ગાંધીનગર : દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. લોકશાહીના મેદાનમાં જવા માટે દરેક રાજકીય પક્ષે કમર કસી લીધી છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં NDA ગઠબંધન છે. જ્યારે બીજી બાજુ ભાજપને ટક્કર આપવા માટે વિપક્ષોએ એકઠા કરીને INDIA ગઠબંધન બનાવ્યું છે. લોકસભા ચૂંટણીમાં શાસક પક્ષ અને વિપક્ષ પોતપોતાના મુદ્દાઓ લઈને જનતા દરબારમાં જાય છે. જનતા કોને આશીર્વાદ આપે તે ચૂંટણી પરિણામો બાદ જ જાણવા મળશે...
ગાંધીનગર લોકસભા બેઠક :એક બાજુ ભારતીય જનતા પાર્ટી ગાંધીનગરમાં વિકાસના દાવાઓ કરે છે. જ્યારે બીજી બાજુ કેટલાક મતદારોએ ગાંધીનગરમાં હજી ઘણા કામો બાકી હોવાનું જણાવ્યું હતું. ગાંધીનગરથી ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ મેદાનમાં છે. ત્યારે ચાલો જાણીએ ગાંધીનગરની જનતાનો મિજાજ...
વરિષ્ટ નાગરિકોની સમસ્યા : ગાંધીનગરના વરિષ્ટ નાગરિકે જણાવ્યું હતું કે, પેન્શન યોજના બંધ કરી દેવામાં આવી છે. જેનાથી સિનિયર સિટિઝન માટે મુશ્કેલી ઉભી થઈ છે. ડિપોઝિટના વ્યાજદર પણ ઓછા કરી દીધા છે. બેન્કો વળતર પણ ઓછું આપે છે. આમાં જીવવું કઈ રીતે ?
પાયાની સુવિધાની સ્થિતિ :અન્ય એક મતદાતાએ જણાવ્યું હતું કે, માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાથી વિકાસ નથી થતો, શાળા અને આરોગ્યનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. ઘણી જગ્યાએ શહેરોમાં 6 હજાર શાળાઓ બંધ કરવામાં આવી છે. દારૂ અને ડ્રગ્સ સરળતાથી મળી જાય છે. સરકાર યુવા ધનને બરબાદ કરવા તરફ જઈ રહી છે. આ સ્થિતિ કાબૂમાં લેવામાં આવે.
દારૂબંધી હટશે ? ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે જણાવ્યું કે, દારૂબંધી વિકાસનો માપદંડ નથી. વર્ષોથી દારૂબંધી હોવા છતાં વિકાસ થતો આવ્યો છે. વર્ષોથી લોકો દારૂને ધિક્કારે છે. પૈસા માટે દારૂની છૂટ આપવાની છે. આખા ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવી દેવાનો સરકારનો વિચાર છે. જેનાથી સમાજ વ્યવસ્થાને અસર થશે. દારૂબંધી ગુજરાતમાં રહેવી જોઈએ.
આરોગ્ય સુવિધાનો અભાવ :ગાંધીનગરમાં રોડ રસ્તાના કામો અંગે જનતાએ જણાવ્યું કે, 15 વર્ષથી અહીં ભાજપનું શાસન છે. ગાંધીનગર હોસ્પિટલમાં હાલ પણ હજી આરોગ્યની સુવિધાનો અભાવ છે. અહીંથી કેસ અમદાવાદ ટ્રાન્સફર કરવા પડે છે. સરકારી શાળાઓની હાલત ખરાબ થઈ રહી છે.
ગ્રાઉન્ડ રિયાલીટી :સરકારની યુવા રોજગાર યોજના અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, સરકારની યોજનાઓ જમીની સ્તરે નથી. ભાજપની વિકાસ માટેની પરિભાષા નાગરિક માટે નથી. છેલ્લા 9 વર્ષમાં 12 લાખ વેપારીઓ અન્ય દેશની નાગરિકતા અપનાવી છે. સરકાર પર જેટલું દેવું છે, એટલો વિકાસ નથી થયો. RBI ના રિપોર્ટ પ્રમાણે મોદી સરકાર આર્થિક રીતે સક્ષમ બનાવવામાં નિષ્ફળ ગઈ છે.
- ભાજપ દેશનું સૌથી મોટું લોન્ડ્રી મશીન, જે નેતા આવે તેના ભ્રષ્ટાચારના દાગ ધોવાઇ જાય છેઃ સોનલ પટેલ
- હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા