ગુજરાત

gujarat

ETV Bharat / state

આંકડા ધોધની મજા માણવા ગયેલા સહેલાણીઓ ફસાયા, પોલીસે 1200 જેટલા લોકોનું કર્યું રેસ્ક્યુ - 1200 passengers were rescued

ચોમાસાની ઋતુમાં અનેક સ્થળો પર રમણીય વાતાવરણ ઊભું થાય છે. અને નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહારાષ્ટ્ર તરફના સરહદીય જંગલ વિસ્તારમાં વાંગણ ગામે આવેલ આંકડા ધોધ જેવી જગ્યાએ પણ રમણીય દ્રશ્યો બન્યા હતા. પરંતુ અચાનક ભારે વરસાદના કારણે દીના કોતરના પાણીનો પ્રવાહ તેજ થઈ ગયો હતો અને આ પ્રવાહએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિણામે 1200 જેટલા પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. જાણો સંપૂર્ણ ઘટના વિષે. 1200 passengers were rescued

રેસ્ક્યુ કામગીરી સતત ચાર કલાક ચાલી હતી
રેસ્ક્યુ કામગીરી સતત ચાર કલાક ચાલી હતી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 7, 2024, 7:53 PM IST

પોલીસે ધોધમાર વરસતા વરસાદ વચ્ચે જીવના જોખમે રેસ્ક્યુ કરી પ્રવાસીઓને બહાર કાઢ્યા (Etv Bharat Gujarat)

ડાંગ: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહારાષ્ટ્ર તરફના સરહદીય જંગલ વિસ્તારમાં વાંગણ ગામે આવેલ આંકડા ધોધને નિહાળવા, ફોટોગ્રાફ લેવા તેમજ સહેલાણીઓ કૂદરતી સોંદર્યને માણવા માટે આવ્યા હતા. તે સમય દરમિયાન અચાનક ભારે વરસાદના કારણે અને કાવેરી નદીના કોતરના પાણીનો પ્રવાહ તેજ થઈ ગયો હતો અને આ પ્રવાહએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વરસાદી પાણીના આ વિશાળકાયી સ્વરૂપના લીધે ધોધ વિસ્તારમાં 100 જેટલા ફોરવીલર 120 બાઈક સાથે નાના બાળકોને લઈ 70 થી 75 વર્ષના સિનિયર સિટીઝન સહિત સુરત અને આજુબાજુના વિસ્તારના અંદાજે 1200 જેટલા પ્રવાસીઓ ફસાઈ ગયા હતા.

1200 જેટલા પ્રવાસીઓ ફસાઈ ગયા હતા (Etv Bharat Gujarat)
વાંસદાના આંકડા ધોધમાં ફસાયેલા 1200 જેટલા સહેલાઈનીઓ રેસક્યુ કરાયા (Etv Bharat Gujarat)

રેસ્ક્યુ કામગીરી સતત ચાર કલાક ચાલી: વાંસદા પોલીસને બનાવ અંગેની માહીતી મળતા વાંસદા પોલીસ તાત્કાલિક વાંસદા તાલુકાના વાંગણ ગામે આંકડા ધોધ પાસે પોંહચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વાંસદા પોલીસે ધોધમાર વરસતા વરસાદ વચ્ચે જીવના જોખમે રેસ્ક્યુ કરી પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ રેસ્ક્યુ કામગીરી સતત ચાર કલાક ચાલી હતી.

  1. રાજકોટમાં 10મીએ રાજકોટથી 'હર ઘર તિરંગા' યાત્રા, મુખ્યમંત્રી કરાવશે પ્રસ્થાન - 15th August 2024
  2. ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલાયા, તાપી નદીના આજુબાજુના ગામોને એલર્ટ કરાયા - Tapi Ukai Dam Surat

ABOUT THE AUTHOR

...view details