પોલીસની કામગીરીને લઈને MLA સેજલ પંડ્યાએ IGને પત્ર લખ્યો (Etv Bharat Gujarat) ભાવનગર: ભાવનગરના એક વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી વેપાર-રોજગાર કરતા લોકોને પોલીસનો ડર સતાવતો હતો. વિપક્ષમાં બેઠેલા નેતાએ સોશિયલ મીડિયા મારફતે આ અંગે ધ્યાન પણ દોર્યુ હતું. આમ છતાં કોઈ ફરક પડ્યો નહિં, હવે બે ધારાસભ્ય પાસે આ મામલો જતાં તેમણે IGને પત્ર લાખ્યો અને બંને શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાની રજૂઆત કરી રહ્યાં છે.
શહેરમાં પોલીસની કામગીરીને લઈને ઉભા કર્યા સવાલ (Etv Bharat Gujarat) પહેલા જાણો ધારસભ્યે શુ લખ્યું IGને પત્રમાં: ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ IG ગૌતમ પરમારને પત્ર લખીને જણાવ્યું છે કે, છેલ્લાં ઘણા સમયથી શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી છે. શહેરમાં પોલીસ દ્વારા રાત્રે દુકાન-રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવે છે ,તેવી રજૂઆતો મળી છે. 2019માં સરકારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા શોપ એન્ડ એસ્ટાબલીશમેન્ટ એક્ટ અને તેને આનુષંગિક નિયમો બનાવી કલમ 35માં દુકાનો,રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લી રાખવાનો પ્રબંધ કરેલો છે. મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી દુકાનો રેસ્ટોરન્ટ કાયદો વ્યવસ્થાની વચ્ચે શરૂ રહે તે જોવાની તત્કાળ વ્યવસ્થા કરશો. ભાવનગરમાં રાત્રે 11 કલાકે દુકાનો બંધ કરાવવાનું યોગ્ય નથી.
ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ IG ગૌતમ પરમારને પત્ર લખ્યો (Etv Bharat Gujarat) પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ:15 દિવર્ષથી સતત હતી પોલીસની કનડગત: ભાવનગર જશોનાથ સર્કલમાં રાયરી દરમિયાન નાસ્તો કરવા અનેક લોકો આવે છે. ઘણા પોતાના બાળકો અને ઘરની મહિલાઓ સાથે આવે છે. ત્યારે શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાત્રે સવા અગિયાર થાય એટલે પોલીસની ગાડી આવતી હતી. જોરથી સાયરન વગાડવું અને પોલોસ કર્મચારીઓ નીચે ઉતરીને લાકડીઓ પછાડવા લાગતા અને દુકાનો બંધ કરાવતા હતા.હાલમાં ધારાસભ્યને સામે આવ્યું અને તેમને IGને પત્ર લખ્યો સારી બાબત છે.
આખરે શું સમગ્ર મામલાનું કારણ ?
મામલો પોલીસની કનડગત હોવાનો કેમ ઉઠ્યો ? શુ IG સુધી રજુઆત વ્યાપારી વર્ગમાંથી ન્હોતી થઈ ? આ મામલે વિપક્ષના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ મામલો 8 થી 10 દિવસ પહેલાનો છે, મે લેખિત સોશિયલ મીડિયામાં IG,DSP અને નિલમબાગ PI સુધી રજુઆત કરી હતી. રજુઆત એટલા માટે કેવી પડી કે એક દિવસ રાત્રે એક પરીવાર નાસ્તો કરવા આવ્યું, જેમાં મહિલા હતી અને બાળકો હતા તેવામાં સવા અગિયાર થયેલા અને પોલીસની કાર સાયરન વગાડતી આવી અને પોલીસવાળા નીચે ઉતરી ડંડા પછાડવા લાગ્યા,આથી એક પરીવારની મહિલા અને બાળકો એકદમ ડરી ગયા હતા. આથી મારે રજુઆત વિપક્ષના નેતાએ પ્રજાહિતમાં કરવી પડી હતી.જો કે ધારાસભ્યના ધ્યાને મારી સોશિયલ મીડિયાની રજુઆત ધ્યાને આવી હોય અને રજુઆત કઈ હોય તેમ જરુર લાગે છે.
- ભાવનગરમાં LCB પોલીસે 6 લાખથી વધુની દારૂની બોટલ સાથે બે શખ્સોને દબોચ્યા, માલ સગેવગે થતા પહેલા એક્શન - Liquor business in Gujarat
- દર વર્ષે રસ્તા તૂટે ને કરોડોનો ખર્ચ થાય: સૌના સાથ સૌના વિકાસના સૂત્ર સાથે પૈસાનું પાણી, જાણો શું છે સ્થિતિ - Potholes in Bhavnagar roads