ETV Bharat / state

ગુજરાત સરકારનો ખેડૂત હિતકારી નિર્ણય, રવિ મોસમના પાક વાવેતર માટે પાણીની સુવિધા કરાઈ - NARMADA WATER ALLOCATE IRRIGATION

ગુજરાત સરકાર દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોના રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું 30,504 MCFT પાણી ફાળવવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા રવિ મોસમના પાક વાવેતર માટે પાણીની સુવિધા કરાઈ
ગુજરાત સરકાર દ્વારા રવિ મોસમના પાક વાવેતર માટે પાણીની સુવિધા કરાઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2024, 9:44 AM IST

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ 30,504 MCFT પાણી ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના પાણીની હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય છે. પરિણામે તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરી નર્મદાના આ પાણીની ફાળવણી કરી ખેડૂતો માટે હિતકારી અભિગમ સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો છે.

આમ, આ સંદર્ભમાં નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે 16,637 MCFT તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 13,867 MCFT મળી કુલ 30,504 MCFT નર્મદાનું પાણી 15 માર્ચ 2025 સુધીના સમયગાળા માટે ફાળવવામાં આવશે.

નર્મદાના આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના 952 તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1820 ચેકડેમ થકી અંદાજે 60 હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

આ પણ વાંચો:

  1. અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું કચ્છનું આ ગામ, ગૌચર માટે 200 એકર જમીન ફાળવી
  2. ભાવનગરમાં ડુંગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતો કેમ છે ચિંતિત? ETV BHARAT સમક્ષ ઠાલવી વ્યથા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.