ખેડા: ખેડા જીલ્લાના મહુધા પાસે ભુલી ભવાની નજીક ટેમ્પો અને રિક્ષા વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતને પગલે મહુધા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
ખેડામાં ગમખ્વાર અકસ્માત! ટેમ્પો અને રિક્ષા વચ્ચે અથડામણમાં બે ના મોત - KHEDA ROAD ACCIDENT
નડીયાદના મહુધા રોડ પર એક ટેમ્પોએ રિક્ષાને અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યાં હતા.
Published : Nov 15, 2024, 3:27 PM IST
રિક્ષામાં ત્રણ વ્યક્તિઓ સવાર હતા: રિક્ષાને ટેમ્પોએ ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. માહિતી મુજબ રિક્ષામાં ત્રણ વ્યક્તિ સવાર હતા. જેમાંથી બે મહુધાના તેમજ એક વ્યક્તિ મહેસાણાના હતા. ટેમ્પોની ભયંકર ટક્કરથી રિક્ષામાં સવાર બે વ્યક્તિના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતા. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અકસ્માતને પગલે લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાબતે જાણ કરવામાં આવતા મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા અકસ્માત મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: