કેન્દ્રીય બજેટનાં હાઈલાઈટ્સ અને કી પોઇન્ટ પર ચર્ચા વિચારણા તેમજ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી (Etv Bharat Gujarat) કચ્છ:જિલ્લાના કચ્છ યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગના ફેકલ્ટી ડો. કનિષ્ક શાહ, ડૉ. રૂપલ દેસાઈ, ડૉ. શીતલ બાટી, ડૉ. વિજય વ્યાસ, દ્વારા વિદ્યાર્થીઓને અલગ અલગ રીતે અર્થશાસ્ત્ર તેમજ મેનેજમેન્ટના પાઠો ભણાવવામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ આધારિત આજે એક પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ બજેટનું વિશ્લેષણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
મોક લોકસભા સેશન તેમજ બજેટ સેશનનું આયોજન કરવામાં આવ્યું (Etv Bharat Gujarat) વિચારણા તેમજ પ્રશ્નોત્તરી કરવામાં આવી: કેન્દ્રીય બજેટમાં રજૂ કરવામાં આવેલ 9 જુદા જુદા મુદ્દાઓ પર વિદ્યાર્થીઓના નવ જેટલા ગ્રુપ બનાવીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ પાર્લામેન્ટની જેમ જ નાણામંત્રી, સ્પીકર તેમજ અન્ય મિનિસ્ટરો જેવા રોલ વિદ્યાર્થીઓ દ્વારા ભજવવામાં આવ્યા હતા. સાથે જ 9 અલગ અલગ મુદ્દાઓ પર ડિબેટ પણ યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કેન્દ્રીય બજેટનાં હાઈલાઈટ્સ અને કી પોઇન્ટ પર ચર્ચા વિચારણા તેમજ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી.
કચ્છ યુનિવર્સિટીના યુવાનો દ્વારા આ બજેટનું વિશ્લેષણ કરવામાં આવ્યું (Etv Bharat Gujarat) મોક લોકસભા સેશન:સ્ટુડન્ટ્સ માટે મહત્વનું એ છે કે, તેઓ એમ્પ્લોએબલ બને અને તેને એમ્પ્લોએબલ બનાવવા માટે પ્રેક્ટીકલ જ્ઞાન પણ જરૂરી છે. ત્યારે કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના ફેકલ્ટી દ્વારા મોક લોકસભા સેશનનું આયોજન કરીને લાઈવ બજેટ સેશન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એમબીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તમામ સંચાલન કર્યું હતું. જેમાં નાણામંત્રી, લોકસભા સ્પીકર તેમજ જુદા જુદા મિનિસ્ટ્રીના મિનિસ્ટરો, રુલિંગ પાર્ટી, ઓપોઝીશન પાર્ટીના રોલ ભજવીને સમગ્ર બજેટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
મોક લોકસભામાં વિવિધ પાત્રો પણ ભજવવામાં આવ્યા હતા (Etv Bharat Gujarat) વિવિધ 9 મુદ્દાઓ પર ડીબેટ: આ વખતના કેન્દ્રીય બજેટમાં સરકારે પોતાની 9 જુદી જુદી અગ્રિમતાઓ જણાવી હતી. જે મુજબ પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીઓને અલગ અલગ 9 જેટલા ગ્રુપમાં આ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીઓએ બજેટનું અભ્યાસ કર્યું હતું. જેમાં એનર્જી અને સિક્યુરિટી, રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન, ન્યુ જનરેશન રિફોર્મ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અર્બન ડેવલોપમેન્ટ, એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી, એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કીલિંગ, ઈન્ક્લુઝિવ હ્યુમન રીસોર્સ ડેવલોપમેન્ટ એન્ડ સોશિયલ જસ્ટિસ, મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ સેક્ટર વગેરે જેવા મુદ્દાઓ પર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમજ તેના ફાયદા અને ગેરફાયદા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બજેટનું વિશ્લેષણ કરી ચર્ચા વિચારણા:નાણામંત્રી બનેલ વિદ્યાર્થી શ્રેયા અખાણીએ જણાવ્યું હતું કે, મેનેજમેન્ટના ફેકલ્ટી દ્વારા હાલમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટ અંગે વિદ્યાર્થીઓ પણ સમજે તેવા હેતુ સાથે આ પ્રવુતિ કરાવવામાં આવી છે. જેમાં તેમણે નાણામંત્રી નિર્મલા સીતારામનનો પાત્ર ભજવીને બજેટ રજૂ કર્યો હતો. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં આ વખતે અનેક સેક્ટરમાં ડેવલપમેન્ટ આવ્યું છે, તો ઘણા બધા ફોર્મ રિફોર્મ થયા છે. આ બજેટનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓને તક આપી બજેટનું વિશ્લેષણ કરી તેના મુખ્ય મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બજેટનાં મુખ્ય 9 મુદ્દાઓ પર 9 ગ્રુપ દ્વારા ચર્ચા વિચારણા કરીને ડીબેટ કરવામાં આવી હતી.
- મોદી સરકાર 3.0 નું ટેક્સ રિર્ફોમ બજેટ કરદાતા માટે આદર્શ ? જુઓ ટેક્સ નિષ્ણાંતોનું ખાસ વિશ્લેષણ - UNION BUDGET 2024
- પાલનપુરમાં બાયપાસ રોડના મુદ્દે હોબાળો, રોષે ભરાયેલા ખેડૂતોએ કર્યો ઉગ્ર વિરોધ - The farmers strongly protested