ગુજરાત

gujarat

ETV Bharat / state

Narmada Parikrama: ચૈત્રમાં 1 મહિનો ચાલતી નર્મદા પરિક્રમાના વૈકલ્પિક રુટનો સાધુ સંતોએ કર્યો વિરોધ, કલેક્ટરને આપ્યું આવેદન પત્ર - Saint Society

ચૈત્ર માસમાં એક મહિનો ઉત્તર વાહિની નર્મદા મૈયાની પરિક્રમા કરવામાં આવે છે. જે હજારો વર્ષોથી ચાલતી આવતી પંચકોશી પરિક્રમા છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ નદીમાં બોટનો ઉપયોગ ન કરવો પડે એ માટે 3જા વિકલ્પ તરીકે 70થી 80 કિમી લાંબો વૈકલ્પિક રૂટ તૈયાર કર્યો છે. જો કે આ વૈકલ્પિક રૂટનો વિરોધ સાધુ સંતો અને ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ દ્વારા કરવામાં આવ્યો હતો. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Narmada Parikrama

નર્મદા પરિક્રમાના વૈકલ્પિક રુટનો સાધુ સંતોએ કર્યો વિરોધ
નર્મદા પરિક્રમાના વૈકલ્પિક રુટનો સાધુ સંતોએ કર્યો વિરોધ

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 8:08 PM IST

કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

નર્મદાઃ હિન્દુ વર્ષના ચૈત્ર મહિનામાં નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા કરવાની પરંપરા હજારો વર્ષોથી ચાલતી આવી છે. આ પરિક્રમાનું અનેરુ પૂણ્ય મળતું હોવાથી દર વર્ષે ભકતો પંચકોશી પરિક્રમા માટે ઉમટી પડે છે. ગત વર્ષે ભક્તોમાં ધક્કા-મુક્કી, નાવડીઓમાં બેસવા લાંબી લાઈનો, તાપમાં ભક્તોને ડીહાઈડ્રેશન જેવી સમસ્યાઓ સર્જાઈ હતી. તેથી આ વર્ષે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સુવિધાઓ ઉભી કરવા સાથે નદીમાં બોટનો ઉપયોગ ન કરવો પડે એ માટે ત્રીજા વિકલ્પ તરીકે 70થી 80 કિમી લાંબો વૈકલ્પિક રૂટ તૈયાર કર્યો છે. જો કે આ વૈકલ્પિક રૂટનો સાધુ, સંતો અને ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ દ્વારા વિરોધ કરીને જૂનો પરિક્રમા રૂટ જ માન્ય રાખવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.

2 વખત નર્મદા પાર કરવી પડે છેઃ પંચકોશી પરિક્રમા રામપુરા નર્મદા ઘાટથી રણછોડજીના મંદિરે દર્શન કર્યા બાદ ભક્તો શરૂ કરે છે. જે 21 કિલોમીટરની પરિક્રમા છે જેમાં 2 વાર નર્મદા નદી પાર કરવાની હોય છે. ખૂબ ફળદાયી મનાતી આ પરિક્રમા કરવા માટે ભક્તોની ભીડ પણ જામે છે. પહેલા આ પરિક્રમામાં ભક્તોનો ધસારો ઓછો હતો પરંતુ છેલ્લા 5 વર્ષથી મોટી સંખ્યામાં દેશભરમાંથી ભકતો આ પંચ કોશી પરિક્રમા કરવા આવે છે. રજાઓના દિવસે એક થી દોઢ લાખ પ્રવાસીઓ થઈ જાય છે. આમ 30 દિવસની આ પરિક્રમામાં અંદાજિત 10થી 15 લાખ લોકો પરિક્રમા કરે છે.

વહીવટી તંત્રનો વૈકલ્પિક રુટઃ ભક્તોની પરેશાની નોંધીને સરકાર દ્વારા આ વર્ષે નર્મદા પરિક્રમા શરૂ થાય એ પહેલા સુવિધાઓ માટે આગોતરું આયોજન કરાયું છે. 2 વાર તંત્રની ટીમોએ પરિક્રમા રુટ પર સર્વે કર્યો. જિલ્લા કલેક્ટર નર્મદાના અધ્યક્ષ સ્થાને બેઠક પણ કરી હતી. જેમાં જૂના રુટ અને નવા રુટ અંગેના રીવ્યૂ પણ આધિકારીઓ પાસેથી જિલ્લા કલેટકર સ્વેતા તેવતિયા એ લીધા હતા. તંત્ર દ્વારા જરૂરી સુવિધાઓ ઉભી કરવા સાથે નદીમાં બોટનો ઉપયોગના કરવો પડે એ માટે 3જા વિકલ્પ તરીકે 70થી 80 કિમી લાંબો વૈકલ્પિક રૂટ તૈયાર કર્યો છે. જો કે આ વૈકલ્પિક રૂટનો વિરોધ સાધુ, સંતો અને ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ દ્વારા કરવામાં આવ્યો અને જૂનો પરિક્રમા રૂટ રાખવામાં આવે એવી માંગણી કરાઈ છે. જિલ્લા કલેકટરે હૈયા ધારણા આપી છે કે પહેલા ઓપ્શનમાં બ્રિજ નદી પર બને અને બીજા ઓપ્શનમાં બોટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. જો આ બંને ઓપ્શન કારગત નહિ નીવડે તો ત્રીજો ઓપ્શનલ રુટ માન્ય રાખવો પડશે.

અમે હંગામી ધોરણે નદી પર બ્રિજ બનાવવા માટે મેરિટાઈમ બોર્ડ સાથે વાતચીત કરી છે. જો સમયસર આ ઓપ્શન નહિ મળે તો અમારે બોટનો બીજો ઓપ્શન તૈયાર રાખવો જ પડશે. સરકાર શ્રી સાથે અમારી વાતચીત ચાલું છે. જો આ બંને ઓપ્શન કારગત નિવડશે તો 3જા વિકલ્પની જરુર નહિ પડે...ડો.જ્યોતિર્મયાનંદ સરસ્વતી (માંગરોળ, સંત)

આ વર્ષે રામ મંદિર જેવું અશક્ય કાર્ય શક્ય બન્યું છે તેથી આ વર્ષે આ નર્મદા પરિક્રમામાં ભકતો ઉમટી પડશે તેવું મારુ માનવું છે. જો નિર્ધારિત રુટ પર આ પરિક્રમા થશે તો ભકતોને ખૂબ ખૂબ આનંદ આવશે અને ઓછા કિલોમીટરમાં આ પરિક્રમાનો મોટી ઉંમરના ભકતો કરી શકશે...કિરણભાઈ (સામાજિક કાર્યકર, નર્મદા)

  1. Narmada Parikrama : ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં યાત્રિકો ભરેલી નાવ ડૂબી, NDRFએ કર્યું રેસ્ક્યું
  2. નર્મદા પરિક્રમા કરવા નીકળેલ શ્રદ્ધાળુઓની એક બોટ દિશા ચૂકી લવાછા દરિયાકાંઠે આવી પહોંચી

ABOUT THE AUTHOR

...view details