ગુજરાત

gujarat

ETV Bharat / state

16 ચોરાઉ વાહન સાથે ઝડપાયો "બાઈક ચોર", જાણો કેટલા જિલ્લામાં હાથ માર્યો - MORBI CRIME

મોરબી સહિત ગુજરાતભરના જિલ્લામાંથી મોટરસાયકલ ચોરી કરનાર રીઢા આરોપીને ઝડપી લઈને મોરબી LCB ટીમે 16 ચોરાઉ બાઈક રિકવર કર્યા છે.

16 ચોરાઉ વાહન સાથે ઝડપાયો "બાઈક ચોર"
16 ચોરાઉ વાહન સાથે ઝડપાયો "બાઈક ચોર" (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2024, 10:15 AM IST

મોરબી :ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લા અને મોરબી જિલ્લામાંથી મોટરસાયકલ ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો છે. મોરબી પોલીસ LCB ટીમે આરોપી પાસેથી 16 ચોરાઉ બાઈક રિકવર કર્યા છે. આમ મોરબી સહિત અન્ય જિલ્લાના પણ વાહનચોરીના ગુનાના ભેદ ઉકેલાયા છે.

"બાઈક ચોર" ઝડપાયો :મોરબી પોલીસ LCB ટીમ વાહનચોરીના ગુનાના ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નવલખી ફાટક તરફથી શનાળા બાયપાસ તરફ એક ઇસમ શંકાસ્પદ હાલતમાં જતો હોવાનું જણાઈ આવતા પૂછપરછ કરી હતી. સાથે જ તેની પાસે રહેલી બાઈક એ ડીવીઝન પોલીસ મથક હદ વિસ્તારમાંથી ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.

16 ચોરાઉ વાહન સાથે ઝડપાયો "બાઈક ચોર" (ETV Bharat Gujarat)

પોલીસ કાર્યવાહી :જેથી પોલીસ ટીમે વોચ ગોઠવી પંચાસર ચોકડી પાસેથી શખ્સને ઝડપી લીધો હતો. પોકેટ કોપ એપની મદદથી સર્ચ કરતા તેમજ સઘન પૂછપરછ કરતા ચારેક માસ પૂર્વે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે સુપર માર્કેટ પાસેથી બાઈક ચોરી કર્યાનું ખુલ્યું હતું. જેથી LCB ટીમે રાજસ્થાનના 28 વર્ષીય આરોપી હરીશભાઈ મોહનલાલ પુનિયા બિશ્નોઈને ઝડપી લીધો હતો.

16 ચોરાઉ વાહન :આરોપી પાસેથી પોલીસે રુ. 6 લાખથી વધુની કિંમતના કુલ 16 ચોરાઉ બાઈકનો મુદ્દામાલ કબજે લીધો છે. ઝડપાયેલ આરોપીએ મોરબી શહેરમાંથી 5, રાજકોટ શહેરમાંથી 4, પાટણ જિલ્લામાંથી 3 અને બનાસકાંઠા જિલ્લામાંથી 4 સહિત 16 બાઈક ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. આ તમામ બાઈક રીકવર કરવામાં સફળતા મળી છે.

  1. મોરબી નજીક ઝડપાયું ગેસ કટિંગનું કૌભાંડ, આરોપીઓ ફરાર
  2. મોરબીમાંથી 3 તોડબાજ પત્રકાર ઝડપાયા, આ રીતે ફૂટ્યો ભાંડો...

ABOUT THE AUTHOR

...view details