ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદ: પોલીસકર્મી સામે લગ્નની લાલચે ડિવોર્સી મહિલા પર દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઈ - NADIAD CRIME NEWS

ખેડા જીલ્લા પોલિસમાં ફરજ બજાવતા આરોપી પોલીસ કર્મચારી યશપાલસિંહ ઝાલાએ સોશિયલ મીડીયાના માધ્યમથી ભોગ બનનાર ડિવોર્સી મહિલા સાથે મિત્રતા કેળવી હતી.

દુષ્કર્મના આરોપમાં પોલીસકર્મીની અટકાયત
દુષ્કર્મના આરોપમાં પોલીસકર્મીની અટકાયત (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2024, 9:38 PM IST

નડિયાદ: ખેડા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવા પામી છે. આરોપી પોલીસ કર્મીએ ડિવોર્સી મહિલા સાથે સોશિયલ મીડીયાના માધ્યમથી મિત્રતા કેળવી અને પોતે પરિણીત હોવા છતાં મહિલાને લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યો હોવાનો આરોપ લાગ્યો છે. જે મામલે ભોગ બનનાર મહિલા દ્વારા નડિયાદ પશ્ચિમ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપી પોલીસ કર્મચારી યશપાલસિંહ ઝાલાની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દુષ્કર્મના આરોપમાં પોલીસકર્મીની અટકાયત (ETV Bharat Gujarat)

લગ્નની લાલચે મહિલા સાથે સંબંધ બાંધ્યા
ખેડા જીલ્લા પોલિસમાં ફરજ બજાવતા આરોપી પોલીસ કર્મચારી યશપાલસિંહ ઝાલાએ સોશિયલ મીડીયાના માધ્યમથી ભોગ બનનાર ડિવોર્સી મહિલા સાથે મિત્રતા કેળવી હતી. જે બાદ બંને અવારનવાર મળતા હતા. આરોપી યશપાલ સિંહ પોતે પરિણીત હોવા છતાં લગ્નની લાલચ આપી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની અટક કરી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

પોલીસકર્મીની કરાઈ અટકાયત
આ બાબતે DySP બી.આર. વાજપેયીએ જણાવ્યું હતુ કે, મહિલાએ નડિયાદ પશ્ચિમ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. ફરિયાદના અનુસંધાને તે મહિલાને ગત એપ્રિલ માસમાં નડિયાદના ખેડા જીલ્લામાં ફરજ બજાવતા પોલિસ કર્મચારી યશપાલસિંહ ઝાલા સાથે સોશિયલ મીડીયાથી મિત્રતા કેળવી બંને અવાર નવાર મળતા હતા. મહિલાને લગ્ન બાબતે લાલચ આપી સંબંધો રાખેલા. આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો:

  1. CCTV- યુવતીઓએ કાર ફૂંકી મારી, ઘર આંગણે પાર્કિંગ મામલે થઈ અંકલેશ્વરના ચર્ચિત ગાર્ડનસિટીમાં બબાલ
  2. અમરેલી: લોન પર લીધેલા વાહન ખરીદીને તેને સ્ક્રેપમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

ABOUT THE AUTHOR

...view details