ગુજરાત

gujarat

ETV Bharat / state

'અમારે બનાસકાંઠામાં જ રહેવું છે', 'થરાદ નથી જવું', ધાનેરાના લોકોએ CMને આપ્યો પતંગ સંદેશ - BANASKANTHA

બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વિરોધનો સૂર હવે વ્યાપક બની રહ્યો છે, ત્યારે આજે ઉત્તરાયણના દિવસે પણ ધાનેરા ખાતે લોકોનો વિરોધ યથાવત જોવા મળ્યો હતો.

ધાનેરાના લોકોએ CMને આપ્યો પતંગ સંદેશ
ધાનેરાના લોકોએ CMને આપ્યો પતંગ સંદેશ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 14, 2025, 9:09 PM IST

ધાનેરા:બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ઘણા ગામોમાંથી વિરોધનો સૂર સંભળાઈ રહ્યો છે, ત્યારે ધાનેરા ખાતે ગામલોકોએ અનોખો વિરોધ કર્યો હતો. જ્યારથી જિલ્લા વિભાજનની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી લઈને આજ દિન સુધી દિયોદર, ધાનેરા અને કાંકરેજમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

'અમારે બનાસકાંઠામાં જ રહેવું છે'

ધાનેરા હિત રક્ષક સમિતિએ પતંગ પર 'અમારે બનાસકાંઠામાં જ રહેવું છે' તેવું લખાણ લખીને પતંગને આકાશમાં ઉડાડ્યા હતાં. ધાનેરાના લોકોની વેદનાને સમજીને બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા રાખવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યાં છે.

ધાનેરાના લોકોએ CMને આપ્યો પતંગ સંદેશ (Etv Bharat Gujarat)

મુખ્યમંત્રીને ઉદ્દેશીને પતંગ પર સ્લોગન લખાયા

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ આજે ધાનેરામાં અનોખો વિરોધ સામે આવ્યો છે, ધાનેરા હિત રક્ષક સમિતિએ પતંગ પર 'અમારે બનાસકાંઠામાં જ રહેવું છે' તેવું લખાણ મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખીને પતંગને આકાશમાં ઉડાડ્યા હતા. ધાનેરા જુના બસ સ્ટેન્ડ પાસે પતંગ પર 'થરાદ નથી જવું' તેવા લખાણ કરી વેચી હતી. હિત રક્ષક સમિતિએ સુત્રોચ્ચાર કરી ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી હતી.

ધાનેરા અને દિયોદરના લોકો મોટું આંદોલન કરવાની તૈયારીમાં

પતંગ પર મુખ્યમંત્રીને અનુક્ષીને લખવામાં આવ્યું હતું કે, ધાનેરાની વેદનાને સમજીને જ બનાસકાંઠામાં રાખવામાં આવે, જ્યારે બીજી તરફ દિયોદરમાં પણ આ વિભાજનના વિરોધમાં હજી પણ પ્રદર્શન યથાવત જોવા મળી રહેવું છે. દિયોદર તાલુકાના લોકો છેલ્લાં કેટલાંય સમયથી ઉપવાસ ઉપર બેઠા હતા અને આવનાર સમયમાં હજુ પણ જિલ્લા વિભાજનના વિરોધમાં આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

  1. બનાસકાંઠાનું વિભાજન, સરકારના નિર્ણયને કોઈએ આવકાર્યો કોઈને નકાર્યો, જાણો પંથકના લોકોનો પ્રતિભાવ
  2. રાજસ્થાનના આ ગામના લોકો ગુજરાતી થવા તૈયાર, કહ્યું, 'અમારા ગામને થરાદ-વાવ જિલ્લામાં સમાવો'

ABOUT THE AUTHOR

...view details