આણંદ: આણંદ લોકસભા બેઠક માટે આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મિતેષ પટેલે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યું છે. ઉમેદવારી પત્ર દાખલ કરતા પહેલાં આણંદ અંબાજી મંદિરમાં દર્શન કરી ટ્રેકટરમાં મુખ્યમંત્રી અને મિતેષ પટેલ સવાર થયા હતા અને ભવ્ય રેલી યોજી હતી.આણંદ ભાજપના ઉમેદવાર મિતેષ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જિલ્લાના પાંચ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
16 આણંદ લોકસભા બેઠક પરથી મિતેષ પટેલે નોંધાવી ઉમેદવારી આગામી ચૂંટણીમાં ઝંપલાવવા માટે દાવેદારી નોંધાવી: 16 આણંદ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલ દ્વારા આજે આગામી ચૂંટણી જંગમાં ઝંપલાવવા માટે દાવેદારી નોંધાવી હતી, આણંદ બેઠક પરથી વર્ષ 2019માં કૉંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને 197718 મતોથી હરાવીને મિતેષ પટેલ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, ત્યારે 2024માં પણ પાર્ટીએ મિતેષ પટેલને જ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
16 આણંદ લોકસભા બેઠક પરથી મિતેષ પટેલે નોંધાવી ઉમેદવારી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા: આજે જ્યારે મિતેષ પટેલે નામાંકન પત્ર ભરવા માટે જવાના હતા. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નરહરિભાઈ અમીન, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી,શબ્દશરણ બ્રહ્મભટ્ટ, આણંદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભાના ધારાસભ્યો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉપસ્થિત નગરજનોને ભાજપ સરકારે કરેલા પ્રજા હિતના કામો અને નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં નેતૃત્વ દરમ્યાન લીધેલા રાષ્ટ્રહિતના નિર્ણયો અંગે સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરીને વર્તમાન 2024 ની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના સંબોધન બાદ અંબામાતા મંદિરે દર્શન કરીને આણંદ બેઠક પરના ઉમેદવાર મિતેષ પટેલ સાથે મળીને કલેક્ટર કચેરી તરફ પ્રયાણ કર્યું હતું ત્યારે શહેર અને વિસ્તારના નાગરિકો દ્વારા ઉમેદવાર અને મુખ્યમંત્રીને આવકાર્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીને સુપરત કર્યું ઉમેદવારી પત્ર:મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મિતેષ પટેલે ઉમેદવારી પત્ર ભરીને આણંદ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવિણ ચૌધરીને ઉમેદવારી પત્ર અને એફિડેવિટ સુપ્રત કર્યા હતા. જેમાં વિધિવત રીતે ફોર્મ સ્વીકૃતિ કરીને વિજય મુહુર્તમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ફોર્મ ભર્યા બાદ મિતેષ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં આણંદ બેઠક પરથી 5 લાખ કરતા વધુ મતોની લીડ સાથેની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો, સાથે આજે હજારોની સંખ્યામાં ઉમટેલા સમર્થકો અને કાર્યકરો નો આભાર માનવા સાથે મુખ્ય મંત્રી અને પ્રદેશ ના આગેવાનો ની ઉપસ્થિતિ ને બિરદાવી હતી.
- બાપને બાપ ના કહે એ પાડોશીને કાકા કહે ! નામાંકન ભરતા પહેલા લલિત વસોયા શું બોલ્યા જુઓ... - લોકસભા ચૂંટણી 2024
- 5 લાખ કરતાં વધુ વોટની લીડથી વલસાડ બેઠક જીતીશું: ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો દાવો - valsad lok sabha seat