ગુજરાત

gujarat

ETV Bharat / state

જનરેશન બદલાઈ, પરંપરા ભુલાઈ ? ફેન્સી દાંડીયા, ફ્રી સ્ટાઈલ ગરબા સ્ટેપ્સ સાથે લાકડાના સાદા દાંડિયા વિસરાયા - Less Dandiya craze in Navratri - LESS DANDIYA CRAZE IN NAVRATRI

નવરાત્રિના નવલા નોરતાંનું આગમન ટુંક સમયમાં થશે જેને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીને લઈ બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ગરબા રસિકો ટ્રેડિશનલ ડ્રેસીસની સાથે સાથે દાંડિયાની પણ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે જેમાં લોકો લાકડાંના દાંડિયા ભૂલી રહયા છે અને ફેન્સી દાંડીયા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. Less Dandiya craze in Navratri

જોકે પ્રાચીન ગરબીઓમાં આજે પણ લાકડાંના દાંડિયાનો રાસ
જોકે પ્રાચીન ગરબીઓમાં આજે પણ લાકડાંના દાંડિયાનો રાસ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2024, 4:36 PM IST

કચ્છ: નવરાત્રીમાં અનેક વસ્તુઓ સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળતી હોય છે ત્યારે નવરાત્રિની એક ઉત્તમ અને જરૂરી ઓર્નામેંટ્સ છે દાંડિયા. એક જમાનામાં લાકડાના દાંડિયાને લઈને નવરાત્રિ ખૂબ જ જામતી હતી જોકે હવે ધીરે ધીરે લાકડાના દાંડિયા આઉટ ઓફ ફેશન થવા માંડ્યા છે.

એક સમયે લાકડાના દાંડિયાને લઈને નવરાત્રિ ખૂબ પ્રચલિત હતી અને આ લાકડાના દાંડિયાની ખુબ માંગ હતી, પરંતુ આજે ગરબાના અવનવા સ્ટેપ્સ, ફ્રી સ્ટાઈલ ગરબા અને અન્ય ફેન્સી દાંડિયાના કારણે લાકડાંના દાંડિયાનો ક્રેઝ ઓછો થતો જાય છે.

ફેન્સી દાંડીયા, ફ્રી સ્ટાઈલ ગરબા સ્ટેપ્સ સાથે વિસરાયા લાકડાના સાદા દાંડિયા (Etv Bharat Gujarat)

જનરેશન બદલાતા ટ્રેન્ડ ઓછો થતો જઇ રહ્યો છે:વેપારીઓના જણાવ્યા મુજબ યુવતીઓને મોટે ભાગે લાકડાના, ચણિયાચોળી સાથે મેચ કરે તેવા અને વર્ક કરેલા દાંડિયા વધારે પસંદ આવે છે. તો વળી યુવકો પણ બેરિંગવાળા તેમજ લાઈટવાળા દાંડિયા લેવાનું પસંદ કરે છે. અગાઉ મિત્ર મંડળો કે જે ગરબીનું આયોજન કરતા હોય છે તેઓ માત્ર લાકડાના દાંડિયા પર જ રાસ રમવાનું પસંદ કરતા હતા જે હવે જનરેશન બદલાતા તેનો ટ્રેન્ડ ઓછો થતો જઇ રહ્યો છે.

પ્રાચીન ગરબીઓમાં આજે પણ લાકડાંના દાંડિયાનો રાસ (Etv Bharat Gujarat)

પ્રાચીન ગરબીઓમાં આજે પણ લાકડાંના દાંડિયાનો રાસ: માતાજીની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિ. નવરાત્રિના પાવન 9 દિવસોમાં ગુજરાતીઓ રાસની રમઝટ બોલાવે છે. નવરાત્રિ પહેલા અને નવરાત્રિના નવ દિવસ દરમિયાન ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. શહેરો તેમજ ગામડાઓમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. જેમાં પ્રાચીન ગરબીઓમાં આજે પણ રાસોત્સવમાં યુવક-યુવતીઓ લાકડાંના દાંડીયા રાસની રમઝટ બોલાવતા હોય છે. સામાન્ય રીતે રાસની વાત કરતા હોઈએ તે સમયે હાથતાળીનો રાસ હોય છે અને લાકડાના દાંડિયાનો રાસ પણ હોય છે.

