મહેસાણા: કડી નજીક આવેલા વણસોલ ગામના ગ્રામજનો નવા બનેલા રેલવે અંડર પાસથી હેરાન થઈ ગયા છે. અંડર પાસ લોકોની સુવિધા માટે બનાવવામાં આવે છે પરંતુ અહીં અંડર પાસ લોકોની સુવિધા મુજબ ન બનતા હવે આ અંડર પાસ ગ્રામજનોની અસુવિધાનું કારણ બનું ગયું છે. વાત એમ છે કે, કડી વિસ્તારમાં વરસાદ પડવાને કારણે આ અંડર પાસમાં પાણી ભરાઈ ગયું હતું. પરિણામે ગામથી બહાર નીકળવા માટેનો મુખ્ય રસ્તો જ બંધ થઈ ગયો હતો. જેથી ગામના લોકોને 8 થી 10 કિલોમીટર વધુ અંતર કાપીને બહાર નીકળવાનો વારો આવ્યો હતો. રેલવે વિભાગે પણ આ બાબતે કોઈ પાગલ લીધા નથી ઉપરાંત ગ્રામજનોની રજૂઆત પણ કોઈ સાંભળવા તૈયાર નથી.
'વિકાસ દેખાય છે પરંતુ અનુભવતો નથી', કડીના વણસોલ સહિતના ગ્રામજનોની આપવીતિ - Mehsana bridge underpass issue - MEHSANA BRIDGE UNDERPASS ISSUE
ગરમીથી ત્રસ્ત લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ મહેસાણાના એક ગામના લોકોની પરિસ્થિતી એવી છે કે, વરસાદ આવે તો લોકો અહીં હેરાન-પરેશાન થઈ જાય છે. શું છે લોકોની સમસ્યા જાણો આ અહેવાલમાં... Mehsana bridge underpass issue
!['વિકાસ દેખાય છે પરંતુ અનુભવતો નથી', કડીના વણસોલ સહિતના ગ્રામજનોની આપવીતિ - Mehsana bridge underpass issue ગામના લોકોને 8 થી 10 કિલોમીટર વધુ અંતર કાપીને બહાર નીકળવાનો વારો આવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-06-2024/1200-675-21699401-thumbnail-16x9-jpg.jpg)
Published : Jun 13, 2024, 10:32 AM IST
ગ્રામજનો હેરાન-પરેશાન:બે દિવસ અગાઉ કડી વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પાડવાના કારણે વણસોલ ગામનો આ અંડર પાસ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ અંડર પાસ બન્યા પહેલાથી જ ગ્રામજનોએ આ મુદ્દે રેલવે વિભાગને રજૂઆત કરી હતી, પરંતુ રેલવે તંત્રએ આંખ આડા કાન કરી અંડર પાસ સાંકડો બનાવી દીધો. અને હવે સામે ચોમાસુ શરૂ થવાનું છે, ત્યારે ચોમાસા દરમિયાન જો આ અંડર પાસમાં પાણી ભરાઈ જાય તો ગ્રામજનોને હેરાન થવાનો વારો આવી શકે છે.
સ્થાનિક સાથે ચર્ચા વિચારણા કરવી જરૂરી: કોઈપણ પ્રકારના અંડર પાસ કે બ્રિજ બનવવવામાં આવે ત્યારે તેનો ઉપયોગ કરનાર સ્થાનિકો સાથે ચર્ચા કરીને જો કામગીરી કરવામાં આવે તો વિપરીત પરિસ્થિતિ સર્જાય નહીં. અને જ્યારે કોઈ સ્થાનિક સાથે પૂછપરછ કે ચર્ચા કર્યા વગર આ પ્રકારના કામ કરવામાં આવે ત્યારે હેરાનગતિ કામ કરનારને નહીં પરંતુ સ્થાનિકોને થતી હોય છે. હવે સામે ચોમાસાની ઋતુમાં આ ગ્રામજનોની હાલત શું થશે તે જોવું રહ્યું. જોકે વાસ્તવિકતા એ છે કે, અંડર પાસ નવો તો બનાવી દીધો પરંતુ હવે વિપરીત પરિસ્થિતિ સર્જાઇ છે, પરંતુ તાત્કાલિક એને ના મોટો કરી શકાય કે ના પહોળો કરી શકાય. એટલે ચોમાસા દરમિયાન જો પાણી ભરસે તો હવે લોકોને ના છૂટકે 8 થી 10 કિલોમીટર વધુ ફરીને અવરજવર કરવાની ફરજ પડશે.