મોરબી : મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેસ મામલે મોરબી અને ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરમિયાન ઝડપાયેલા 10 પૈકી અગાઉ છ આરોપીને જામીન મળી ચુક્યા હતાં. તો આજે ગુજરાત હાઈકોર્ટે ઓરેવા ગ્રુપના મેનેજર અને કોન્ટ્રાકટરને રાહત આપતા જામીન પર મુક્ત કર્યા છે. મુખ્ય આરોપી સહિતના હજુ બે આરોપી જેલમાં છે .
Morbi suspension bridge case : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપ મેનેજર અને કોન્ટ્રાકટરના જામીન મંજૂર - મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના
મોરબી ઝુલતો પુલ દુર્ઘટના કેસના ઝડપાયેલા ઓરેવા ગ્રુપના મેનેજર અને કોન્ટ્રાકટરને ગુજરાત હાઈકોર્ટે રાહત આપતા જામીન પર મુક્ત કર્યા છે. કુલ 10 પૈકી અગાઉ છ આરોપીને જામીન મળી ચુક્યા હતાં. મુખ્ય આરોપી સહિતના હજુ બે આરોપી જેલમાં છે
Published : Feb 9, 2024, 8:06 PM IST
નવ આરોપીની ધરપકડ મુખ્ય આરોપી સરેન્ડર : મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓ ત્રણ સિક્યુરીટી ગાર્ડ અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલસિંગ ચૌહાણ તેમજ ક્લાર્ક મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા અને માદેવભાઈ લાખાભાઈ સોલંકી, મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે તેમજ બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર એમ નવ આરોપીને ઝડપી લીધા હતા. તો મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલ બાદમાં કોર્ટ સમક્ષ હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
બે આરોપીને જામીન મળ્યા, મુખ્ય આરોપી સહિતના હજુ બે જેલમાં બંધ : જે દુર્ઘટના અંગેનો કેસ મોરબી કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં અગાઉ છ આરોપીઓના જામીન મંજુર થયા છે. તો આજે મેનેજર દીપકભાઈ પારેખ અને કોન્ટ્રાકટર પ્રકાશભાઈ પરમાર દ્વારા હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેને હાઈકોર્ટે મંજુર રાખતા બંને આરોપીનો જામીન પર છૂટકારો થયો છે. તો મુખ્ય આરોપી જયસુખ પટેલ અને દેવાંગ પરમાર હજુ જેલમાં બંધ છે.