ભાવનગર: ભાવનગરના નાયબ કલેકટર એન.ડી. ગોવાણીએ જણાવ્યુ હતું કે, 'ભાવનગર જિલ્લામાં ગુજરાતની જે આપણી પરંપરાગત નવરાત્રી મહોત્સવ છે એની ઉજવણી માટે ઘણા બધા ગ્રુપો છે. એ આયોજન કરવા જઈ રહ્યા છે, તેમાંથી અત્યારે હાલ આપણી પાસે લગભગ પાંચ ગ્રુપની નવરાત્રિ મહોત્સવ આયોજનની મંજૂરી માટે એપ્લિકેશન આવેલી છે. સરકારના ધારાધોરણ મુજબ અને જે રૂલ્સ રેગ્યુલેશન મુજબની ચકાસણીની કાર્યવાહી ચાલુ છે. આ બધી જોગવાઈઓ ચકાસી ત્યારબાદ મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવશે.'
ધારાધોરણ નિયમો શુ તંત્રના: નિયમો જોઈએ તો નાયબ કલેક્ટર એન.ડી. ગોવાણી દ્વારા મૌખિક જણાવવામાં આવ્યું હતું કે, 'નક્કી કરીને દર્શાવેલા દર (કિંમત) વધારીને લઈ શકાશે નહીં. ઉપરાંત આયજકોએ પ્રિમાઇસીસ લાયસન્સ લેવું પડશે. આ સાથે હોલમાં ફાયરના સાધનો રાખવા પડશે. સાઉન્ડ ડેસીબલ જોગવાઈ મુજબ રાખવાનું હોય છે. જોકે આજદિન સુધી ફરિયાદો મળેલી નથી.'
ચાલુ વર્ષની આવનાર નવરાત્રિમાં ટિકિટ, પાસની રકમ અને ધારા ધોરણો શું હોઈ શકે ? ચાલો જાણીએ (Etv Bharat Gujarat) ગરબા ગ્રુપના આયોજકોની તૈયારીઓ શું:રાજપથ નવરાત્રિ ગ્રુપના આયોજક યજ્ઞદીપસિંહ ગોહિલે આ મુદ્દે જણાવ્યું હતું કે, 'આયોજનની વાત કરું તો આ અમારું સાતમાં વર્ષનું આયોજન છે. લગભગ ભાવનગર સીટીનું આયોજન સૌથી મોટું આયોજન હોય છે. જ્યાં પાર્કિંગની મોટી વ્યવસ્થા અને સેફટી સિક્યુરિટી પ્રમાણે પણ આપણું આયોજન દર વર્ષેની જેમ આ વખતે પણ એવું રહેશે.'
શું છે ટિકિટ, પાસની રકમ અને નિયમો, જાણો (Etv Bharat Gujarat) ભાવનગરમાં આ વર્ષે કેટલા ગ્રૂપ યોજી રહ્યા છે નવરાત્રિ (Etv Bharat Gujarat) તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'તૈયારીઓ ચાલુ છે, વરસાદનું વિઘ્ન બે દિવસ હતું, એટલે કામ મોડું શરૂ કર્યું હતું, પણ અત્યારે ફૂલ તૈયારીઓ શરૂ છે અને આપ જોઈ રહ્યા છો તડકો નીકળી ગયો છે એટલે બધા ગરબા પ્રેમીઓને હું અપીલ કરું છું કે જરા પણ મૂંઝાતા નહીં આપણે વરસાદની તૈયારીઓ સાથે જ ચાલી રહ્યા છીએ. વરસાદ આવશે પણ તો પણ આપણે રમવા માટે ગ્રાઉન્ડ સજ્જ કરીશું. મંજૂરીની પ્રક્રિયા પૂરી થવા જેવી છે. કલેક્ટર ઓફિસમાં અરજી કરી દીધેલી છે. આજકાલમાં મંજૂરી મળી જશે. ટિકિટના રૂપિયા આપણે રાહત દરે કરીયે છીએ, તેમ પાસના 2000 થી 2500 વચ્ચે અને ટિકિટના દર 300 થી 700 રૂપિયા સુધી રાખવામાં આવ્યા છે.'
શું છે ટિકિટ, પાસની રકમ અને નિયમો, જાણો (Etv Bharat Gujarat) ભાવનગરમાં આ વર્ષે કેટલા ગ્રૂપ યોજી રહ્યા છે નવરાત્રિ (Etv Bharat Gujarat) આયોજકોએ અરજી દરમિયાન સ્થળના પાસ તેમજ ટિકિટના ભાવ રજૂ કર્યા હતા, ચાલો જાણીએ.
ભાવનગરવાસીઓ આ નવરાત્રિમાં ક્યાં જશો ગરબા રમવા (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- છેલ્લા 99 વર્ષથી યોજાતી પોરબંદરની પારંપરિક ગરબી: જ્યાં માત્ર પુરુષો જ ગાય છે ગરબી, જાણો - Traditional Garbi of Porbandar
- જૂનાગઢના દલસાણીયા દંપતીએ છેલ્લા 75 વર્ષથી ખાદીના વસ્ત્રોને બનાવ્યું છે જીવનનો ભાગ, જાણો - Gandhi Jayanti 2024