ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા પોલીસે ઠગ મહિલાઓને પકડવા બદલ્યો વેશ: સામાન્ય લોકોમાં ભળી ગુનેગારોને પકડી પાડ્યા - Police disguise to catch women thug - POLICE DISGUISE TO CATCH WOMEN THUG

પોલીસ કર્મી કોઈકવાર બન્યો રિક્ષાવાળો તો કોઈકવાર શાકભાજીવાળો. રીઢા ગુનેગારો જરા ચેતી જજો કારણ કે જ્યારે પોલીસ તમારી પાછળ પડી જશે ત્યારે તમને પણ ખબર નહીં પડે કે તમારી બાજુમાં જ પોલીસ ઉભી છે. મહેસાણામાં ગુનેગારને પકડવા પોલીસ કર્મીઓ વેશ બદલી સામાન્ય લોકોની વચ્ચે નીકળ્યા છે. શું છે સમગ્ર ઘટના જાણો આ અહેવાલમાં. Police disguise to catch women thugs

મહેસાણા પોલીસે ઠગ મહિલાઓને પકડવા બદલ્યો વેશ
મહેસાણા પોલીસે ઠગ મહિલાઓને પકડવા બદલ્યો વેશ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2024, 7:42 PM IST

Updated : Sep 4, 2024, 7:55 PM IST

પોલીસે ઠગ ટોળકીને પકડવા માટે 15 દિવસ સુધી વેશ પલટો કરી સામાન્ય માણસની જેમ રેકી કરી (Etv Bharat Gujarat)

મહેસાણા:જિલ્લામાં મહિલાઓ સાથે ઠગાઈ કરતી મહિલા ઠગ ટોળકીને પકડવા પોલીસ વેશ બદલી સામાન્ય લોકોમાં ભળીને ગુનેગારોને પકડી લીધા છે. પોલીસ શાકભાજીવાળો તેમજ રિક્ષાવાળો બની ગુનેગારોની આસપાસ ફરતી હતી અને અંતે તે ઢગ ટોળકીને પકડી પાડી છે. ઠગ ટોળકી વિચાર કરતી થઈ ગઈ કે 15 દિવસ સુધી એની આસપાસ પોલીસ હતી પરંતુ તેઓને ગંધ શુધ્ધા ન આવી.

પોલીસે સામાન્ય લોકોમાં ભળી ગુનેગારોને પકડી પડ્યા (Etv Bharat Gujarat)

કેવી રીતે ચીરી કરી હતી ઢગ ટોળકીએ:સૌપ્રથમ સીસીટીવીમાં જોતાં ખ્યાલ આવે છે કે ત્રણ મહિલાઓ અવરજવર કરતી દેખાય છે. આ સમગ્ર ઘટના છે મહેસાણાના રોયલ નગર સોસાયટીમાં ખોડીયાર બ્યુટી પાર્લર વિસ્તારની. ખોડીયાર બ્યુટી પાર્લર ચલાવતી મહિલા પોતાનું ગુજરાન આ બ્યુટી પાર્લર થકી ચલાવતી રહી હતી. ત્યારે 3 અજાણી મહિલાઓ બ્યુટી પાર્લર ચલાવતી મહિલાના બ્યુટી પાર્લરમાં પહોંચી વાતોમાં ભોળવીને મહિલાની નજર ચૂકવી ગળામાં ભરેલું સોનાનું મંગળસૂત્ર અને સોનાની વીંટી તેમજ રોકડ રૂપિયા 5500 એ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જે સમગ્ર ઘટનાની મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

મહેસાણા પોલીસે ઠગ મહિલાઓને પકડવા બદલ્યો વેશ (Etv Bharat Gujarat)

પોલીસને ઠગ મહિલાઓ વિશે બાતમી મળી:ગુનાની શંકાસ્પદ જણાયેલી મહિલાઓ ગાંધીનગર દહેગામ તાલુકાના બહિયલ ગામની અને ઉટેરા તાલુકો બાયડની હોવાનું જાણવા મળ્યું હતું. જેની સર્વેલન્સ સ્કોડના માણસો ગોઠવી પોલીસે એક અલ્ટો ગાડી સવારે 04:00 વાગે અંબાજી તરફ નીકળી હોવાની માહિતી મળી હતી. આ ગાડી અંબાજી બાજુથી પાલનપુર થઈ ઊંઝા થઈ ગાંધીનગર જતી હોવાની માહિતી મળતા મહેસાણાની દર્શન હોટલ નજીક ત્રણેય મહિલાઓ પકડાઈ ગઈ હતી અને પૂછપરછ દરમિયાન ગુનાની કબુલાત કરી લીધી હતી.

