મોરબી:મોરબી જીલ્લામાં પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ પર થતા અન્યાય અને અત્યાચાર તેમજ વ્યાજના વિષચક્રમાં ફસાતા યુવાનોને લડવાના હેતુથી પાટીદાર યુવા સેવા સંઘ મોરબીની રચના કરવામાં આવી છે. જે સંસ્થા દ્વારા આજે પાટીદાર સમાજના યુવાનોને હથિયાર લાયસન્સ આપવાની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
150-200 અરજીઓ લાયસન્સ લેવા મળી (ETV Bharat Gujarat) પાટીદાર સમાજની સંસ્થા દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું
પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે, મોરબી શેહર અને જીલ્લામાં 150 ગામમાં 60 હજાર પાટીદાર પરિવાર રહે છે. અનેક પરિવારો વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી અને હનીટ્રેપનો શિકાર બન્યા છે. આવા ભોગ બનેલા પરિવારોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. વ્યાજખોરી અને દાદાગીરીનો ભોગ બનેલ પરિવાર ખાનગી રીતે સમાધાન કરી લેતા હોય છે. પરંતુ અમુક પરિવારો તંત્ર પાસે મદદ માટે જાય છે. ત્યારે તંત્ર પણ આ ગુંડાઓ સાથે મિલીભગત હોય તે રીતે વર્તન કરીને ન્યાય આપવામાં આવતો નથી.
હથિયારની પરવાનગી માગી રહ્યા છે
આવેદનમાં વધુમાં કહેવાયું છે કે, આટલો મોટો પાટીદાર પરિવાર જીલ્લામાં રહેતો હોય ત્યારે છાશવારે વ્યાજખોરી, દાદાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી અને હનીટ્રેપના બનાવો બનતા રહે છે અને તંત્રની મદદ ના મળતી હોવાથી, રક્ષક જ ભક્ષક બનતા હોય છે. ત્યારે આવા ભોગ બનનાર પરિવાર ક્યાં જાય? તેવો સવાલ પૂછીને પરિવારોની સુરક્ષા માટે પાટીદાર યુવાનો જાતે આગળ આવીને હથિયાર પરવાનગી માંગે છે. યુવાનોને હથિયાર પરીવાનગી આપવામાં આવે જેથી તેઓ પાટીદાર પરિવારોની સુરક્ષા કરી સકે તેવી માંગ કરી છે
150-200 હથિયાર અરજી કરવામાં આવી: જીલ્લા કલેકટર
જે મામલે જીલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, અમુક ગેંગ દ્વારા પાટીદાર સમાજના યુવકોને હેરાનગતિ કરાય છે. જેથી હથિયાર માટે 150 થી 200 જેટલી અરજી કરવામાં આવી છે. વ્યાજખોરો સહિતના અસામાજિક ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને પગલા ભરવા ખાતરી આપી હતી. તેમજ જીલ્લા એસપીને જરૂરી સુચના આપવામાં આવશે.
આ પણ વાંચો:
- ભરૂચ પોલીસ ડોગ 'સિલ્કી'એ ઉકેલ્યો લાખોની ચોરીનો ભેદ, આરોપી પાસે જતા જ જુઓ કેવી રીતે કર્યો ઈશારો
- ડિજિટલ એરેસ્ટથી 1.15 કરોડ ઓહિયા કરતી ગેંગ ઝડપાઈ: "ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી"- અમદાવાદ પોલીસ