નવસારીના વેસ્મા નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સર્જાયો અકસ્માત (ETV Bharat Gujarat) નવસારી: નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 ઉપર અકસ્માતો થોભવાનું નામ નથી લઈ રહ્યા. જેમાં નવસારીના વેસ્મા ગામ પાસે અવારનવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે. જેમાં ગઈકાલે વેસ્મા ગામની હદમાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર લિબર્ટી હોટલની સામે કટ પાસેથી બ્રિજ કિશોરસિંહ નનરાયનસિંહ ઉંમર વર્ષ 57 રસ્તો ઓળંગી રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતા વાહન ચાલક ગફલત ભરી રીતે ચલાવી રસ્તો ઓળંગી રહેલા બ્રિજ કિશોરસિંહને અડફેટમાં લીધા હતા. અને પોતાનું વાહન પુરપાટ ઝડપે અકસ્માત કરી ફરાર થઈ ગયા હતા. બ્રિજ કિશોરસિંહને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત સર્જાયો (ETV Bharat Gujarat) સમગ્ર ઘટનાની જાણ થતા ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અને અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.
નેશનલ હાઇવે નંબર 48 (ETV Bharat Gujarat) 24 કલાક ધમધમતા હાઈવે નંબર 48 ઉપર હોટલ લિબર્ટી નજીક ક્રોસિંગ પાસે છેલ્લા એક અઠવાડિયામાં અકસ્માતની આ ત્રીજી ઘટના બની છે જેમાં અગાઉ પણ અકસ્માતમાં એક વ્યક્તિ એ જીવ ગુમાવ્યો હતો
તપાસ કરતાં અધિકારી એન એ પટેલ એ જણાવ્યું હતું કે રેશમા ગામની હદમાં લિબર્ટી હોટલ પાસેના કટ પાસે અજાણ્યા વાહન ચાલકે રસ્તો ઓળંગતા ઈસમને અડફેટે લઈ અકસ્માત સર્જી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે રસ્તો ઓળંગતા ઇસમનું ઘટના સ્થળે મોત થયું છે. જેનું મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- મોરબીના ખોખરાહનુમાનજી મંદિર નજીક પેપરમીલમાં લાગી આગ, ફાયરની ટિમો ઘટના સ્થળ પર - MORBI FIRE incident
- રવિના ટંડનની કારે કોઈને ટક્કર મારી ન હતી, CCTV ફૂટેજ આવ્યા સામે, DCPએ આપ્યું આ નિવેદન - RAVEENA TANDON DRIVING INCIDENT