રાજકોટમાં દર્દીઓ માટે કેમ્પનું આયોજન (Etv Bharat Gujarat) રાજકોટ: માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર દ્રારા ઉપલેટા શહેરના જુલેલાલ હોલ ખાતે એક સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો, ચામડી રોગો, કપાસી, મસા, હાથ-પગ, કમર, મણકા, નસ દબાવી, પેરેલીસીસ સારવાર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
રાજકોટમાં સર્વ રોગ નિદાન કેમ્પ (Etv Bharat Gujarat) આ માનવ સેવા ટ્રસ્ટ ઘણા વર્ષોથી સામાજિક સેવાઓ કરી રહ્યું છે અને દર મહિને આ સંસ્થા દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે. આ કેમ્પમાં આંખોના ઓપરેશન દાંતને લગતા રોગોની સારવાર ચામડી રોગની સારવાર તેમજ હાથ પગ કમર મણકાના દુખાવા નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર તેમજ નિદાન અનુભવી ડોકટરો દ્રારા કરી આપવામાં આવે છે.
રાજકોટમાં સર્વ રોગ નિદાન કેમ્પ (Etv Bharat Gujarat) દર્દીઓને જરૂર પડ્યે ઓપરેશન માટે લઈ જવાયા
ઉપલેટામાં યોજાયેલ આ કેમ્પમાં 28 દર્દીઓને જરૂર પડ્યે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને અન્ય કમર, મણકા, હાથ પગને લગતા 125 થી વધુ દર્દીઓને સ્થળ પરજ તપાસી સારવાર આપી હતી. બીજા પણ અન્ય રોગોના દર્દીઓએ આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. વર્ષોથી ચાલતા સામાજિક કર્યો કરનાર માનવસેવા ટ્રસ્ટને બિરદાવવા પોરબંદર મત વિસ્તારના સાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે માનવ સેવા ટ્રસ્ટના આયોજન અને વિવિધ રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા (Etv Bharat Gujarat) - સુરતના પ્રખ્યાત વી.આર મોલને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી - Surat Crime News
- ભાભરમાં જુગારીયાઓ પર પોલીસ ત્રાટકી, અલગ અલગ રેડમાં 24 શકુનીઓ ઝડપાયા, જાણો કોણ કોણ પકડાયું - Sharavan Month Gambling