્જો મળ્યો છે.જ્યારે આ મામલે મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નરને પૂંછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, આ મામલે યોગ્ય કામગીરી કરવામાં આવશે. કાયદા કે નિયમનું પાલન કરાવવા માટે અત્યાર સુધી નવસારી નગરપાલિકા કાચી પડી રહી હતી. પરંતુ હવે મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નર દેવ ચૌધરીએ ચાર્જ સંભાળ્યો છે. જોકે IAS કક્ષાના અધિકારી હોવાના કારણે તેમની પાસે જરુરી સતાઓ છે.
નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો, મ્યુ. કમિશ્નર દેવ ચૌધરીએ આપી નક્કર વિકાસની બાંહેધરી (etv bharat gujarat) વિકાસના કામો હાથ ધરાશે:હવે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામ ચોક્કસ થશે. રખડતા ઢોર અને મુખ્ય પર જે રસ્તા પરના દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશ્નરે જણાવવામાં આવ્યું હતું. સાથે લોકોની અન્ય મુશ્કેલીઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવશે. ખાસ કરીને શહેરની સ્વચ્છતા અને લોકોના આરોગ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી હવે નવસારી મહાનગરપાલિકા કામગીરી કરશે. નવસારી શહેરના લોકોને તેનો સીધો લાભ થશે.
લોકોની અરજીઓનો કરાશે નિકાલ: મહાનગરપાલિકા બન્યા બાદ કેટલાક વહીવટી કામોના નિકાલ બાદ આગળની કામગીરી વહેલી તકે કરવામાં આવશે. તેવું મ્યુનિસિપલ કમિશ્નરનું કહેવું છે. આ માટે વિવિધ પ્લાન ગણીને આગળની કાર્યવાહી પણ કરવાની શરૂઆત કરી દેવાય છે. ખાસ કરીને લોકો તરફથી મળેલી અરજીઓનો પણ તાત્કાલિક પણે નિકાલ કરવામાં આવશે. સાથે સાથે મહાનગરપાલિકાના ક્રાઈટેરિયામાં જરૂરી જે રસ્તાઓની પહોળાઈ તેમજ બાંધકામને લગતા જે પણ નિયમો છે. તેનું પાલન નાગરિકો કરે તેવા પ્રયાસો કરવામાં આવશે.
આ પણ વાંચો:
- નવસારીમાં નકલી CMO અધિકારી બની શખ્સે અસલી અધિકારીને કરી દીધો કોલ, પછી શું થઈ વાત...
- નવા વર્ષના પહેલાં નકલી અધિકારી ઝડપાયા, નવસારીના પ્રાંત અધિકારીને CMOમાં અધિકારીની ઓળખ આપી હતી