ગુજરાત

gujarat

ETV Bharat / state

'નકલી ઘી, ભેળસેળ વાળો માવો હોય કે ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને છોડાશે નહીં' - ઋષિકેશ પટેલ - MANUFACTURING OF FAKE MILK PRODUCTS

શંકાસ્પદ નકલી ઘી અને ડ્રગ્સ મુદ્દે ઋષિકેશ પટેલે આજે નિવેદન આપ્યું. કહ્યું - "તહેવારોમાં પહેલાથી જ ચેકિંગ કરવાની સૂચના અપાઇ હતી."

'નકલી ઘી, ભેળસેળ વાળો માવો હોય કે ડ્રગ્સ કોઈને છોડાશે નહીં' - ઋષિકેશ પટેલ
'નકલી ઘી, ભેળસેળ વાળો માવો હોય કે ડ્રગ્સ કોઈને છોડાશે નહીં' - ઋષિકેશ પટેલ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2024, 12:56 PM IST

મહેસાણા: રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી પકડાયેલ શંકાસ્પદ નકલી ઘી અને ડ્રગ્સ મુદ્દે ઋષિકેશ પટેલે આજે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "તહેવારોમાં પહેલીથી જ ચેકિંગ કરવાની સૂચના અપાઈ હતી. અને પહેલેથી જ જ્યાં ઘી કે માવો બનતો હોય ત્યાં ચેકિંગ કરાઈ રહ્યું છે. નાના મોટા મેન્યુફેક્ચરિંગને તકલીફ ન થાય તે રીતે તપાસ થઈ રહી છે. નકલી ભેળસેળ વાળો માલ મેન્યુફેક્ચરિંગવાળા સુધી પહોંચે નહીં તેની ચિંતા કરાઈ છે."

4.5 કરોડનું કુલ નકલી ઘી, મસાલા, માવા પકડ્યા: તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, "રાજ્યમાં કુલ 4.5 કરોડનું કુલ નકલી ઘી, મસાલા, માવા પકડ્યા છે. તહેવારોમાં દુકાનદારોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવો પ્રયત્ન છે. સૌથી વધારે ડ્રગ્સ પકડવાનું ગુજરાતમાં શક્ય બન્યું છે. ગૃહ વિભાગ અને હર્ષભાઈ સંઘવી સતત મોનીટરીંગ કરી રહ્યા છે. આખે આખું નેટવર્ક પકડી વધુમાં વધુ કડક પગલાં લેવાના સરકારના પ્રયત્નો છે."

'નકલી ઘી, ભેળસેળ વાળો માવો હોય કે ડ્રગ્સ કોઈને છોડાશે નહીં' - ઋષિકેશ પટેલ (Etv Bharat Gujarat)

દૂધની બનાવટોનું મેન્યુફેકચરિંગ:સરકાર આ બાબતે કેવા પગલાં લઈ રહી છે તે મુદ્દે જણાવતા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, "રાજ્ય સરકાર રસ ન લે તો કોઈ દિવસ આવા તત્વો પકડાય પણ નહીં. રાજ્ય સરકાર આવા તત્વો સામે કાર્યવાહી કરવા બિલકુલ કૃત નિશ્ચયી છે. જ્યાં નકલી ઉત્પાદન થતું હોય ત્યાં ધોંસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. નકલી ઘી, માવો કે દૂધની બનાવટોનું મેન્યુફેકચરિંગ ન થાય એના પર વિશેષ ફોકસ રાખવામાં આવી રહ્યું છે. એટલે નકલી ઉત્પાદન વપરાવાનો વિષય ઘટે એના માટેનો પ્રયત્ન છે. જાગૃતિના પણ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ઓનવિલ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી પણ કાર્યરત છે, જ્યાં જરૂર લાગે ત્યાં તરત પહોંચીને ટેસ્ટીંગ કરાઈ રહ્યું છે.

આ પણ વાંચો:

  1. ચંદી પડવા પહેલા કડક કાર્યવાહીઃ સુરતમાં ઘારી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા
  2. ભાવનગર: ખાનગી સોસાયટીઓની સફાઈ કરવા માટે નાણાં આપવાનો ઠરાવ પસાર , જાણો આ અંગે સફાઈ કામદાર સંઘે શું કહ્યું

ABOUT THE AUTHOR

...view details