મહેસાણા પોલીસે ઠગ મહિલાઓને પકડવા બદલ્યો વેશ (Etv Bharat Gujarat)

મહેસાણા સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં ગુના માટે આ મહિલાઓ જાણીતી છે: પોલીસે ધરપકડ કરેલ ઠગ મહિલાઓમાં ખેડાના કપડવંજની વાદી રંજનબેન અર્જુનભાઈ વિહાભાઇ, ગાંધીનગરના બહિયલની મીનાબેન મહેન્દ્રભાઈ વાદી અને અરવલ્લીના ઉટેરાની વાડી અંજુબેન સંજયભાઈ રમેશભાઈ હોવાની ઓળખ થઈ હતી. આ ત્રણેયની પૂછપરછ કરતા મહેસાણાના બ્યુટી પાર્લરમાંથી ચોરી કરેલ મુદ્દા માલ પણ રિકવર કરવામાં આવ્યો હતો. આપને એ પણ જણાવી દઈએ કે આ ત્રણેય મહિલાઓ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું ખુલ્યું છે. આ ત્રણેય મહિલાઓ વિરુદ્ધ મહેસાણા, દરિયાપુર, ઘાટલોડીયા, પાલનપુર, દહેગામ, આદિપુર, વારાહી, નખત્રાણા અને માંડવી પોલીસ મથકોમાં ઠગાઈના ગુના નોંધાયા છે.

પોલીસે મહિલાઓને પકડવા બદલ્યો વેશ: હવે તમને એ પણ જણાવીએ કે આ ઠગ ટોળકીને મહેસાણા પોલીસે કેવી રીતે ઝડપી પાડી. મહેસાણા પોલીસની સર્વ ટીમે આ ઠગ ટોળકીને પકડવા માટે 15 દિવસ સુધી વેશ પલટો કરી સામાન્ય માણસની જેમ રેકી કરી હતી. કોઈ પોલીસ કર્મચારી શાક વેચવા રોજ લારી લઈને નીકળી પડે તો કોઈ પોલીસ કર્મચારી રીક્ષા લઈને એ વિસ્તારમાં રિક્ષા ચલાવે.

વધુ તપાસ હાથ ધરવામાં આવી છે:આમ આવી ઠગ ટોળકીઓ જરા ચેતી જજો કારણ કે જો પોલીસ ધારશે તો તમે ગમે તે ખૂણામાં હશો તો પણ તમે છુપાઈ નહીં શકો. મહેસાણા પોલીસે વેશ પલટો કરી જાત ભાતના પેતરા અપનાવી કોઈને શંકા પણ ન જાય તેવી રીતે આ ત્રણ મહિલાને ઝડપી પાડી જેલ હવાલે કરી છે. હજુ પણ આ મહિલાઓને બીજું કોણ મદદ કરી રહ્યું હતું ? આ મહિલાઓને કોણ બાદમી આપતું હતું ? આ મહિલાઓને કોણ ગાડીમાં લઈ અને મૂકી જતું હતું ? તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:

  1. નવસારી જિલ્લા પંચાયત હસ્તકના 11 રોડ હજુ પણ બંધ: રોડ જલ્દી કાર્યરત થાય તેવી લોકોની માંગ - Navsari 11 Road Close
  2. ગુજરાતમાં વરસાદનો કહેર, 1.69 લાખ નાગરિકોને 18.04 કરોડ રાહત ચૂકવાઇ - Aid to the people of the state
Last Updated : Sep 4, 2024, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details