ગુજરાત

gujarat

ETV Bharat / state

MLA પોપટ સોરઠીયા હત્યા કેસ: અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી મામલે HCએ સરકાર-પૂર્વ ADGP પાસે માંગ્યો જવાબ

ગોંડલની સંગ્રામ સિંહજી હાઇસ્કૂલમાં સ્વતંત્રતા દિવસે ધ્વજ વંદન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

Updated : 2 hours ago

ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર
ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર (ETV BHARAT GUJARAT)

અમદાવાદ:15 ઓગસ્ટ 1988 ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠીયાની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ એરજી કરી હતી. આ અરજીના આધારે ન્યાયમૂર્તિ ડી.એમ દેસાઈએ રાજ્ય સરકાર, પૂર્વે એડીજીપી ટી.એસ બિષ્ટ અને અનિરુદ્ધસિંહ જાડેજાને નોટિસ ફટકારીને જવાબ માંગ્યા છે. આ મુદ્દે વધુ સુનાવણી 28 ઓક્ટોબરે હાથ ધરાશે.

શું હતો સમગ્ર મામલો?
આ કેસની વિગત એવી છે કે, ગોંડલની સંગ્રામ સિંહજી હાઇસ્કૂલમાં સ્વતંત્રતા દિવસે ધ્વજ વંદન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશ કુમારની ધરપકડ કરી હતી. તેઓને સાક્ષીઓ પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી રાજ્ય સરકારની અપીલના આધારે 10 જુલાઈ 1997માં અનિરુદ્ધસિંહ જાડેજાને જીવન કેદની સજા આપવામાં આવી હતી.

2018માં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી માટે પુત્રએ લખ્યો પત્ર
જોકે ત્યાર બાદ જાડેજા ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યા હતા. ત્યાર પછી અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર એ 29 જાન્યુઆરી 2018 ના રોજ જેલના એડીજીપી ટી.એસ બીષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી.

સ્વ. ધારાસભ્યના પૌત્રએ સજા માફીને પડકારી
આ કેસ મામલે હરેશ સોરઠીયાએ એડવોકેટ સુમિત સિકરવાર મારફતે અરજી દાખલ કરીને અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને પડકારી છે. તેમણે દલીલ કરી હતી કે, 2017 માં ઘડવામાં આવેલી માફીની નીતિનું પાલન કરવામાં આવ્યું નથી. જાડેજા 3 વર્ષ ફરાર હતા તેથી તેમને જેલમાં પાછા મોકલવા જોઈએ.

આ પણ વાંચો:

  1. જસદણ ગેંગરેપના આરોપી પરેશ રાદડિયાની જામીન રદ કરવા ગુજરાત HCમાં માગ
  2. બાબાના આશ્રમ પર બુલડોઝર ફરી વળ્યું: રાજકોટના વહીવટી તંત્રની એક્શન, મળ્યા ગાંજાના છોડ
Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details