ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીઃ નફાની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, શેરબજારમાં રોકાણના નામે 85 લાખ ગુમાવ્યા - MORBI STOCK MARKET CHEATING CASE

યુવાનને વોટ્સઅપમાં લીંક આવ્યા બાદ ડીમેટ એકાઉન્ટ ખોલી શેર બજારમાં રોકાણ કરવા કહ્યું પણ...

પોલીસ મથકની તસ્વીર
પોલીસ મથકની તસ્વીર (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2024, 7:23 PM IST

મોરબી:મોરબીમાં યુવાનને વોટ્સઅપમાં લીંક આવ્યા બાદ ડીમેટ એકાઉન્ટ ખોલી શેર બજારમાં રોકાણ કરવાના બહાને 10 જેટલા શખ્સોએ 85 લાખથી વધુની રકમ પડાવી હોવાની ફરિયાદ મોરબી સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાઈ છે.

વોટ્સઅપમાં મેસેજ આવ્યા બાદ લીંક મોકલી

મોરબી એસપી રોડ પર સિલ્વર હાઈટ્સમાં રહેતા ધર્મેન્દ્રભાઈ નાગજીભાઈ સુતરિયાએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, જુદા જુદા વોટ્સપ નંબર ધારકો ધર્મેન્દના વોટ્સઅપ નંબર પર એક મેસજ આવ્યો. જેમાં વોટ્સઅપ ગ્રુપમાંથી મેસેઝ આવેલો અને ગ્રુપના એડમીનના એ ધર્મેન્દ્રભાઈને ગ્રુપમાં એડ કરેલા, જેમાં શેર બજાર રિલેટેડ મેસેજ આવતા હતા. બાદમાં શેર માર્કેટને લગતી ટીપ્સ આપતા હતા. ધર્મેન્દ્રભાઈને રોકાણ કરી વધુ નફો મેળવવાની માટે લીંક મોકલી હતી.ધર્મેન્દ્રભાઈને વેબ પેઇઝ પર ડીમેટ એકાઉન્ટ ઓપન કરવા જણાવ્યું હતું.

શેરબજારમાં રોકાણ કરવવામાં રસ હોવાથી ફરિયાદી ધર્મેન્દ્રભાઈએ ઉપરોક્ત લીંક વાળી વેબ પેઇઝમાં એડમિનોના કહેવા પ્રમાણે ડીમેટ એકાઉન્ટ ઓપન કર્યું, ત્યારબાદ ફરિયાદી ધર્મેન્દ્રભાઈને યુ એસ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું તથા આઈ પી ઓ ભરવાનું જણાવી આરોપીઓએ કાવતરું રચી ધમેન્દ્રભાઈને શેર બજારમાં ઓન લાઈન રોકાણ કરાવી સારો નફો કમાવાની લાલચ આપી હતી. તેમણે વાતોથી વિશ્વાસ કેળવી શેર બજારમાં રોકાણ કરવાના બહાને રૂ. 82 લાખથી વધુની રકમ જુદા જુદા બેંક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ ફરિયાદી ધર્મેન્દ્રભાઈના ભરેલ નાણા પરત નહીં આપી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

યુવાનોને વધુ નફાની લાલચ આપી શિકાર બનાવા

તો બનાવ અંગે પોલીસે તપાસ નોંધી વધુ તપાસ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પી આઈ આર એસ પટેલ ચલાવી રહ્યા છે. જે અંગે તેમણે જણાવ્યું હતું કે ટ્રેડીંગ અને આઈ પી ઓના નામે યુવાનોને વધુ નફાની લાલચ આપી શિકાર બનાવવામાં આવે છે. જેથી યુવાનોએ કોઈ પણ પ્રકારની બિનજરૂરી લીંક કે ઓટીપી શેરના કરવા જોઈએ અને આવા કોઈ પણ તત્વો લીંક કે ઓટીપી મારફત લોભામણી લાલચ આપે તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

  1. માત્ર 22 સવાલોથી જાણો તમારી પ્રકૃતિ: વાત, પિત્ત, કફ શું છે તમારી વૃત્તિ, જાણો આ જરૂરી વિગતો
  2. બનાસકાંઠાઃ શાળાના બાળકને શિક્ષકે ઢોર માર માર્યાનો આક્ષેપ, શિક્ષક વિરુદ્ધ FIR

ABOUT THE AUTHOR

...view details