ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાના પેછડાલ ગામે વીસીની આઈડીનો ખોટો ઉપયોગ કરીને રેશનકાર્ડમાં KYC કરતો શખ્સ ઝડપાયો - Unauthorized KYC of Ration Card - UNAUTHORIZED KYC OF RATION CARD

ડીસા ગ્રામ્ય મામલતદાર દ્વારા પેછડાલ ગામે વીસીની આઈડીનો ખોટો ઉપયોગ કરીને રેશનકાર્ડની KYC કરતા કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદારની ટીમ દ્વારા કમ્પ્યુટર સહિતનો સામાન હાલ જપ્ત કરાયો છે. wrongly using vc id

ડીસાના પેછડાલ ગામે વીસીની આઈડીનો ખોટો ઉપયોગ કરીને રેશનકાર્ડમાં KYC કરતો શખ્સ ઝડપાયો
ડીસાના પેછડાલ ગામે વીસીની આઈડીનો ખોટો ઉપયોગ કરીને રેશનકાર્ડમાં KYC કરતો શખ્સ ઝડપાયો (etv bharat gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 12:36 PM IST

ડીસાના પેછડાલ ગામે વીસીની આઈડીનો ખોટો ઉપયોગ કરીને રેશનકાર્ડમાં KYC કરતો શખ્સ ઝડપાયો (etv bharat gujarat)

બનાસકાંઠા: ડીસાના ગ્રામ્ય મામલતદારને ખાનગી રહે બાતમી મળી હતી કે ધાનેરાના સીલાસણા ગામના વીસીની આઈડીનો ખોટી રીતે ઉપયોગ કરી રેશનકાર્ડની KYC કરવાની કાર્યવાહી બિનઅધિકૃત કરવામાં આવી રહી છે. જે બાબતે મામલતદારની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન સ્થળ પરથી કોમ્પ્યુટર સહિતનો સામાન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

રેશનકાર્ડની બિનઅધિકૃત KYCની કામગીરી: રેડ દરમિયાન વીસીનું ડુપ્લીકેટ થમ બનાવી પેછડાલ ગામમાં ખાનગી દુકાનમાં રેશનકાર્ડનું બિનઅધિકૃત KYC કરવાની કાર્યવાહી ચાલતી હતી. જોકે હાલ આ મામલતદારની ટીમ દ્વારા ઘટના સ્થળે રેડ કરીને કમ્પ્યુટર સહિત ડુપ્લીકેટ થમ સહિતનો સામાન જપ્ત સિઝ કરાયો છે.

ડીસાના મામલતદાર દ્વારા કામગીરી:ડીસાના ગ્રામ્ય મામલતદારે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમને ખાનગી રહે બાતમી મળી હતી ત્યારે બાતમીના આધારે અમારી ટીમ દ્વારા રેડ કરીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ હાલ કરી જે કોઈ જવાબદાર વ્યક્તિ છે. તેના સામે કાયદાકીય પગલાં લેવાની તમામ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

મામલતદાર દ્વારા ઝીણવટભરી તપાસ: મામલતદારે જણાવ્યું કે, કમ્પ્યુટર સહિતના સામાનની ઝીણવટ ભરી તપાસ બાદ કેટલા સમયથી અને બિનઅધિકૃત KYC સહિતની કામગીરી કરવામાં આવતી હતી. તે તમામ વિષયોને લગતી તપાસ કરવામાં આવશે અને અન્ય તાલુકાના હોવાથી વળી કચેરીએ રિપોર્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. માત્ર બે ફૂટ પહોળા મકાનને જોઈને આંખો થઈ જશે પહોળી, એન્જિનિયરને આપશો શાબ્બાશી - Engineer Built Building
  2. 2 કાર અને ઈ-રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત - horrible Accident

ABOUT THE AUTHOR

...view details