ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી: ઝૂલતો પુલ કેસના 10 આરોપીઓએ નિર્દોષ છુટકારા માટે અરજી કરી - MORBI ZULTA PUL INCIDENT

મોરબીના ઝૂલતો પુલ દુર્ધટનાને 2 વર્ષનો સમય વીતી ગયો છે. પરંતું તેના ચાલી રહેલા કેસમાં આરોપીઓએ નિર્દોષ છુટકારા માટે મોરબી કોર્ટને અરજી કરી છે.

મોરબી ઝૂલતો પુલ કેસના 10 આરોપીઓએ નિર્દોષ છુટકારા માટે અરજી કરી
મોરબી ઝૂલતો પુલ કેસના 10 આરોપીઓએ નિર્દોષ છુટકારા માટે અરજી કરી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2024, 7:38 PM IST

મોરબી: મોરબીના ઝૂલતો પુલ દુર્ધટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આ બનાવને 2 વર્ષનો સમય વીતી ગયો છે. જો કે દુર્ઘટના અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી રહ્યો છે. જેની મુદતમાં સૂચિત તહોમતનામું (આરોપનામું) રજુ કરવામાં આવ્યું હતું. તો આરોપીઓએ વકીલ મારફતે 5 અલગ અલગ અરજી કરીને IPC કલમ 304 અને 308 સહિતની કલમમાંથી નિર્દોષ છુટકારાની માંગ કરી છે.

આરોપીઓએ નિર્દોષ છુટકારાની માંગ સાથે અરજી કરી:ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 નાગરિકોના મોત થયા હતા, જે અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહિતના 10 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરવા માટે ગત મુદતે કોર્ટ દ્વારા સુચના આપવામાં આવી હતી. જેથી સૂચિત તહોમતનામું (ચાર્જ શીટ) રજુ કરવામાં આવી હતી.

આ અંગે જીલ્લા સરકારી વકીલ વિજય જાનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે,'ગત મુદ્દતે કોર્ટ દ્વારા ડ્રાફ્ટ ચાર્જ રજૂ કરવા સુચના આપવામાં આવી હતી. તેથી નામદાર કોર્ટની સુચના મુજબ આજે અમેેેેેેેેેેેેેેેે 10 આરોપીઓ વિરૂદ્ધ સૂચિત આરોપનામું રજૂ કર્યું હતું. જેમાં IPC કલમ 304, 308, 336, 337, 338 અને 114 મુજબની FIR થઈ છે, તેમાં દરેક આરોપીઓનો શું રોલ છે તે મુજબનું સૂચિત તહોમતનામું રજૂ રાખ્યું છે. આ તહોમતનામું નામદાર કોર્ટ કન્ફમ કરે તે પહેલા બચાવ પક્ષ પાસેથી પાંચ અરજી આવી. જેમાં તેઓનું કહેવું છે કે આરોપીઓ વિરૂદ્ધ અલગ અલગ કલમો મુજબ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાંથી ડિસ્ચાર્જ કરી આપવા માંગ કરી હતીં અને IPC ની જે કલમો મુજબ ગુનો નોંધાયો છે તે મુજબનો કોઈ ગુનો તેમની સામે બનતો નથી. આ પ્રકારની અરજી કરવામાં આવી છે. તેથી આ અરજીનો અભ્યાસ કરી આવતી મુદ્દતે અમે વાંધા ફાઈલ કરીશું અને તે પછી તે અરજીઓની સુનાવણી થશે અને અરજીનો નિકાલ થશે. ત્યારબાદ સૂચિત તહોમતનામાની સુનાવણી કરવામાં આવશે. આગામી મુદ્દતની તારીખ નામદાર કોર્ટ ટૂંક સમયમાં જણાવશે.'

અરજી અંગે સુનાવણી હજુ બાકી:દરમિયાન ઝૂલતો પુલ કેસના તમામ 10 આરોપીઓએ વકીલ મારફતે 5 અલગ અલગ અરજી કરી હતી. જેમાં આરોપી પક્ષના વકીલોએ બધા આરોપીને કેસમાંથી ડીસ્ચાર્જ કરવા માંગ કરી છે. ICP ની કલમો 304 અને 308 સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. તે ગુનો બનતો જ નથી તેવી દલીલો કરવામાં આવી હતી અને ડીસ્ચાર્જ કરવા અરજી કરવામાં આવી છે, જેની સુનાવણી હજુ બાકી છે. આગામી મુદ્દતે અરજીઓ પર સુનાવણી થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, તો ઝૂલતો પુલ કેસમાં નવો વળાંક જોવા મળ્યો છે અને ચાર્જ ફ્રેમ થાય તે પૂર્વે જ આરોપીઓએ અરજી કરતા હવે કોર્ટ શું હુકમ કરે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.

આ પણ વાંચો:

  1. સુરતમાં 25 હજાર માટે સહકર્મીની હત્યા, આરોપીને ઓરિસ્સાના રેડ લાઈટ એરિયામાંથી પકડી લાવી પોલીસ
  2. પાટણ રેગિંગ કાંડમાં મૃતક વિદ્યાર્થીના ગામ જેસડામાં શોકનો માહોલ, પરિજનોએ કાર્યવાહીની માંગ કરી

ABOUT THE AUTHOR

...view details