નવસારી:મકરસંક્રાંતિ નજીક આવી રહી છે. સમગ્ર રાજ્યમાં આ પર્વની ઉજવણીની તૈયારીઓ થવા લાગી છે. આકાશમાં પતંગોની સ્પર્ધા માટે સૌ કોઈ ધારદાર દોરાઓ પણ બનાવવતા શરૂ થઈ ગયા છે તો અમુક દોરાઓની શોધમાં નીકળી પાડ્યા છે. પરંતુ આ ધારદાર દોરાઓને કારણે ભૂતકાળમાં અનેક લોકો અને પક્ષીઓના મોત નીપજયા હતા.
નવસારીના એરુરોડ ખાતેથી તાજેતરમાં જ એક પક્ષી પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થવાની ઘટના થઈ છે. જેમાં ઘુવડ પતંગના દોરામાં ફસાઈ જતા તે ઇજાગ્રસ્થ હાલતમાં સોસાયટીના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યું હતું. જેને સ્થાનિકો દ્વારા પ્રાથમિક સારવાર આપી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું.
વન વિભાગ એ ઘુવડને ઉનગામ ખાતે આવેલા કલરવ રેસ્ક્યુ સેન્ટર ખસેડ્યું (Etv Bharat Gujarat) હાલ મકરસંક્રાંતિનો તહેવાર નજીક છે અને શહેરમાં પતંગ રસીકો પતંગબાજી શરૂ કરી દીધી છે. જેના કારણે નવસારીના ગણેશ નગર વિસ્તારમાં પતંગના દોરામાં ઘુવડ ફસાઈ જતા તે ઇજાગ્રસ્ત બન્યું હતું. સતિષભાઈ પટેલના ઘર પાસેના કમ્પાઉન્ડમાં ઇજાગ્રસ્ત ઘુવડ પડ્યું હતું,તેના પગ તથા શરીરના અન્ય ભાગમાંથી લોહી વહેતું હતું. આની જાણ સતિષભાઈને થતા તેમણે તાત્કાલિક ઘુવડના પગમાં અને પાંખમાં ફસાયેલો દોરો કાપી તેને પ્રાથમિક સારવાર આપી હતી, અને સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી.
મકરસંક્રાંતિ પહેલા ધારદાર દોરાથી પક્ષીઓના ઘાયલ થવાની શરૂઆત (Etv Bharat Gujarat) વન વિભાગ દ્વારા પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલ થયેલા એક વર્ષના ઘુવડનો કબજો મેળવી ઉનગામ પાસે આવેલા કલરવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યું હતું. જ્યાં તેની તપાસ બાદ તેને યોગ્ય સારવાર આપવામાં આવશે. ત્યારબાદ જો તે સ્વસ્થ જણાય તો તેને જંગલમાં ફરી છોડી મૂકવામાં આવશે.
સ્થાનિકો દ્વારા પગમાં ભેરવાયેલા દોરાને દૂર કરી વન વિભાગને જાણ કરાઈ (Etv Bharat Gujarat) વિજલપોરના ગણેશ નગરમાં પતંગના દોરાથી ઘાયલ ઘુવડને રેસ્ક્યુ કરાયું (Etv Bharat Gujarat) મકરસંક્રાંતિનો તહેવાર આવતા જ ધારદાર માંજેલા દોરાના કારણે અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે અને મૃત્યુ પણ પામતા હોય છે. આ બાબતે સમાજમાં જાગૃતતા ફેલાય તે હેતુસર અનેક એનજીઓ, સંસ્થા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. તેમ છતાં પણ પતંગ રસિકોમાં આ મુદ્દે જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે.
આ પણ વાંચો:
- ગીરસોમનાથના ખેડૂતોની જાત મહેનત જિંદાબાદ, બે ગામને જોડતી ગાડા કેડીમાં પાકો રસ્તો બનાવ્યો
- કમોસમી વરસાદથી ખેતીવાડીમાં નુકસાન, ખેડૂતો પર ચિંતાના વાદળો