રાજકોટ: રવિવારે રાજકોટ જીલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ગાજવીજ સાથે ખાબકેલા ભારે વરસાદના પગલે જિલ્લાના અનેક ગામોના નદી નાળામાં નવા નીર આવ્યા હતા, જોકે આ દરમિયાન એક જિલ્લાના ધોરાજી પંથકમાં એક અનિચ્છનીય ઘટનાએ લોકોને શોકમાં મૂકી દીધા છે.
રાજકોટના ધોરાજીમાં પાણીમાં તણાઈ જવાથી યુવકનું મોત, મૃતક પાંચ સંતાનનો પિતા - man died due to drowning - MAN DIED DUE TO DROWNING
રાજકોટ જિલ્લામાં રવિવાર પડેલા વરસાદમાં ધોરાજીના યુવકનું પાણીમાં તણાઈ જવાથી મોત થયું હતું. man died due to drowning
Published : Jun 24, 2024, 7:14 AM IST
મૃતક પાંચ સંતાનના પિતા: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામના 36 વર્ષીય ભરતભાઈ પરબતભાઈ પરમાર નામના વ્યક્તિનું પાણીમાં તણાઈ જવાથી મોત થયું છે. મૃતક ભરતભાઈ પાંચ સંતાનોના પિતા હતા, ભરતભાઈના મોતથી પાંચેય બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ તેમના પરિવાર પર પણ આભ ફાટી પડ્યું છે અને સમગ્ર ગામમાં ઘટનાને લઈને અરેરાટી વ્યાપી ગઈ છે.
ગામમાં સન્નાટો:આ ઘટનાથી સમગ્ર ગામની અંદર સન્નાટો છવાઈ ચૂક્યો છે. ત્યારે ઘટના બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.