ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાની પરણિત પ્રેમી-પંખીડાંએ પોતાના બે વર્ષના બાળક સાથે ગોંડલના વેરી તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો - Mahesana committed suicide - MAHESANA COMMITTED SUICIDE

રાજકોટના ગોંડલમાં મહેસાણાના પરણિત પ્રેમી-પંખીડાંએ પોતાના બે વર્ષના બાળક સાથે આપઘાત કર્યો હતો. ગોંડલના વેરી તળાવના પગથિયે છેલ્લો ફોટો પાડી સ્ટેટસમાં મૂકીને તેઓએ તળાવના પાણીમાં ઝંપલાવી દીધું. જાણો સમગ્ર મામલો આ અહેવાલમાં.

મહેસાણાની પરણિત પ્રેમી-પંખીડાંએ
મહેસાણાની પરણિત પ્રેમી-પંખીડાંએ

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 11:01 AM IST

MAHESANA COMMITTED SUICIDE

રાજકોટ: ગોંડલના વેરી તળાવમાં ઝંપલાવીને મહેસાણાના પરણિત પ્રેમી-પંખીડાંએ પોતાના બે વર્ષના બાળક સાથે આપઘાત કર્યો હતો. બંને પ્રેમી-પંખીડાં એક નહીં થતાં વેરી તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક વિગત પ્રકાશમાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના

આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર, મહેસાણા જિલ્લાનાં લીંચ ગામે રહેતા યુવકના લગ્ન પાટણ જિલ્લાના વાસાપુર ખાતે થયા હતા અને મહેસાણામાં પેપરમિલમાં કામ કરતો હતો. જ્યારે યુવતી પણ પરિણીત હતી અને બે વર્ષનો પુત્ર હતો. બે દિવસ પહેલાં મહેસાણા જિલ્લાના લિંચ ગામના પરિણીત પ્રેમી-પંખીડાં પુત્ર સાથે ભાગી ગયાં હતાં. આત્મહત્યા કરનારી યુવતી પોતે પરિણીત હતી અને તેને એક પુત્ર હતો છતાં પ્રેમી વગર રહી ન શકતાં બંને પુત્ર સાથે ભાગીને અંતે જોડે મોતને વહાલું કર્યું હતું.

મહેસાણાની પરણિત પ્રેમી-પંખીડાંએ

તળાવના પગથિયે છેલ્લો ફોટો પાડીને સ્ટેટસમાં મૂક્યો

પ્રેમીએ આત્મહત્યા પહેલાં તળાવના પગથિયા છેલ્લો ફોટો પાડીને સ્ટેટસમાં મૂક્યો હતો. સેલ્ફી સોશિયલ મીડિયા સ્ટેટસ પર મૂકીને મિત્રને લોકેશન પણ મોકલી આપ્યું હતું. પ્રેમી-પંખીડાંએ બે દિવસ પહેલાં તળાવના પગથિયા પાસે છેલ્લો ફોટો પાડીને આત્મહત્યા કરી હતી. ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડે ત્રણેયના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢીને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા હતા.

યુવકે પોતાના મોબાઈલના સ્ટેટસમાં વેરી તળાવ પાસે ત્રણેયનો ફોટો મૂકયો હતો. ફોટા આધારે યુવકના કાકા ગોંડલ દોડી આવ્યા હતા. યુવકના કાકા અને મિત્રોએ પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરતાં ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહ મળતાં પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો. સમગ્ર બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

  1. હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર એક મહિલા સહિત પાંચને પોલીસે દબોચ્યા - honeytrap case
  2. મોબાઈલ ચાર્જરમાંથી સ્પાર્ક થતાં ઘરમાં લાગી ભીષણ આગ, 4 બાળકોના મોત, માતા-પિતાની હાલત ગંભીર - Short circuit

ABOUT THE AUTHOR

...view details