ફેન્સી દાંડીયા, ફ્રી સ્ટાઈલ ગરબા સ્ટેપ્સ સાથે વિસરાયા લાકડાના સાદા દાંડિયા (Etv Bharat Gujarat)

5 રૂપિયે જોડી બાવળના લાકડાના દાંડિયા:લાકડાના આ દાંડિયા બાવળની ડાળખીઓમાંથી બનાવવામાં આવે છે. આ લાકડાંના દાંડિયા બાંધામાં 50 જોડી દાંડિયા એટલે કે 100 નંગ લાકડાના દાંડિયા મળે છે જેમાં 1 જોડી દાંડીયાની કિંમત 5 રૂપિયા છે. જે થોડાક વર્ષો પહેલા 2 રૂપિયે જોડી પણ મળતા હતા. આ લાકડાંના દાંડિયા રમવાનો ક્રેઝ એક સમયમાં અનેરો હતો. લોકો માત્ર આ લાકડાના દાંડીયાની ખરીદી કરવા કચ્છના ગામડે ગામડેથી આવતા હતા. આ લાકડાંના દાંડિયાનો તાલ પણ અન્ય ફેન્સી અને સ્ટીલના દાંડીયા કરતા તદ્દન જુદો હોય છે. ખાસ કરીને આ દાંડીયાને ગમે તે સ્થળે એકબીજા સાથે વગાડો એટલે સમાન જ અવાજ આવે છે.

ફેન્સી દાંડીયા, ફ્રી સ્ટાઈલ ગરબા સ્ટેપ્સ સાથે વિસરાયા લાકડાના સાદા દાંડિયા (Etv Bharat Gujarat)

લાકડાના દાંડિયાની માંગ ઘટી:મોહબ્બત સ્ટોરમાં વેપારી મોહમદ ખોજાએ જણાવ્યું હતું કે, આમ તો છેલ્લાં 25 વર્ષોથી તેઓ સીઝનેબલ વસ્તુઓનો ધંધો કરે છે અને છેલ્લા 20 વર્ષોથી તેઓ દાંડીયાનું પણ વેંચાણ કરી રહ્યા છે. ખાસ કરીને નવરાત્રિ સમયે જે ખરીદી માટે ઘરાકી જોવા મળતી હોય છે તે બજારમાં જોવા નથી મળી રહી. દાંડીયા રાસ માટે અનેક પ્રકારના દાંડીયા જોવા મળી રહ્યા છે. જેમાં લાકડાના, સ્ટીલના, બેરીંગવાળા અને લાઇટવાળા દાંડિયા બજારમાં ઉપલબ્ધ છે. હાલમાં સોશિયલ મીડિયામાં ફ્રી સ્ટાઈલ ગરબાનો સમય આવી ગયો છે ત્યારે લાકડાના દાંડિયાની માંગ ઘટી ગઈ છે.

પ્રાચીન ગરબીઓમાં આજે પણ લાકડાંના દાંડિયાનો રાસ (Etv Bharat Gujarat)

લાકડાંના દાંડીયાને ફરીથી ટ્રેન્ડમાં લાવવા અપીલ:અન્ય વેપારી પૂજા ખોજાએ જણાવ્યું હતું કે, બજારમાં નવરાત્રિ પૂર્વે દાંડીયાનું આગમન તો થયું છે પરંતુ હાલમાં લાકડાંના દાંડિયાનો ક્રેઝ અગાઉ હતો એવો હવે નથી રહ્યો. લોકો ફેન્સી દાંડિયાની ખરીદી કરી રહ્યા છે. આ દરમિયાન જૂની પરંપરા પ્રમાણે લાકડાંના દાંડીયાને ફરીથી ટ્રેન્ડમાં લાવવા પણ વેપારીઓ અપીલ કરી રહ્યા છે. હાલમાં સમય અને જનરેશન બદલતા તહેવારોની ઉજવણીના રંગ પણ બદલાયા છે. એક સમયમાં નવરાત્રિમાં માત્ર લાકડાના દાંડિયા પર લોકો રાસ રમતા હતા. ત્યારે યંગ જનરેશન પણ આ લાકડાના દાંડીયા પર રાસ રમી જોય તો તેમણે જણાય કે આ અન્ય ફ્રી સ્ટાઈલ ગરબા કરતા ખૂબ આનંદદાયક છે.

પ્રાચીન ગરબીઓમાં આજે પણ લાકડાંના દાંડિયાનો રાસ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. આ નવરાત્રિમાં નેઈલને આપો ટ્રેન્ડી લુક: યુવતીમાં છવાયો નેઇલ આર્ટનો ક્રેઝ, જુવો અવનવી ડીઝાઇન - Nail art trend in Navratri 2024
  2. ગરબામાં જામશે બે પેઢીની રંગત, નવસારીની આ મહિલાએ શરુ કર્યો એક નવો જ પ્રયાસ... - navratri 2024

ABOUT THE AUTHOR

...view details