ગુજરાત

gujarat

ETV Bharat / state

ટ્રેન દ્વારા મહાકુંભમાં જવાની જુનાગઢવાસીઓની ઈચ્છા રહી શકે છે અધૂરી, જાણો શું છે કારણ ? - MAHA KUMBH 2025

વેરાવળથી પ્રયાગરાજ સુધીની મહાકુંભ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી, પરંતુ જુનાગઢને સ્ટોપ આપવાની જાહેરાત આજે થઈ છે.

મહાકુંભ માટેની ટ્રેન
મહાકુંભ માટેની ટ્રેન (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 16, 2025, 5:45 PM IST

જુનાગઢ: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે, ત્યારે દેશના અલગ-અલગ પ્રાંતમાંથી મહાકુંભ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વેરાવળથી પ્રયાગરાજ સુધીની મહાકુંભ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી, પરંતુ તેને જુનાગઢ સ્ટોપ આપવાની આજે જાહેરાત થઈ છે, જેને કારણે ટ્રેનમાં બેસીને મહાકુંભ મેળામાં જવાની જૂનાગઢ વાસીઓની ઈચ્છા ખૂબ મુશ્કેલી સાથે પૂરી થાય તેવી શક્યતાઓ છે.

અંતિમ સમયે કુંભ સ્પેશિયલ ટ્રેન અને જુનાગઢ સ્ટોપ

અલ્હાબાદ ખાતે મહાકુંભ મેળો શરૂ થઈ ચૂક્યો છે, મેળાની શરૂઆતના દિવસે કરોડોની સંખ્યામાં સનાતનીઓ મેળામાં પહોંચ્યા છે અને અન્ય પહોંચી રહ્યાં છે. મેળાના સમયને ધ્યાને રાખીને રેલવે વિભાગ દ્વારા દેશના અલગ-અલગ રાજ્યો માંથી વિશેષ મહાકુંભ સ્પેશ્યલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત વેરાવળ થી અલ્હાબાદ સુધીની મહાકુંભ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત થઈ હતી, પરંતુ તેને જુનાગઢ સ્ટોપેજ આપવામાં આવ્યું ન હતું.

છેલ્લી ઘડીએ એક દિવસ પુરતું મળ્યું સ્ટોપેજ

હવે છેલ્લા સમય રેલવે વિભાગે તેની ભૂલ સુધારીને ટ્રેનને જુનાગઢ સ્ટોપ આપ્યું છે,પરંતુ હવે અંતિમ દિવસોમાં આપવામાં આવેલા સ્ટોપેજને કારણે ટ્રેનની સીટિંગ કેપેસિટી આજે પણ ફૂલ થઈ ગઈ હોવાથી જુનાગઢ વાસીઓની ઈચ્છા ટ્રેનમાં બેસીને મહાકુંભ મેળો માણવાની ઈચ્છા મુશ્કેલીરૂપ બની શકે છે.

22 ફેબ્રુઆરીએ ટ્રેન થશે રવાના

વેરાવળ જંકશન પરથી 22મી ફેબ્રુઆરીના રાત્રિના 10: 20 કલાકે ટ્રેન રવાના થશે જે મધ્યરાત્રીએ એટલે કે 23 તારીખે 02: 50 વાગ્યે જુનાગઢ પહોંચશે અને અહીંથી આ ટ્રેન સવારના 05: 50 કલાકે રાજકોટ પહોંચશે. વેરાવળ થી રાજકોટ પહોંચવા સુધીમાં આઠ કલાક જેટલો સમય મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન લેશે. માત્ર એક દિવસ પૂરતી જ આ ટ્રેનનું સંચાલન વેરાવળથી પ્રયાગરાજ સુધી કરવામાં આવ્યું છે, ટ્રેનની અગાઉ જાહેરાત થઈ ચૂકી હોવાને કારણે મોટાભાગની સીટોનું એડવાન્સ રિઝર્વેશન ફૂલ થઈ ગયું છે, જેથી જુનાગઢ સ્ટોપેજ મળવાનો કોઈ વિશેષ ફાયદો જુનાગઢ વાસીઓને થશે નહીં.

  1. મહાકુંભ 2025 નો અનુભવ ઘરે બેઠા કરવા માંગો છો? ટેલીકોમ કંપનીએ કરી ખાસ વ્યવસ્થા
  2. અથ શ્રી મહાકુંભ કથા: કોણ છે નાગા સાધુ, કુંભ દરમિયાન જ કેમ બહાર આવે છે, જાણો કેવી રીતે બને છે તેઓ નાગા સાધુ

ABOUT THE AUTHOR

...view details