ETV Bharat / bharat

મણિપુર હત્યા : છ લોકોના મૃતદેહ મળ્યા, પરિવાર મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી - MANIPUR MURDER

મણિપુરના જીરીબામ જિલ્લામાંથી ગુમ થયેલા છ લોકોના મૃતદેહ મળ્યા છે. જોકે, તેમનો પરિવાર મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી, જાણો સમગ્ર મામલો

પ્રતીકાત્મક ચિત્ર
પ્રતીકાત્મક ચિત્ર (IANS)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2024, 11:12 AM IST

ઇમ્ફાલ : મણિપુરના જીરીબામ જિલ્લામાંથી ગુમ થયેલા છ લોકોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા પછી પણ, તેમના મૃતદેહ આસામની સિલચર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના (SMCH) શબઘરમાં પડ્યા છે. કારણ કે તેમના પરિવારના સભ્યો તેમના અંતિમ સંસ્કાર કરવા લઈ જવા માટે ઈચ્છતા નથી. સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી.

છ લોકોના મૃતદેહ મળ્યા : આ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું કે, હત્યાના જવાબમાં જીરીબામમાં રચાયેલી સંયુક્ત કાર્યવાહી સમિતિએ આસામના સિલચરથી મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે મણિપુરમાં તેમના વતન ગામોમાં પાછા લાવવાનો નિર્ણય લીધો છે. અગાઉના સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવારે આસામના કછાર જિલ્લામાં બરાક નદીમાંથી છઠ્ઠો મૃતદેહ મળી આવ્યો, ત્યારબાદ તેનું SMCH ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

પરિવારને સોંપાશે મૃતદેહ : આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, તમામ છ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ SMCH ખાતે કરવામાં આવ્યું છે. સંબંધિત તબીબોએ રિપોર્ટ પણ તૈયાર કરી લીધો છે. જોકે, અધિકારીએ જણાવ્યું હતું કે અંતિમ સંસ્કાર માટે તેમના પરિવારોને સોંપવા માટે મૃતદેહોને ક્યારે મણિપુર લઈ જવામાં આવશે તે અંગે પુષ્ટિ થઈ શકી નથી.

શું હતો બનાવ ? મણિપુરના જીરીબામ જિલ્લામાં 11 નવેમ્બરના રોજ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા હતા. એન્કાઉન્ટરના થોડા કલાકો બાદ રાહત કેમ્પમાં રહેતી ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો ગુમ થઈ ગયા હતા.

આમાંથી શનિવારના રોજ આસામના કચર જિલ્લામાં બરાક નદીમાંથી બે મહિલા અને એક બાળકના મૃતદેહ મળી આવ્યા હતા.જ્યારે શુક્રવારે રાત્રે જીરીબામની જીરી નદીમાંથી એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. આરોપ છે કે આતંકવાદીઓએ આ લોકોનું અપહરણ કર્યા બાદ તેમની હત્યા કરી હતી. ગયા વર્ષે મેથી મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસામાં 220 થી વધુ લોકો માર્યા ગયા છે.

  1. મણિપુર હિંસા વચ્ચે ઈમ્ફાલમાં કર્ફ્યુ, 23 લોકોની હથિયાર સાથે ધરપકડ
  2. મણિપુર હિંસા મામલે ગૃહ મંત્રાલય એક્શનમાં, NIAને તપાસ સોંપાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.