ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણદેવીની યુવતીને ઓનલાઇન પ્રેમ ભારે પડ્યો, પ્રેમીએ બ્લેકમેઇલ કરી લાખો પડાવ્યા - NAVSARI CRIME

નવસારીના બીલીમોરામાં આરોપી પ્રેમીએ પ્રેમિકાના નગ્ન ફોટા અને વીડિયો બનાવી બ્લેક મેઈલ કરી લાખો રૂપિયા પડાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે.

આરોપી પ્રેમી
આરોપી પ્રેમી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2024, 8:19 AM IST

નવસારી :સોશિયલ મીડિયા આજે યુવાનો માટે એક મસ્તીનું સાધન બની ગયું છે. ઓનલાઇન ફ્રેન્ડશીપ અને ડેટિંગ એપની મદદથી જીવનસાથી મેળવવાની ઈચ્છા ધરાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના શહેરમાં સામે આવ્યો છે.

ઓનલાઇન પ્રેમ કરી પૈસા પડાવ્યા :બીલીમોરા શહેરમાં રહેતા જીત મિસ્ત્રી નામના યુવાને સ્થાનિક વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયા થકી દોસ્તી કેળવી હતી. ત્યારબાદ પોતે શીપમાં નોકરી કરવા અર્થે જવાનું હોવાનું કારણ આગળ ધરી યુવતી પાસેથી 3,48,000 જેટલી રકમ ઉછીની લીધી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પાંગરતા બંનેએ અંગત પળો માણી હતી.

ગણદેવીની યુવતીને ઓનલાઇન પ્રેમ ભારે પડ્યો (ETV Bharat Gujarat)

નગ્ન વીડિયો બનાવી કર્યું બ્લેકમેઈલ :અંગત પળોનો વીડિયો યુવાન દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો. યુવાને પૈસા આપવાનો વાયદો કર્યા બાદ પરત ન આપતા યુવતીએ પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. તેની સામે યુવાને યુવતીના ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી, જેથી હારી થાકીને યુવતીએ પોલીસનો સહારો લેવાનું મુનાસિબ માન્યું હતું.

આરોપી પ્રેમીની ધરપકડ :નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હાલ પોલીસે જીત મિસ્ત્રી નામના યુવકની ધરપકડ કરી છે. જેમાં એનો મોબાઇલ પણ કબજે લેવામાં આવ્યો છે. પોલીસ અત્યારે અન્ય યુવતી સાથે પણ આ વ્યક્તિએ કોઈ ખોટું કામ કર્યું છે કે કેમ એ દિશામાં તપાસ કરી રહી છે.

  1. નવસારી PI લાંચમાં iPhone 16 લેતા ACBના છટકામાં પકડાયા
  2. નવસારીમાં ઊંચા વ્યાજની લાલચે લોકો સાથે કરોડોની છેતરપિંડી

ABOUT THE AUTHOR

...view details