બનાસકાંઠાઃપાલનપુર નગરપાલિકા દ્વારા આજે સીમલાગેટ વિસ્તારમાં મટન માર્કેટમાં આવેલા 20 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસ જાપ્તા સાથે આ દબાણો મંગળવારે નગરપાલિકાની ટીમ દૂર કરવામાં આવ્યા હતા.
પાલીકાના જણાવ્યાનુસાર, પાલનપુરના સીમલાગેટ નજીકમાં આવેલા મટન માર્કેટમાં દબાણ દૂર કરવા નગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ આપી દબાણદારોને સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરવા માટે જણાવ્યું હતું. છતા દબાણદારો દ્વારા દબાણ ના હટાવવામાં આવતા આજે નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે 20 જેટલા દબાણો જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.
પાલનપુર નગરપાલિકાની ટીમ દ્વારા આજે સવારથી જ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા અગાઉ આપેલી નોટિસના કારણે આજે સંપૂર્ણ મટન માર્કેટ બંધ હતું. જેના કારણે કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યા વિના આજે JCB ની મદદથી દબાણો નગરપાલિકાની ટીમ દ્વારા આજે દૂર કરવામાં આવ્યા હતા.
પાલનપુરમાં મટન માર્કેટ પર ફર્યું પાલિકાનું બુલડોઝર (Etv Bharat Gujarat) જોકે દબાણ દૂર કરવા માટે પહોંચેલી નગરપાલિકાની ટીમે સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત માગ્યો હતો અને આ પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકા દબાણ શાખા ટીમ તેમજ નગરપાલિકા એસઓ સહિત નગરપાલિકાના કર્મચારીઓએ અગાઉ કરેલા સર્વે મુજબ દબાણ સ્થળે હાજર રહીને દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી.
નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે, નગરપાલિકા દ્વારા અગાઉ આ દબાણો દૂર કરવા માટે નોટિસ આપીને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ દબાણદારો દ્વારા જાતે જ દબાણો દૂર ન કરતા આખરે નગરપાલિકાની ટીમ દ્વારા આજે 20 જેટલા દબાણો સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, શહેરમાં આ પ્રકારના દબાણો દૂર કરવા મળેલી અરજીઓ અનુસાર આગામી દિવસોમાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા દ્વારા ચાલુ રાખવામાં આવશે.
નોંધનીય છે કે, આ આ વિસ્તારમાં ચૂંટાઈને આવેલા નગરસેવક ખુદ નગરપાલિકામાં દબાણ શાખામાં હોદ્દા પર છે. છતાં આ દબાણો દૂર કરવામાં કેમ આટલો સમય લાગ્યો તે એક સવાલ છે. તેમજ શહેરમાંથી મળેલી વિવિધ દબાણની અરજીઓ અંગે પણ તેમને ટેલીફોનિક પૂછતા તેમના પાસે તેનો કોઈ જ જવાબ મળ્યો ન હતો અને આજે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પણ તેઓ બહાર હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ વિપક્ષ નેતા પણ પાલિકા ખાતે હાજર જોવા મળ્યા ન હતા અને તેમના તરફથી પણ કોઈ જ પ્રતિક્રિયા સામે આવી ન હતી.
- કુંભમેળા, અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટમાં બ્લાસ્ટની ધમકી આપનાર ગાંધીધામથી ઝડપાયો
- દ્વારકામાં ફરી ચાલ્યું 'દાદાનું બુલડોઝર', 800 પોલીસના કાફલા સાથે ધાર્મિક દબાણો હટાવાયા