જુનાગઢ: આગામી રવિવારે એટલે કે, 5મી જાન્યુઆરીએ 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરમાંથી 1207 જેટલા મહિલા અને પુરુષ સ્પર્ધકો ગિરનારને આંબવા માટે સવારે દોટ મુકશે અને રાજ્યકક્ષાની સ્પર્ધા જીતવાનો પ્રયાસ કરશે.
ચાર કેટેગરીમાં વિજેતા 40 સ્પર્ધકોને ઇનામો આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવનાર છે. ત્યારે સમગ્ર સ્પર્ધાનું આયોજન અને તબીબી સવલતોને લઈને રમતગમત વિભાગ દ્વારા વિશેષ આયોજન કરાયું છે.
5 જાન્યુઆરી, રવિવારે જુનાગઢમાં ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન (Etv Bharat Gujarat) ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની હાઈલાઈટ્સ
- 5 જાન્યુઆરી, રવિવારે 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન
- સમગ્ર રાજ્યભરમાંથી 1207 જેટલા મહિલા અને પુરુષ સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ માટે નોંધણી કરાવી
- આ સ્પર્ધામાં ચાર વય ગ્રુપના મહિલા અને પુરુષ સ્પર્ધકોની પસંદગી
- સિનિયર ભાઈઓમાં 558 અને જુનિયર ભાઈઓમાં 366 સ્પર્ધક
- સિનિયર બહેનોમાં 149 અને જુનિયર બહેનોમાં 134 સ્પર્ધક
- ચાર વિભાગમાં 10-10 સ્પર્ધકોને 40 જેટલા ઇનામો આપવામાં આવશે
- ઈનામોમાં આઠ લાખ રૂપિયાના રોકડ ઇનામોનો પણ સમાવેશ
ચાર વિભાગમાં 10-10 સ્પર્ધકોને 40 જેટલા ઇનામો આપવામાં આવશે (Etv Bharat Gujarat) 8 લાખ રૂપિયાના રોકડ ઇનામો
રવિવારે 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લાં 39 વર્ષથી આ સ્પર્ધાનું સતત આયોજન થતું આવ્યું છે.
આ વર્ષે સમગ્ર રાજ્યભરમાંથી 1207 જેટલા મહિલા અને પુરુષ સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે. આ સ્પર્ધામાં ચાર વય ગ્રુપના મહિલા અને પુરુષ સ્પર્ધકો પસંદગી પામ્યા છે.
5 જાન્યુઆરી, રવિવારે જુનાગઢમાં ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન (Etv Bharat Gujarat) જેમાં સિનિયર ભાઈઓમાં 558 જુનિયર ભાઈઓમાં 366 સિનિયર બહેનોમાં 149 અને જુનિયર બહેનોમાં 134 સ્પર્ધકો આગામી રવિવારે સૌથી ઓછા સમયમાં ગિરનારને આંબવા માટે પ્રયાસ કરશે ચાર વિભાગમાં 10-10 સ્પર્ધકોને 40 જેટલા ઇનામો આપવામાં આવશે જેમાં આઠ લાખ રૂપિયાના રોકડ ઇનામો પણ સામેલ કરાયા છે.
આ સ્પર્ધામાં ચાર વય ગ્રુપના મહિલા અને પુરુષ સ્પર્ધકોની પસંદગી (Etv Bharat Gujarat) સ્પર્ધાને લઈને તૈયારીઓને અપાય છે આખરી ઓપ
39મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા સૌથી કઠિન અને અકસ્માતોની સતત સંભાવનાથી ભરેલ જોવા મળે છે, ભાઈઓ માટે અંબાજી મંદિર સુધીના 4,500 પગથિયા અને બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથિયાંનું અંતર નિર્ધારિત કરાયું છે. દોડીને ગિરનાર ચડવો અને ઉતરવો તે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે.
આવી પરિસ્થિતિમાં કોઈપણ સ્પર્ધકને અંબાજી મંદિરથી લઈને ભવનાથ તળેટી સુધીમાં કોઈ આકસ્મિક તબીબી સુવિધાની જરૂરિયાત ઊભી થાય તો વહીવટી તંત્ર દ્વારા ડોક્ટરોની એક આખી ટીમ કાર્યરત રાખવામાં આવે છે, જેમાં 4500 પગથિયા સુધી નિર્ધારિત અંતરે ફિઝિકલ ટ્રેનરો સામાજિક સંસ્થાના સ્વયંસેવકો અને સ્પર્ધા સાથે જોડાયેલા કર્મચારી અને અધિકારીઓની ટીમ પણ સતત નજર રાખતી હોય છે.
ગિરનારને આંબવા 1200થી વધુ સ્પર્ધક દોટ મુકશે (Etv Bharat Gujarat) તંત્રએ કરી તમામ જરૂરી વ્યવસ્થા
સ્પર્ધા પૂર્ણ થવાના સ્થળ પર એક મેડિકલ કેમ્પ પણ નિષ્ણાંત તબીબોની હાજરી સાથે સતત શરૂ રાખવામાં આવે છે. અહીં સ્પર્ધા પૂર્ણ કરનાર પ્રત્યેક સ્પર્ધકની સ્વાસ્થ્યની તપાસ થાય છે અને કોઈ પણ સ્પર્ધકને તબીબી સવલતોની જરૂર ઊભી થાય તો સ્થળ પર જ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ સ્પર્ધક ગિરનારની સીડી પર ચાલી કે દોડી શકવા માટે અસમર્થ બને તેવા તમામ સ્પર્ધકોને ડોળી મારફતે નીચે ઉતારવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
- ગિરનારના 9999 પગથિયાંને 115 વર્ષ પૂર્ણ, જાણો આ પગથિયા સાથે જોડાયેલો રોચક ઈતિહાસ
- પતંગ ઉડાડવાને લઈને પ્રતિબંધ !, જૂનાગઢના ઇતિહાસકારે આપ્યો પતંગનો રસપ્રદ ઇતિહાસ...