ગુજરાત

gujarat

ETV Bharat / state

એપ્રિલમાં ગરમીથી પરસેવે નહીં વરસાદથી ભીંજાશો, હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી - unseasonal rain forecast - UNSEASONAL RAIN FORECAST

એપ્રિલ મહિનો આમ તો ગરમીનો મહિનો ગણવામાં આવે છે. પરંતુ પશ્ચિમી વિક્ષોપની નકારાત્મક અસરોને કારણે એપ્રિલ મહિનામાં ગરમીનું પ્રમાણ ઓછું છે. ઉપરાંત ગુજરાતના કેટલાક જિલ્લામાં કમોસમી હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી
હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી

By ETV Bharat Gujarati Team

Published : Apr 6, 2024, 12:05 PM IST

એપ્રિલમાં ગરમી નહીં વરસાદથી ભીંજાશો

જૂનાગઢ :સામાન્ય રીતે એપ્રિલ મહિનાને ગરમીના મહિના તરીકે ઓળખવામાં આવે છે. આ મહિના દરમિયાન પ્રચંડ ગરમી પ્રહાર વચ્ચે લોકો પરસેવે રેબઝેબ થતા જોવા મળતા હોય છે. પરંતુ પશ્ચિમી વિક્ષોપની નકારાત્મક અસરોને કારણે આ વર્ષે ઉનાળાની ગરમીથી લોકો પરસેવે રેબઝેબ નહીં થાય, પરંતુ કેટલાક જિલ્લામાં વરસાદી પાણીથી લોકો ભીંજાઈ શકે છે.

પશ્ચિમી વિક્ષોપની અસર :પશ્ચિમી વિક્ષોપની નકારાત્મક અસરને કારણે ઈસ્ટ વેસ્ટ ધરી કે જે તમિલનાડુથી મધ્ય ભારત સુધી વિસ્તરેલી જોવા મળે છે, જેને કારણે વાદળછાયા વાતાવરણની વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર એપ્રિલ માસ દરમિયાન પ્રબળ પશ્ચિમી વિક્ષોપની અસર થોડા ઘણા અંશે સમગ્ર ભારત દેશમાં જોવા મળી શકે છે.

રાજ્યમાં કમોસમી વરસાદ :પ્રબળ પશ્ચિમી વિક્ષોપની નકારાત્મક અસરોને કારણે 12 એપ્રિલ બાદ ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં પણ કમોસમી હળવો વરસાદ પડવાની શક્યતા નકારી શકાતી નથી. જેના કારણે એપ્રિલ માસમાં લોકોને અકળાવનારી ગરમીમાંથી મુક્તિ મળશે. આ સમયગાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતા દિવસનું તાપમાન નીચું જોવા મળશે, જેના કારણે લોકોને ઠંડકનો અહેસાસ પણ થઈ શકે છે.

10 એપ્રિલ બાદ ફેરફાર :10 એપ્રિલ બાદ વાતાવરણમાં ફેરફાર આવી શકે છે. જેના કારણે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં તાપમાન 40 ડિગ્રી કે તેનાથી આગળ વધતું પણ જોવા મળશે. આ સમય દરમિયાન કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પણ પડી શકે છે. તો કેટલાક જિલ્લામાં દિવસનું તાપમાન 40 ડિગ્રીને પાર પણ થતું જોવા મળશે.

14 એપ્રિલ સુધી માવઠા :પશ્ચિમી વિક્ષોપની અસરને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે મધ્યપ્રદેશ નજીક આવેલા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા પણ છે. બીજી તરફ 14 એપ્રિલ સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવો કે છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા પણ પશ્ચિમની વિક્ષોપની પ્રબળ નકારાત્મક અસરોને કારણે થતી જોવા મળશે.

  1. વલસાડ, છોટાઉદેપુર, તાપી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું; કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા પ્રસરી
  2. Unseasonal Rain: અમદાવાદ, ગાંધીનગર, કલોલ, માણસા, દેહગામમાં પવન સાથે વરસાદ ખાબક્યો

ABOUT THE AUTHOR

...view details